scorecardresearch
Premium

PM Modi In Lok Sabha: લોકસભામાં પીએમ મોદીના 11 સંકલ્પ, જેની થઇ રહી છે ચર્ચા

PM Modi Lok Sabha Speech: પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના ભાષણના અંતે કુલ 11 સંકલ્પોનો ઉલ્લેખ કર્યો. જેમાથી અમુક સંકલ્પ દેશના નાગરિકો માટે અને કેટલાક રાજકીય પક્ષો માટે હતા.

PM Modi Lok Sabha Speech, PM Modi
PM Modi Lok Sabha Speech : લોકસભામાં પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન (તસવીર – સ્કીનગ્રેબ)

PM Modi Lok Sabha Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ દિવસ નિમિત્તે જોરદાર ભાષણ આપ્યું હતું. લગભગ બે કલાક સુધી ચાલેલા ભાષણમાં તેમણે ન માત્ર વિપક્ષ પર કટાક્ષ કર્યો, પરંતુ એક વિકસિત ભારતનું સપનું પણ દેખાડ્યું. પોતાના ભાષણના અંતે પીએમ મોદીએ કુલ 11 સંકલ્પોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાંથી અમુક સંકલ્પ દેશના નાગરિકો માટે અને કેટલાક રાજકીય પક્ષો માટે હતા.

લોકસભામાં પીએમ મોદીના 11 સંકલ્પ

  1. દરેક વ્યક્તિ પોતાની ફરજનું પાલન કરે.
  2. દરેક ક્ષેત્ર, દરેક સમાજને વિકાસનો લાભ મળવો જોઈએ
  3. ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા
  4. નાગરિકોને દેશની પરંપરાઓનું પાલન કરવાનો ગર્વ હોવો જોઈએ
  5. ગુલામીની માનસિકતા માંથી છુટકારો મેળવો
  6. દેશ પરિવારવાદ માંથી મુક્ત હોવો જોઈએ
  7. બંધારણ રાજકીય હિતો માટેનું હથિયાર ન હોવું જોઈએ
  8. ધર્મના આધારે અનામત નહીં
  9. ભારતે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ
  10. રાજ્યના વિકાસથી દેશનો વિકાસ થવો જોઈએ.
  11. એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સૂત્ર સર્વોપરી હોવું જોઈએ.

સાવરકર ખરેખર ભારત માટે કેવા પ્રકારનું બંધારણ ઇચ્છતા હતા?

જો કે પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ સ્વીકાર્યું કે તેમની સરકારે પણ સંવિધાનમાં સુધારા કર્યા છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, 2014 બાદ જ્યારે એનડીએ ને દેશની સેવા કરવાનો મોકો મળ્યો ત્યારે બંધારણ અને લોકતંત્ર મજબૂત થયું હતું. અમે આ જુની બીમારી માંથી છૂટકારો મેળવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. અમે બંધારણીય સુધારા પણ કર્યા, પરંતુ દેશની એકતા માટે, દેશના વિકાસ માટે. અમે દરેક બંધારણ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું છે. જ્યારે અમે સુધારા કર્યા, ત્યારે અમે ઓબીસી સમુદાયને ધ્યાનમાં રાખીને તે કર્યું. ઓબીસીનું સન્માન કરવા માટે અમે બંધારણમાં સુધારો કર્યો છે.

જો કોઈ મોટો જુમલો હતો, તો તે ગરીબી હટાઓ હતો, જે તેમણે ચાર પેઢી સુધી ચલાવ્યો હતો, તેનાથી માત્ર તેમની રાજકીય રોટલી જ શેકાતી હતી, પરંતુ ગરીબોને કશું મળ્યું ન હતું. એક ગરીબ વ્યક્તિને શૌચાલયનો અધિકાર ન હતો કે કેમ તે વિચારવાની વાત છે, આજે અમે તેમના સન્માનને બચાવવા માટે કામ હાથમાં લીધું છે. અમે તમામ કામ સામાન્ય નાગરિકની ગરિમાને ધ્યાનમાં રાખીને કર્યા.

Web Title: Pm modi lok sabha speech 11 sankalp nda government rahul gandhi as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×