scorecardresearch
Premium

Sunita Williams Return: સુનીતા વિલિયમ્સની વાપસીનું લાઇવ કવરેજ ક્યા અને ક્યારે દેખાશે? જાણો તમામ વિગત

NASA Sunita Williams Return Live Broadcast: નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ધરતી પર લાવવા લઇ ક્રૂ 9 રોકેટ રવાના થઇ ગયું છે. બંને અવકાશયાત્રીના ધરતી પર વાપસીનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા મળશે.

sunita williams and Butch Wilmore in space | sunita williams | Butch Wilmore | NASA Astronautsspace | sunita Williams space walk

NASA Sunita Williams Return : નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નવ મહિના બાદ પૃથ્વી પર આવવા રવાના થઇ ગયા છે. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ટેકનિકલ ખામીના કારણે 9 મહિના કરતા વધારે સમયથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હતા. બંને અવકાશયાત્રીને અંતરિક્ષમાંથી સુરક્ષિત પર લાવવા માટે નાસા એ ખાસ રોકેટ મોકલ્યું છે. સુનતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ક્રૂ 9ના સભ્ય અવકાશયાત્રી નિક હેગ અને કોસ્મોનેટ અલેક્ઝાન્ડાર ગોરબુનોવ સાથે ધરતી પર પરત આવશે. AFPના રિપોર્ટ મુજબ સ્પેસએક્સના કેપ્શૂલ ક્રૂ 9 ISS પરથી અવકાશયાત્રીને લઇ રવાના થઇ ગયું છે.

સુનીતા વિલિયમ્સ પૃથ્વ પર ક્યારે પરત આવશે?

નાસા એ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર પરત આપવવાની તારીખ અને સમયની જાણકારી આપી છે. ઉપરાંત નાસા અવકાશયાત્રીના ધરતી પર પરત વાપસીનું લાઇવ કવરેજ પણ જોવા મળશે. જેની શરૂઆત ડ્રેગન સ્પેસક્રાફ્ટ હેચ ક્લોઝરની તૈયાર સાથે ભારતીય સમય મુજબ મંગળવાર 18 માર્ચની સવારે 8:15 વાગે કે ઇસ્ટર્ન ટાઇમ ઝોન મુજબ 17 માર્ચ સોમવાર રાતે 10.45 વાગે થઇ ચૂકી છે.

ક્રૂ 9 મિશનના સફળ લેન્ડિંગ માટે તૈયારી

નાસાએ કહ્યું કે, તેમણે એજન્સીના ક્રૂ મિશનની ધરતી પર સુરક્ષિત વાપસી માટે ફ્લોરિડાના દરિયા કિનારે હવામાન અને સ્પલેશડાઉનની સ્થિતિની તપાસ માટે રવિવાર 16 માર્ચે સ્પેસએક્સના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. નાસાએ કહ્યું કે, ક્રૂ 9 મિશનના મેનેજર આ વિસ્તારની હવામાન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, કારણ કે ડ્રેગન સ્પેસક્રાફ્ટનું અનડોકિંગ ઘણા પરિબળો પર નિર્ભર કરે છે. તેમા સ્પેસક્રાઇટના રેડિનેસ, રિકવરી ટીમની રેડિનેસ, હવામાન, દરિયાની સ્થિતિ સહિત ઘણા પરિબળો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નોંધનિય છે કે, નાસા અને સ્પેસએક્સ ક્રૂ 9ની વાપસીની નજીક ખા સ્પલેશડાઉનના સ્થળની પૃષ્ટિ કરશે.

સુનીતા વિલિયમ્સની વાપસીનું લાઇવ સ્ટ્રીમ ક્યા અને ક્યારે દેખાશે?

ઉલ્લેખનિય છે કે, નાસા સ્પેસએક્સ ક્રૂ 9ના સભ્ય ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી લઇ ધરતી પર વાપસી સુધીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનાછે. આ લાઇવસ્ટ્રીમ એજન્સીના ફ્રી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નાસા+ (અગાઉની નાસા ટીવી) પર જોવા મળશે. તે ઉપરાંત plus.nasa.gov પર મફતમાં લાઇવ સ્ટ્રીમિંગ જોવા મળશે.

ઉપરાંત નાસાના પ્રોગ્રામિંગને સ્પેસ એજન્સીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સ, ફેસબુક, યુટ્યૂબ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તો થર્ડ પાર્ટી સર્વિસમાં રોકુ, હુલુ, ડાયરેક્ટ ટીવી, ડિશ નેટવર્ક, ગૂગલ ફાયબર, એમેઝોન ફાયર ટીવી અને એપ્પલ ટીવી પર નાસા પ્રોગ્રામિંગ જોવા મળશે. જોકે આ થર્ડ પાર્ટી સર્વિસ પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે સબ્સક્રિપ્શન ચાર્જ ચૂકવવો પડશે.

ભારતીય સમય અનુસાર ક્રૂ 9 વાપસીનું કવરેજ

18 માર્ચ (મંગળવાર) – સવારે 8:15 વાગે – હેચ ક્લોઝિંગનું કવરેજ નાસા+ પર શરૂ થશે
18 માર્ચ (મંગળવાર) – સવારે 10:15 વાગે – અનડોકિંગનું કવરેજ નાસા+ પર શરૂ
18 માર્ચ (મંગળવાર) – સવારે 10:35 વાગે – અનડોકિંગ
18 માર્ચ (મંગળવાર) – ઓડિયો કવરેજ સતત ચાલુ – અનડોકિંગ કવરેજ સમાપનનું કવરેજ (માત્ર ઓડિયોમાં)
18 માર્ચ (મંગળવાર) – સ્પલેશડાઉનના સ્થળ પર હવામાનની સ્થિતિ જોઇ ડીઓર્બિટ બર્ન પહેલા કવરેજ શરૂ થશે
19 માર્ચ (બુધવાર) – રાતે 2:15 વાગે – નાસા+ પર વાપસીનું કવરેજ શરૂ થશે
19 માર્ચ (બુધવાર) – રાતે 2:41 વાગે (લગભગ) – ડીઓર્બિટ બર્ન (અંદાજીત સમય)
19 માર્ચ (બુધવારે) – રાતે 3:27 વાગે (લગભગ) – સ્પલેશડાઉન (અંદાજીત સમય)

Web Title: Nasa sunita williams return date time live broadcast watch butch wilmore iss nasa spacex crew 9 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×