scorecardresearch
Premium

MUDA કૌભાંડ : કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા સામે કેસ દાખલ થશે, રાજ્યપાલે આપી મંજૂરી, શું છે મામલો?

Karnataka MUDA Scam cm Siddaramaiah : કર્ણાટક સીએમ સિદ્ધારમૈયા MUDA જમીન ફાળવણી કૌભાંડના કેસ મામલે મુશ્કેલીમાં મુકાયા છે, રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમની સામે કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે, વિપક્ષ કેસને પડકારશે.

Karnataka MUDA Scam cm Siddaramaiah
કર્ણાટક મુડા કૌભાંડ સીએમ સિદ્ધારમૈયા

Karnataka MUDA Scam : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓમાં વધારો થવા જઈ રહ્યો છે. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે MUDA જમીન કૌભાંડ કેસમાં તેમની સામે કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન સિદ્ધારમૈયા હાઈકોર્ટમાં કેસ ચલાવવાની મંજૂરીને પડકારશે. આ અંગે સોમવારે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે. કાર્યકર્તા ટીજે અબ્રાહમે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન ફાળવણી કેસમાં સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

લોકશાહી બચાવવી જોઈએ – ડીકે શિવકુમાર

સીએમ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા પર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું, “1 ઓગસ્ટે, અમે કેબિનેટની બેઠક યોજી હતી અને રાજ્યપાલને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી. અમે તેમને એમ પણ કહ્યું કે, કોઈ ફરિયાદ નથી. ફરિયાદને ફગાવીને યોગ્યતા અને લોકશાહીને બચાવવી જોઈએ.”

ભાજપે સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું

MUDA કૌભાંડમાં તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા બદલ ભાજપે સીએમ સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું છે. બીજેપી સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, “ઈન્ડિયા ગઠબંધન સરકારો અને તેના નેતાઓ બંધારણનો અનાદર કરી રહ્યા છે. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સીએમ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. થોડા દિવસો પહેલા MUDA જમીન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સિવિલ સોસાયટીના લોકોએ રાજ્યપાલને અરજી કરીને મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. મૈસુરના પોશ વિસ્તારોમાં 14 જમીન સિદ્ધારમૈયાની પત્નીને ફાળવવામાં આવી હતી. કુલ ભ્રષ્ટાચાર 4000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે.

ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, “કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર કદાચ આ દેશના ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર છે અને તેથી તેમણે લૂંટ અને જૂઠાણાને પોતાનો પ્રાથમિક એજન્ડા બનાવ્યો છે અને તેણે કદાચ સરકારના દરેક વિભાગને લૂંટ્યા છે.

તેમણે કહ્યું કે, MUDA કૌભાંડ રૂ. 5,000 કરોડના કૌભાંડ સાથે સંબંધિત છે, જ્યાં મુખ્ય જમીનના પાર્સલ મુખ્ય પ્રધાનની પત્ની, મુખ્ય પ્રધાનના મિત્રો અને સહયોગીઓને સોંપવામાં આવ્યા હતા અને મુખ્ય પ્રધાને તેમના સોગંદનામામાં પણ તેનો ખુલાસો કર્યો ન હતો. મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને ન્યાયી તપાસની મંજૂરી આપવી જોઈએ.

આ પણ વાંચો – Voice of Global South Summit: વિશ્વના પડકારોનો સામનો કરવામાં ભારત બન્યું મોટી શક્તિ, PM મોદીએ ગ્લોબલ સમિટમાં કહ્યું મોટી વાત

શું છે MUDA કૌભાંડ?

વિપક્ષનો આરોપ છે કે, મુખ્યમંત્રીની પત્નીને વળતર આપવા માટે મોંઘા વિસ્તારમાં જગ્યા ફાળવવામાં આવી હતી. આરોપોનો જવાબ આપતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ ફાળવણી 2021 માં ભાજપના કાર્યકાળ દરમિયાન જ કરવામાં આવી હતી. MUDA એ કર્ણાટકની રાજ્ય સ્તરીય વિકાસ એજન્સી છે, જેની રચના મે 1988 માં થઈ હતી. MUDA નું કાર્ય શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનું, ગુણવત્તાયુક્ત શહેરી માળખાકીય સુવિધા પૂરી પાડવાનું, પોસાય તેવા આવાસ પૂરા પાડવા, આવાસનું નિર્માણ વગેરે કરવાનું છે.

Web Title: Muda scam case will be filed against karnataka cm siddaramaiah governor gives permission km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×