scorecardresearch
Premium

Today News Live updates : સર્વપક્ષીય બેઠક પૂર્ણ, પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીને લઈ સરકારને વિપક્ષનું સમર્થન

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 April 2025: આ સાથે જ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બીજી તરફ, બુધવારે પહેલગામના બૈસરનમાં આતંકવાદી હુમલાના બીજા દિવસે શ્રીનગરથી દિલ્હી સુધી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી.

CCS meeting, CCS
પહેલગામ હુમલા બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS ની બેઠક મળી હતી (તસવીર – પીએમ મોદી ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 April 2025 LIVE, આજના તાજા સમાચાર: સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે આ બેઠકમાં ગૃહમંત્રી પણ હાજર હતા. તમામ પક્ષોએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.

જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલામાં 26 પ્રવાસીઓના દુઃખદ મોત થયા છે. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ આવાસ પર મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજીત ડોભાલ સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બીજી તરફ, બુધવારે પહેલગામના બૈસરનમાં આતંકવાદી હુમલાના બીજા દિવસે શ્રીનગરથી દિલ્હી સુધી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી.

Live Updates
13:42 (IST) 24 Apr 2025
Today Live News : BSF જવાન ભૂલથી શૂન્ય રેખા પાર કરી ગયો,તો પાક રેન્જર્સે તેને કસ્ટડીમાં લીધો

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. આ દરમિયાન ભારત-પાકિસ્તાન બોર્ડર પર એક સૈનિક સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયો હતો. આ ઘટના ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર બની હતી. BSF જવાન ભૂલથી ઝીરો લાઇન ઓળંગી ગયો હતો. આ પછી પાકિસ્તાની રેન્જર્સે તેને કસ્ટડીમાં લીધો હતો.

અમર ઉજાલાના અહેવાલ મુજબ, બીએસએફ જવાન કાંટાળા તારની બીજી તરફ નો મેન લેન્ડમાં પાક લણતા ખેડૂતો પર નજર રાખી રહ્યા હતા. દરમિયાન પાક રેન્જર્સે તેને કસ્ટડીમાં લીધો હતો. તમને જણાવી દઈએ કે ખેડૂતોને આ વિસ્તારમાં ઝીરો લાઈન પહેલા ખેતી કરવાની છૂટ છે. જો કે, બીએસએફના જવાનો પાકની વાવણી અને કાપણી દરમિયાન ખેડૂતોની સાથે રહે છે. તેઓને ખેડૂત રક્ષક પણ કહેવામાં આવે છે.

13:41 (IST) 24 Apr 2025
Today Live News : આતંકવાદીઓને કલ્પના કરતા પણ મોટી સજા મળશે : PM મોદી

પીએમ મોદીએ પહેલગામ હુમલા પર સ્પષ્ટ કહ્યું કે આતંકવાદીઓને તેમની કલ્પના કરતા પણ વધુ કઠોર સજા મળશે, દરેક આતંકવાદીને પકડીને સજા કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે આ હુમલો માત્ર તે પ્રવાસીઓ પર નથી, ભારતની આત્માને ઠેસ પહોંચી છે.

10:40 (IST) 24 Apr 2025
Today Live News : સિંધુ જળ સંધિને લઈને નેહરુ પર નિશિકાંત દુબે ભડક્યા

પહેલગામ હુમલા બાદ ભારત સરકારે કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિ રદ કરી છે. આ એક નિર્ણયનું ઘણું મહત્વ છે; પાકિસ્તાન માટે આ એક મોટો ફટકો છે. આ દરમિયાન બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ સંધિને લઈને પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું છે. તેમણે મોદી સરકારના વખાણ પણ કર્યા છે અને તેની 56 ઈંચની છાતીનો પણ ઉલ્લેખ કર્યો છે.

નિશિકાંત દુબેએ x પ્લેટફોર્મ પર લખ્યું કે સાપને પાણી આપવાના કરારના નાયક નેહરુજી, જેમણે 1960માં નોબેલ પુરસ્કાર મેળવવા બદલ અમને સિંધુ, રાવી, બિયાસ, ચિનાબ, સતલજનું પાણી આપીને ભારતીયોનું લોહી વહાવ્યું હતું, આજે મોદીજીએ ભોજન અને પાણી બંધ કરી દીધું છે. પાકિસ્તાનીઓ પાણી વિના મરી જશે, આ છે 56 ઇંચની છાતી. હુક્કો, પાણી, ખાવાનું અને પાણી બંધ કરી દેવામાં આવશે, અમે સનાતની ભાજપના કાર્યકરો છીએ, તેમને ત્રાસ આપીને મારી નાખીશું.

10:38 (IST) 24 Apr 2025
Today Live News : મહારાષ્ટ્રના મૃતક સંતોષ જગદાલના અંતિમ સંસ્કાર

પહેલગામ આતંકી હુમલામાં મૃતક મહારાષ્ટ્રના પુણેના રહેવાસી સંતોષ જગદાલેના અંતિમ સંસ્કાર થયા પુત્રી આશાવરી જગદાલે તેના પિતાને ભારે હૈયે વિદાય આપી.

https://platform.twitter.com/widgets.js

10:35 (IST) 24 Apr 2025
Today Live News : શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે શું કહ્યું?

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત કહે છે કે, “દેશ પર હુમલો થયો છે, ઘણા લોકો માર્યા ગયા છે, આ હુમલામાં પાકિસ્તાનનો આડકતરો હાથ છે કારણ કે જે રીતે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ ચાલે છે અને ત્યાંથી આપણા દેશ પર હુમલા થાય છે. આ નિર્ણયો કરતાં વધુ કડક નિર્ણયો લેવાની જરૂર છે, અને વિપક્ષમાં હોવા છતાં, અમે સરકારના દરેક નિર્ણયને આવકારીએ છીએ. આજે સરકારની સર્વપક્ષીય બેઠકમાં અમે બધા સાથે મળીને નિર્ણય લઈ રહ્યા છીએ.”

https://platform.twitter.com/widgets.js

09:39 (IST) 24 Apr 2025
Today Live News : પહલગામ આતંકી હુમલોના ગુજરાતના ત્રણે મૃતકોની અંતિમ વિદાય

દક્ષિણ જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ સહિત દેશભરના 26 પર્યટકો મોતને ભેટ્યાં હતાં. ગુજરાતના ત્રણે મૃતકોને બુધવારે માત્રે હવાઈ માર્ગે પોતાના વતન લાવવામાં આવ્યા હતા. આજે ત્રણેય મૃતકોને પરિવારજનોને ભારે આક્રંદ સાથે અંતિમ વિદાય આપી હતી. જ્યારે રાજકીય નેતાઓ પરિવારો પર આવેલી આ દુઃખની ઘડીમાં ભાગીદાર થવા માટે મૃતકોના ઘરે પહોંચ્યા હતા.

09:38 (IST) 24 Apr 2025
Today Live News : એશિયન બજારોની નરમાઇથી સેન્સેક્સ નિફ્ટી ડાઉન

સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80116 સામે આજે ઘટીને 80058 ખુલ્યો હતો. રિલાયન્સ, ટીસીએસ, ભારતી એરટેલ જેવા બ્લુચીપ શેરમાં નરમાઇથી સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો ઘટીને 80000 લેવલ નીચે ઉતરી 79866 થયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24328 સામે ગુરુવારે 24277 ખુલ્યો હતો. બેંક નિફ્ટી અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ડાઉન હતા. વૈશ્વિક બજારમાં નિક્કેઇ 250 પોઇન્ટ વધ્યો હતો જ્યારે હોંગકોંગ શેરબજાર 300 પોઇન્ટ ડાઉન હતું.

09:17 (IST) 24 Apr 2025
Today Live News : પહલગામ હુમલામાં ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને CM ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી

જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમને પરિવારના દુ:ખમાં સહભાગી થઈ રવાના થયા હતા.

09:10 (IST) 24 Apr 2025
Today Live News : ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે

ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બુધવારે, તેણે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને એફઆઈઆર માટે ઔપચારિક ફરિયાદ નોંધાવી અને તેના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી.

08:32 (IST) 24 Apr 2025
Today Live News : આજે સર્વપક્ષીય બેઠક યોજાશે, પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી અંગે ચર્ચા થશે

જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલામાં 26 પ્રવાસીઓના દુઃખદ મોત થયા છે. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવામાં આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ આવાસ પર મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજીત ડોભાલ સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બીજી તરફ, બુધવારે પહેલગામના બૈસરનમાં આતંકવાદી હુમલાના બીજા દિવસે શ્રીનગરથી દિલ્હી સુધી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી.

Web Title: Pahalgam terrorist attack live updates today latest news in gujarati live 24 april 2025 ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×