scorecardresearch
Premium

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા

Operation Sindoor : ભારતનું સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવા જઈ રહ્યું છે. જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને તિરુવનંતપુરમના લોકસભા સાંસદ શશિ થરૂરનો સમાવેશ થાય છે.

congress leader Shashi Tharoor
કોંગ્રેસ નેતા શશિ થરૂર – photo- X @ShashiTharoor

Operation Sindoor: આતંકવાદ સામે ભારતના ચાલી રહેલા યુદ્ધમાં ઓપરેશન સિંદૂર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. આ સંદર્ભમાં ભારતનું સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેવા જઈ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળ માટે મોદી સરકારે જે સાંસદોના નામ જાહેર કર્યા છે તેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને તિરુવનંતપુરમના લોકસભા સાંસદ શશિ થરૂરનો સમાવેશ થાય છે.

હકીકતમાં, મોદી સરકારે વિદેશમાં ભારતનો પક્ષ રજૂ કરવા માટે સાત સાંસદોનું એક પ્રતિનિધિમંડળ બનાવ્યું છે. શશિ થરૂર ઉપરાંત ભાજપના રવિશંકર પ્રસાદ, જેડીયુ સાંસદ સંજય ઝા, ભાજપના સાંસદ બૈજયંત પાંડા, ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિ, એનસીપીના સુપ્રિયા સુલે અને શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નામ સામેલ છે.

આ સાંસદો ભારતનો પક્ષ રજૂ કરશે

તમને જણાવી દઈએ કે ભારતનું આ પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લેશે અને પાકિસ્તાન દ્વારા આતંકવાદને પોષવામાં આવી રહેલા પોષણનો પર્દાફાશ કરવા માટે પોતાના વિચારો રજૂ કરશે. ભારતના ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપશે. આ બધા સાંસદો જણાવશે કે ભારત પાકિસ્તાનના આતંકવાદથી કેવી રીતે પીડાઈ રહ્યું છે અને ઓપરેશન સિંદૂર જેવા પગલાં લેવા માટે મજબૂર થયું છે. આ કાર્યવાહીનો હેતુ ફક્ત આતંકવાદીઓને ખતમ કરવાનો છે.

આતંકવાદ સામે એકતાનો સંદેશ આપશે

આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો યુએસ, યુકે, યુએઈ, દક્ષિણ આફ્રિકા, જાપાન અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય સભ્ય દેશોની મુલાકાત લેશે. વિદેશ મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળ સમજાવશે કે ભારત આતંકવાદ સામે કેવી રીતે લડી રહ્યું છે, અને શા માટે આખું વિશ્વ આતંકવાદ સામે એક થયું છે.

આ પણ વાંચોઃ- India Pakistan Tension: મોદી સરકારની વધુ એક કાર્યવાહી, પાકિસ્તાનથી આવનાર માલ અંગે લધું મોટું પગલું

આ પહેલી વાર છે જ્યારે કેન્દ્ર સરકાર આ રીતે અનેક પક્ષોના સાંસદોને વિદેશ પ્રવાસ પર મોકલી રહી છે. તેનો ઉદ્દેશ્ય કાશ્મીર પર ભારતનું વલણ સ્પષ્ટ કરવાનો તેમજ સરહદી આતંકવાદ અને પાકિસ્તાનની આતંકવાદી ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે.

Web Title: Operation sindoor modi government gives responsibility lok sabha mp shashi tharoor in all party delegation ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×