scorecardresearch
Premium

National Bird Day 2025 : રાષ્ટ્રીય પક્ષી દિવસ શા માટે ઉજવાય છે, જાણો ઇતિહાસ અને મહત્વ

National Bird Day 2025 : દેશમાં દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણ અને પક્ષીપ્રેમીઓ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરે છે

National Bird Day 2025, National Bird Day
National Bird Day 2025 : દેશમાં દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે (તસવીર – કેનવા)

National Bird Day 2025 : દેશમાં દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણ અને પક્ષીપ્રેમીઓ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરે છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ એ પક્ષીઓ પ્રત્યેના પ્રેમ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે. રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી આ પર્યાવરણીય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા અને સમગ્ર વિશ્વમાં પક્ષીઓના રક્ષા અને સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા માટે એક પ્લેટફોર્મ અને તક પૂરી પાડે છે.

રાષ્ટ્રીય પક્ષી દિવસ ઇતિહાસ

બોર્ન ફ્રી યુએસએ અને એવિયન વેલ્ફેર ગઠબંધન દ્વારા વર્ષ 2002માં પ્રથમ વખત રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પક્ષી દિવસ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાભરના પક્ષી પ્રેમીઓ અને અન્ય લોકો સમાન રીતે ઉજવણી કરે છે. પક્ષીઓને સમર્પિત આ દિવસનું ઘણું મહત્વ છે.

રાષ્ટ્રીય પક્ષી દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી કરવા માટે, લોકો પક્ષી નિરીક્ષણ સિવાય પક્ષી સંબંધિત ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. પક્ષીઓ વિશે અધ્યયન કરે છે અને બીજાને શિક્ષિત કરે છે. તમને જણાવી દઈએ કે પક્ષીઓની 10,000 થી વધુ પ્રજાતિઓ છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ આ પક્ષીઓ વિશે વધારે જાણવા અને તેમના સંરક્ષણ વિશે જણાવે છે.

આ પણ વાંચો – દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી કેમ કરાય છે, જાણો શું છે બ્રેઈલ લિપિ

એવો અંદાજ છે કે આ સદીના અંત સુધીમાં લગભગ 1200 પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ જશે અને કાયમ માટે નાશ પામશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે ગેરકાયદેસર વેપાર, આબોહવા પરિવર્તન અને બીમારીઓથી પક્ષીઓ થતા ખતરા વિશે જાગૃતિ લાવવાનું શરૂ કરીએ.

Web Title: National bird day 2025 date history theme and significance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×