scorecardresearch
Premium

પાકિસ્તાન સામે ભારતની વધુ મોટી કાર્યવાહી, શોએબ અખ્તર સહિત આ Youtube ચેનલો પર પ્રતિબંધ, વાંચો લિસ્ટ

Pakistani YouTube Channels Blocked : ભારત સરકારે પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર સહિત અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણી ન્યૂઝ ચેનલોના ઓનલાઈન સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Pakistani YouTube Channels Blocked
પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ – પ્રતિકાત્મક તસવીર

Pakistani Youtube Channels Banned in India: પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક પગલું ભરતા ભારત સરકારે પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર સહિત અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણી ન્યૂઝ ચેનલોના ઓનલાઈન સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ડૉન ન્યૂઝ, એઆરવાય ન્યૂઝ, સમા ટીવી અને જિયો ન્યૂઝ સામેલ છે.

પાકિસ્તાન વિરુદ્ધ આ કડક કાર્યવાહી ગૃહ મંત્રાલયની ભલામણોના આધારે કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ભારત, તેના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો અને ખોટી માહિતી પ્રસારિત કરી રહી છે.

પાકિસ્તાનની આ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

યુટ્યુબ ચેનલો જે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. તેમાં ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂક જેવા પત્રકારો દ્વારા ચલાવવામાં આવતી યુટ્યુબ ચેનલોનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, આ ચેનલોમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રઝા નામાનો પણ સમાવેશ થાય છે અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરની યુટ્યુબ ચેનલને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલા આતંકી હુમલામાં નેપાળી નાગરિક સહિત 26 લોકો માર્યા ગયા હતા. પીડિતોને બાયસરન ખીણમાં ગોળી મારવામાં આવી હતી, જે પ્રદેશની એક પ્રખ્યાત ખીણ છે. 2019ના પુલવામા હુમલા બાદ આ વિસ્તારમાં સૌથી ઘાતક હુમલો છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ ઘણા કડક પગલાં લીધા છે. જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને અટારી બોર્ડરને તાત્કાલિક બંધ કરવાનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ખાતરી આપી હતી કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ અને આ હુમલાનું કાવતરું ઘડનારાઓને તેમની કલ્પના બહારની સજા આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદના બાકી રહેલા ગઢોને ખતમ કરવાનો સમય આવી ગયો છે અને 140 કરોડ ભારતીયોની ઈચ્છાશક્તિ હવે આતંકના કાવતરાખોરોની કમર તોડી નાખશે.

Web Title: Pakistani youtube channels banned in india including shoaib akhtar after pahalgam terror attack read full list ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×