Vice President Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પાડોસી દેશોમાં હિન્દુઓની દુર્દશા પર ચિંતા વ્યક્ત કરી છે. ધનખડે કહ્યું કે આ મુદ્દે વૈશ્વિક ચુપ્પી છે. જેમાં કેટલાક તથાકથિત નૈતિક ઉપદેશક, માવનાધિકારોના સંરક્ષક પણ સામેલ છે.
નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સ્થાપના દિવસના કાર્યક્રમમાં સંબોધન કરતા ધનખડે કહ્યું,”તેઓ સંપૂર્ણ રીતે બેનકાબ થઈ ગયા છે.તેઓ એવી વસ્તુ માટે ભાડાના સૈનિક જેવા છે જે માનવાધિકારની બિલકુલ વિપરિત છે. છોકરાઓ, છોકરીઓ અને મહિલાઓની સાથે કેવી બર્બરતા, યાતના અને દુખદ અનુભવો થયા છે, તને જોવો. અમારા ધાર્મિક સ્થળનો અપિવત્ર થતા જુઓ.”
કોઈ પણ દેશનું નામ લીધા વિના ધનખડે કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં હિન્દુઓના સામે આવી રહેલા માનવીય સંકટો પર વધુ ધ્યાન આપવું જોઈએ.
જગદીપ ધનખડે આ નિવેદન તાજેતરમાં જ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર થયેલા હુમલાઓ બાદ આપ્યું છે. જેની વિદેશ મંત્રાલયે ગત અઠવાડિયે એક નિવેદનમાં નિંદા કરતા તેને નિંદનીય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા ઉલ્લંઘનો પ્રત્યે વધુ સહનશીલ થવું યોગ્ય નથી. એક બાદ એક પ્રકરણો પછી એવા પુરાવા મળી રહ્યા છે કે ‘ડીપ સ્ટેટ’ ઉભરતી શક્તિઓ વિરૂદ્ધ કાયદાકીય લડાઈમાં સામેલ છે.
આ પણ વાંચો: શું ભારત-પાકિસ્તાન સાથે ક્રિકેટ રમશે? 5 પોઈન્ટમાં સમજો એસસીઓ સમિટની તમામ વાત
નાગરિક સંશોધન અધિનિયમ વિશે બોલતા, જે પાકિસ્તાન, અફઘાનિસ્તાર અને બાંગ્લાદેશથી આવેલા ગૈર મુસ્લિમ પ્રવાસીયો માટે નાગરિક્તા તેજ કરે છે. ધનખડે કહ્યું કે, આ અધિનિયમે પોતાના દેશમાં ઉત્પીડનથી બચનારાઓને શરણ આપી છે. તેમણે કહ્યું કે, નાગરિક્તા સંશોધન અધિનિયમનું પ્રમુખ ઉદાહરણ જુઓ. સંસદના અધિનિયમ દ્વારા સામૂહિક રૂપે વ્યક્ત સામાજીક ઉદારતા તેનાથી વધુ સારા સંકેત આપી શક્તી નથી.
ધનખડે કહ્યું કે, માનવાધિકારોનો ઉપીયોગ વિદેશ નીતિના ઉપકરણના સ્વરૂપે અથવા બીજાને પ્રભાવિત કરવા માટે કરવો જોઈએ નહીં. તેમણે સ્પષ્ટ રૂપથી અમેરિકાનો હવાલો આપતા કહ્યું કે, નામ ઉજાગર કરવું અને શરમમાં મૂકવું કૂટનીતિનું ખરાબ સ્વરૂપ છે. તમારે માત્ર એવો જ ઉપદેશ આપવો જોઈએ જે તમે કરો છો. આપણી સ્કૂલ સિસ્ટમને જુઓ – આપણા ત્યાં તેમના જેમ ગોળીબાર થતો નથી, જે કેટલાક વિક્સિત હોવાનો દાવો કરતા દેશોમાં નિયમિત રૂપે થાય છે. તેવા દેશો વિશે વિચારો જે માનવાધિકારોના આવા ભયાનક ઉલ્લંઘનો પર પણ આંખો બંધ કરી લે છે.