scorecardresearch
Premium

સુરેશ ગોપી કેરળથી ભાજપના પ્રથમ કેન્દ્રીય રાજ્યમંત્રી, કાલે શપથ લીધા, હવે કહ્યું – ‘મને કેબિનેટમાં સ્થાન નથી જોઈતું’

PM Modi Cabinets Suresh Gopi first MP Kerala : શપથ ગ્રહણ સમારોહ પછી ગોપીએ દિલ્હીમાં મલયાલમ ટીવી ચેનલોને કહ્યું, “હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. મારું વલણ હતું કે, મારે તે (કેબિનેટ બર્થ) જોઈતું નથી. મેં (પાર્ટીને) કહ્યું હતું કે, મને તેમાં (કેબિનેટ બર્થ)માં રસ નથી.

PM Modi Cabinets Suresh Gopi in kerala
અભિનેતામાંથી રાજનેતા બનેલા સુરેશ ગોપી કેરળના પહેલા કેન્દ્રીય મંત્રી બન્યા

PM Modi Cabinets : પીએમ મોદી કેબિનેટ મંત્રી : રવિવારે ત્રીજી મોદી સરકારમાં રાજ્ય મંત્રી (MoS) તરીકે શપથ લીધાના કલાકો પછી, કેરળના બીજેપી સાંસદ સુરેશ ગોપીએ સંકેત આપ્યો કે, તેઓ “કેબિનેટમાંથી મુક્ત” થવા માંગે છે.

લોકસભા ચૂંટણી 2024 ના પ્રચાર દરમિયાન, અભિનેતામાંથી રાજનેતા બનેલા આ નેતાનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો કે, “ત્રિસુર માટે કેન્દ્રીય મંત્રી, મોદીની ગેરંટી” હતું. ગોપી કેરળના ભાજપના બે ઉમેદવારોમાંથી એક હતા – અન્ય પક્ષના વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયન હતા – જેમને કેન્દ્રીય કેબિનેટમાં રાજ્ય મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહ પછી ગોપીએ દિલ્હીમાં મલયાલમ ટીવી ચેનલોને કહ્યું, “હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. મારું વલણ હતું કે, મારે તે (કેબિનેટ બર્થ) જોઈતું નથી. મેં (પાર્ટીને) કહ્યું હતું કે, મને તેમાં (કેબિનેટ બર્થ)માં રસ નથી. મને લાગે છે કે, હું ઝડપી પદ મુક્ત થઈશ અને રાહત પામીશ.”

તેમણે કહ્યું, “ત્રિસુરના લોકો સારી રીતે જાણે છે. હું એક સાંસદ તરીકે ખૂબ સારું કામ કરીશ. હું ફિલ્મોમાં અભિનય કરવા માંગુ છું. પાર્ટીને નિર્ણય લેવા દો.” સોમવારે કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકના કલાકો પહેલા જ ગોપીનું વલણ આવ્યું હતું. 65 વર્ષીય ગોપીએ પ્રચાર રેલીઓ, જાહેર સભાઓ અને થ્રિસુરની દિવાલો પર “ત્રિસુર માટે એક કેન્દ્રીય મંત્રી, મોદીની ગેરંટી” ના નારા લગાવ્યા હતા.

લોકસભા ચૂંટણી જીત્યા બાદ ગોપીએ કહ્યું હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહીં છોડે કારણ કે એક્ટિંગ તેનો શોખ છે. તેની પાસે પહેલાથી જ કેટલાક ફિલ્મ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. રવિવારે દિલ્હી જતા પહેલા ગોપીએ તિરુવનંતપુરમ એરપોર્ટ પર મીડિયાને કહ્યું, “આ (કેબિનેટ બર્થ) મોદીનો નિર્ણય છે. તેમણે મને ફોન કર્યો અને તેમના ઘરે રહેવા કહ્યું. હું તેનું પાલન કરું છું. મને બીજું કંઈ ખબર નથી. હું કેરળ અને તમિલનાડુ માટે કામ કરતો સાંસદ બનીશ, મેં આ પ્રચાર દરમિયાન ત્રિશૂરના લોકોને કહ્યું હતું.

74,000 થી વધુ મતોથી થ્રિસુર લોકસભા બેઠક જીતનાર ગોપીનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ એ કેરળમાં ભાજપ માટે વધુ એક સીમાચિહ્નરૂપ છે. તેમણે ત્રિકોણીય હરીફાઈમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા વીએસ સુનિલ કુમારને હરાવ્યા, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે મુરલીધરન ત્રીજા સ્થાને રહ્યા હતા. ગોપીના મંત્રીમંડળમાં સમાવેશ કરવાને લઈને પાર્ટી ઉત્સાહિત છે કારણ કે, તે કેરળમાંથી ભાજપના પ્રથમ લોકસભા સભ્ય છે.

Web Title: Pm modi cabinets suresh gopi bjp first lok sabha member from kerala km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×