scorecardresearch
Premium

વન નેશન વન ઇલેક્શન : એક મતદાર યાદી, બંધારણમાં ફેરફાર, કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ

One Nation-One Election, વન નેશન વન ઇલેક્શન : એક તરફ લોકસભા ચૂંટણી 2024ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ વન નેશન વન ઇલેક્શન માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. જે સંદર્ભે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.

one nation one election
મતદાન માટે તૈયારીઓ કરતા અધિકારીઓ, ફાઇલ તસવીર – express photo

One Nation-One Election, વન નેશન વન ઇલેક્શન માટે રોડમેપ તૈયાર કરવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટી આજે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે. આ 18,000 પાનાનો અહેવાલ આઠ વોલ્યુમમાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ ઉચ્ચ સ્તરીય સમિતિ એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારાની ભલામણ કરી છે..

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. માહિતી અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિ એક રાષ્ટ્ર-એક ચૂંટણી માટે નક્કર મોડલની ભલામણ કરી છે.

વન નેશન વન ઇલેક્શન : મતદાર યાદી જાળવવા વિનંતી

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મતદાર યાદી રાખવાની ભલામણ કરવામાં આવી શકે છે. ચૂંટણી માટે બંધારણમાં સુધારાની ભલામણ કરવાની પણ શક્યતા છે. સૂચિત અહેવાલ લોકસભા વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ મતદાર યાદી પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. સપ્ટેમ્બર 2023 માં રચાયેલી સમિતિને વર્તમાન બંધારણીય માળખાને ધ્યાનમાં રાખીને લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની એક સાથે ચૂંટણીઓ યોજવા માટે શક્યતાઓ શોધવા અને ભલામણો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

વન નેશન વન ઇલેક્શન માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એનકે સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ અને વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનો પણ સમાવેશ થાય છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સમિતિના વિશેષ આમંત્રિત સભ્ય છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સમિતિને સંપૂર્ણ કપટ ગણાવીને ના પાડી દીધી હતી.

આ પણ વાંચોઃ- ભાજપ ઉમેદવાર યાદી : રિપીટ ફેક્ટરનું વર્ચસ્વ, મંત્રીઓને પણ ટિકિટ, ભાજપની બે યાદી બાદ મોટું ચિત્ર સ્પષ્ટ

જર્મન મોડલ પર પણ ચર્ચા

સૂત્રોના જણાવ્યા અનુસાર, વન નેશન વન ઇલેક્શન રોડ મેપ માટે સમિતિએ અવિશ્વાસના રચનાત્મક મતના જર્મન મોડલ પર પણ ચર્ચા કરી હતી. જ્યાં સત્તાધારી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય પરંતુ તેની ભલામણ ન કરવા સામે નિર્ણય લેવાયો. સમિતિએ ચૂંટણી પંચ (EC) ને ઓછામાં ઓછા બે વાર પત્ર લખીને બેઠકની માંગણી કરી હતી પરંતુ EC સમિતિને મળી ન હતી અને તેનો લેખિત જવાબ મોકલ્યો હતો. સમિતિએ એક સાથે ચૂંટણીની મેક્રો ઇકોનોમિક અસર તેમજ ગુનાના દર અને શિક્ષણના પરિણામો પરની અસરની તપાસ કરી હતી.

Web Title: One nation one election ex president ram nath kovind report will submit president droupadi murmu today ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×