scorecardresearch
Premium

રાહુલ ગાંધીના એક નિવેદન પર સંસદમાં હંગામો, પીએમ મોદીએ ઉભા થઇને જવાબ આપવો પડ્યો

Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ઘણો હંગામો થયો. રાહુલ ગાંધીએ મણિપુર, અગ્નિવીર, પીએમ મોદીના મહાત્મા ગાંધી પરના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો

Rahul Gandhi, Parliament Session Updates
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ઘણો હંગામો થયો હતો. (Sansad TV)

Parliament Session Updates: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ઘણો હંગામો થયો હતો. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે આઈડિયા ઓફ ઇન્ડિયા પર હુમલો કર્યો છે. વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સંસદમાં ભગવાન શિવની તસવીર બતાવતા કહ્યું કે તેમણે હંમેશા અહિંસાનો પાઠ ભણાવ્યો છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું

રાહુલ ગાંધીના ભાષણની વચ્ચે પીએમ મોદી તે સમયે ઉભા થઇ ગયા હતા જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘પોતાને હિન્દુ કહેનારા હિંસા કરે છે’. જ્યારે પીએમ મોદીએ વાંધો ઉઠાવ્યો તો રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ભાજપના લોકોએ હિંદુઓનો કોન્ટ્રાક્ટ નથી લીધો, તેઓ ભાજપની વાત કરી રહ્યા છે, હિંદુઓની નહીં પરંતુ ભાજપની વાત કરી રહ્યા છે’.

પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું

ગૃહને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા તમામ મહાપુરુષોએ અહિંસા અને ભયને સમાપ્ત કરવાની વાત કરી છે. પરંતુ જે લોકો પોતાને હિન્દુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત, અસત્યની જ વાત કરે છે. તમે હિંદુ નથી. વડા પ્રધાને કોંગ્રેસના સાંસદને અટકાવતા કહ્યું કે તેમના નિવેદનથી “હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે, સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક કહેવું ખૂબ જ ગંભીર બાબત છે.”

આ પણ વાંચો – મહારાષ્ટ્ર : એમવીએના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર શરદ પવારે કહ્યું – અમારું ગઠબંધન અમારો સામૂહિક ચહેરો છે

તેનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી આખો હિંદુ સમાજ નથી. ભાજપ સંપૂર્ણ હિન્દુ સમાજ નથી. આરએસએસ એ આખો હિન્દુ સમાજ નથી. આ ભાજપનો કોન્ટ્રાક્ટ નથી.

રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ – અમિત શાહ

રાહુલ ગાંધીના ભાષણ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વિપક્ષના નેતાએ સ્પષ્ટ કહ્યું છે કે જે લોકો પોતાને હિન્દુ કહે છે તેઓ હિંસાની વાત કરે છે અને હિંસા કરે છે. તેઓ જાણતા નથી કે કરોડો લોકો ગર્વથી પોતાને હિન્દુ કહે છે. હિંસાને કોઈ પણ ધર્મ સાથે જોડવી ખોટી વાત છે. તેમણે માફી માંગવી જોઈએ.

તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ ભાજપની વાત કરી રહ્યા છે અને ભાજપની હિંસાનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ મણિપુર, અગ્નિવીર, પીએમ મોદીના મહાત્મા ગાંધી પરના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Web Title: Parliament session updates ruckus in lok sabha over rahul gandhi violence not hindu remark ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×