scorecardresearch
Premium

ભારતની ચલણી નોટો પર બદલાશે આ એક વસ્તુ, જાણો તેના પાછળનું કારણ

RBI Governor Sign on Indian Currency: હવે દેશની ચલણી નોટો પર બીકાનેરના સંજય મલ્હોત્રાની સહી નજર આવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાએ પોતાનું પદ સંભાળી લીધુ છે.

RBI , RBI governer, ias sanjay malhotra,
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાએ પોતાનું પદ સંભાળી લીધુ છે. (તસવીર: Canva)

RBI Governor Sign on Indian Currency: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિય દેશની સેન્ટ્રલ બેંક છે. તેને તમામ બેંકોની બેંક કહેવામાં આવે છે. આરબીઆઈ તરફથી દરેક નોટ પર ગવર્નરની સહી હોય છે. કોઈ પણ નોટ એવી નહીં મળે જેમાં ગવર્નરની સહી ન હોય. હવે દેશની ચલણી નોટો પર બીકાનેરના સંજય મલ્હોત્રાની સહી નજર આવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાએ પોતાનું પદ સંભાળી લીધુ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 અંતર્ગત કરન્સી મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે. આરબીઆઈ એક્ટની કલમ 22 રિઝર્વ બેંકને નોટને જારી કરવાનો અધિકાર આપે છે.

નોટ પર સહી કેમ કરે છે રિઝર્વ બેંકના ગવર્નર?

હવે ચલણી નોટો પર આરબીઆઈના ગવર્નરની સહીની વાત કરીએ તો બે કે તેથી વધુ રૂપિયાની નોટો પર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય છે. આ તે નોટના કાયદેસર હોવાનો પુરાવો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની સહી સાથે નોટો પર એક નાનું વચનપત્ર પણ હોય છે. તેજ તેને કાયદાસર બનાવે છે. આ વચનપત્રમાં લખેલું હોય છે કે હું ધારકને રૂપિયા આપવાનું વચન આપુ છું. આ લાઈન દરેક નોટ પર લખેલી જોવા મળે છે.

આ પણ વાંચો: ખાનગી હાથોમાં હશે ભારતીય રેલવેની કમાન? રેલ મંત્રીએ કરી સ્પષ્ટતા, જાણો દરેક સવાલનો જવાબ

E

કોણ છે સંજય મલ્હોત્રા?

મહેસૂલ સચિવ મલ્હોત્રા 1990ના રાજસ્થાન કેડરના IAS અધિકારી છે. તેમણે આરબીઆઈના ગવર્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેમણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે. ભારતીય રિઝર્વ બેંકનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ કેન્દ્રીય નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કામ કરતા હતા. સંજય મલ્હોત્રા IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસી વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. નાણા મંત્રાલયના સૌથી વરિષ્ઠ અધિકારીને આરબીઆઈના ગવર્નર પદ પર નિયુક્ત કરવાની પરંપરા તાજેતરની નથી પરંતુ તે ઘણી જૂની છે. આરબીઆઈના 26મા ગવર્નર તરીકે ચાર્જ સંભાળનાર બિકાનેરના પુત્રનો કાર્યકાળ માત્ર ત્રણ વર્ષનો રહેશે.

Web Title: Now india currency notes will bear the signature of new rbi governor sanjay malhotra rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×