scorecardresearch
Premium

Delhi Election Results: પીએમ મોદીનું ટ્વિટ – જનશક્તિ સર્વોપરી; અરવિંદ કેજરીવાલે કહ્યું- અમે જન સેવા કરતા રહીશું

Delhi Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ વિશે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું કે, જનશક્તિ સર્વોપરી છે, વિકાસ અને સુશાસનની જીત થઇ છે. તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીયે છીએ, હવે અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીશું.

PM Marendra Modi | And Arvind Kejriwal
Delhi Assembly Election Results 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ. (Express Photo/ @narendramodi)

Delhi Assembly Election Results 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલની ભાજપના પ્રવેશ શર્મા સામે હાર થઇ છે. દિલ્હી ચૂંટણી પરિણામ વિશે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીયે છીએ. હું ભાજપને આ જીત માટે અભિનંદન આપુ છું. હવે અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીશું, સાથે સાથે જનતાની સેવા પણ કરતા રહીશું. તો પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું કે, જનશક્તિ સર્વોપરી, વિકાસની જીત થઇ, સુશાસનની જીત થઇ.

પીએમ મોદી: જનશક્તિ સર્વોપરી, વિકાસ અને સુશાસનની જીત થઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ વિશે ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું છે, જનશક્તિ સર્વોપરી છે. વિકાસની જીત થઇ, સુશાસનની જીત થઇ. હું ભાજપને મળેલા શાનદાર અને ઐતિહાસિક જનાદેશ માટે દિલ્હીના પોતાના પ્યારા ભાઇઓ અને બહેનોને વંદન કરું છું. તે મારી ગેરંટી છે કે અમે દિલ્હીના વિકાસ, લોકોના જીવનની સમગ્ર ગુણવત્તામાં સુધારો લાવવા અને તેની ખાતરી કરવામાં કોઇ કચાશ રાખશે નહીં કે વિકસીત ભારતના નિર્માણમાં દિલ્હીની મુખ્ય ભૂમિકા હોય.

અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીયે છીએ: અરવિંદ કેજરીવાલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલની ભાજપના પ્રવેશ શર્મા સામે હાર થઇ છે. દિલ્હી ચૂંટણી પરિણામ વિશે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીયે છીએ. હું ભાજપને આ જીત માટે અભિનંદન આપુ છું. મને અપેક્ષા છે કે, તેઓ એ અપેક્ષાઓ પર ખરા ઉતરશે, જેની સામે લોકોએ તેમને બહુમતી આપી છે.

આ પણ વાંચો | દિલ્હી ચૂંટણી પરિણામ 2025 । ભાજપની જીત માટેના 5 કારણો, આપ કેમ હાર્યું!

તેમણે ઉમેર્યું કે, જનતાએ અમને જે 10 વર્ષ આપ્યા, તેમા અમે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી વગેરે ક્ષેત્રોમાં કામગીરી કરી છે. હવે લોકોએ જે નિર્ણય આપ્યો છે, તેની સાથે ન માત્ર રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીશું, સાથે સાથે જનતાની સેવા પણ કરતા રહીશું. હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બહુ શાનદાર રીતે ચૂંટણી લડવા માટે અભિનંદન આપુ છું.

Web Title: Pm marendra modi on delhi assembly election results 2025 arvind kejriwal aap bjp congress as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×