scorecardresearch
Premium

Sunita Williams Return: સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પરત આવશે, નાસાનું રોકેટ ISS પહોંચ્યું

NASA Sunita Williams Butch Wilmore Return Mission: નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાંથી પૃથ્વી પર પરત લાવવા ફાલ્કન 9 રોકેટ દ્વારા શુક્રવારે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ આઈએસએસ પર પહોંચ્યું છે.

sunita williams and Butch Wilmore in space | sunita williams | Butch Wilmore | NASA Astronautsspace | sunita Williams space walk

NASA Sunita Williams Butch Wilmore Return Mission: નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ટૂંક સમયમાં પૃથ્વી પર પરત આવી રહ્યા છે. બંને નાસા અવકાશયાત્રી 9 મહિનાથી અંતરિક્ષમાં છે. નાસાનું ક્રૂ-10 મિશન તેમની વાપસી માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પહોંચી ગયું છે. આ મિશનને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ચાર નવા અવકાશયાત્રીઓનો સામેલ છે. આ અવકાશયાત્રીનું કામ સ્પેસ સ્ટેશન પર વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનું અને જૂના ક્રૂને બદલવાનું રહેશે.

ટેકનિકલ ખામીથી વાપસીમાં વિલંબ

સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર થોડા મહિનામાં પાછા ફરવાના હતા, પરંતુ ટેકનિકલ અવરોધોને કારણે તેમને નવ મહિના સુધી અવકાશમાં આઇએસએસ રહેવું પડ્યું છે. તેઓ ગયા વર્ષે જૂનમાં બોઇંગ સ્ટારલાઇનર થી અવકાશમાં ગયા હતા, પરંતુ સુરક્ષાની ચિંતાને કારણે તેમની વાપસીમાં વિલંબ થયો હતો. હવે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સૂલ દ્વારા તેમના પરત ફરવાનો રસ્તો સાફ કરી દેવામાં આવ્યો છે.

ક્રૂ-10 મિશનની યાત્રા અને નવી જવાબદારીઓ

ક્રૂ-10 મિશનમાં એની મેકક્લેન, નિકોલ એયર્સ, તાકુયા ઓનિશી અને કિરિલ પેસકોવ સામેલ છે. તેઓ આઈએસએસમાં ચાલી રહેલા 200 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો અને ટેકનિકલ રિસર્ચ કરશે. તેમની હાજરી સ્ટેશનને સરળતાથી સંચાલિત કરવાનું ચાલુ રાખશે અને ભાવિ અવકાશ મિશનને માર્ગદર્શન આપશે.

સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાંથી સુરક્ષિત પરત લાવવા માટે આ મિશનને ફાલ્કન 9 રોકેટ દ્વારા શુક્રવારે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. અગાઉ બુધવારે આ સેટેલાઇટ લોન્ચ થવાનું હતું, પરંતુ ગ્રાઉન્ડ સપોર્ટ સિસ્ટમમાં ખામી સર્જાતા તેને અટકાવી દેવામાં આવી હતી. સ્પેસએક્સ ટીમે તકનીકી ખામીઓને સુધાર્યા પછી ફરીથી આ મિશનને મંજૂરી આપી હતી અને તે કોઈ પણ વિક્ષેપ વિના તેના લક્ષ્યસ્થાન પર પહોંચી ગઈ હતી.

ક્રૂ-10 મિશન શનિવારે રાત્રે આઇએસએસ સાથે જોડાઇ ગયું હતું અને અવકાશયાત્રીઓ રવિવારે આ સ્ટેશનમાં પ્રવેશવાના છે. આ પછી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વી પર સુરક્ષિત પરત લાવવાની પ્રક્રિયા શરૂ થશે. નાસાના જણાવ્યા અનુસાર તેઓ આગામી સપ્તાહ સુધીમાં પૃથ્વી પર પરત ફરશે.

નવો ક્રૂ આગામી છ મહિના સુધી આઇએસએસ પર રહેશે અને મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનમાં ફાળો આપશે. બીજી તરફ, વિલિયમ્સ અને વિલ્મોરની લાંબી સફર પૂરી થવાની તૈયારીમાં છે, અને તેઓ ટૂંક સમયમાં જ તેમના પ્રિયજનો વચ્ચે પાછા ફરશે. આ મિશન માનવ અવકાશ સંશોધનનું બીજું મોટું પગલું સાબિત થશે.

Web Title: Nasa astronauts sunita williams butch wilmore return earth falcon 9 crew 10 mission reached iss as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×