scorecardresearch
Premium

Most Secure Smratphones : દુનિયાના 4 સૌથી સુરક્ષિત સ્માર્ટફોન, જાણો ખાસિયત અને કિંમત

Most Secure Smartphone : જો સ્માર્ટફોન પસંદ કરતી વખતે સુરક્ષા તમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે, તો તમારે રેગ્યુલર બ્રાન્ડ્સથી ઉપર જવું પડશે. આ અહેવાલમાં અમે તમને દુનિયાના સૌથી સુરક્ષિત સ્માર્ટફોન વિશે જણાવીશું, જેમાં ટોપ લેવલ સિક્યોરિટી ફીચર્સ છે.

Most Secure Smartphone | Most Secure Smartphone In the World | Most Secure Smartphone Features and Price | Purism Librem 5 | Sirin Labs Finney U1 | Katim R01
Most Secure Smratphones : દુનિયાના 4 સૌથી સુરક્ષિત સ્માર્ટફોન, જાણો ખાસિયત અને કિંમત

Most Secure Smratphones : એપલ, સેમસંગ, ગૂગલ જેવી પ્રખ્યાત બ્રાન્ડ પોતાના સ્માર્ટફોનમાં વધુ સારા પ્રોટેક્શન માટે નવા સિક્યોરિટી ફીચર્સ એડ કરતા હોય છે. પરંતુ તેમ છતાં આ ફોનના હેકિંગને લગતી ઘણી ઘટનાઓ પ્રત્યક્ષ છે. જો સ્માર્ટફોન પસંદ કરતી વખતે સુરક્ષા તમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે, તો તમારે રેગ્યુલર બ્રાન્ડ્સથી ઉપર જવું પડશે. આ અહેવાલમાં અમે તમને દુનિયાના સૌથી સુરક્ષિત સ્માર્ટફોન વિશે જણાવીશું, જેમાં ટોપ લેવલ સિક્યોરિટી ફીચર્સ છે.

પ્યુરિઝમ લિબ્રેમ 5 (Purism Librem 5)

Purism કંપનીનો Librem 5એ પ્રાઇવેસી-ફર્સ્ટ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન PureOS પર ચાલે છે ,જે Linux આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે. આ ડિવાઇસમાં બધા સૉફ્ટવેર અને હાર્ડવેર કંટ્રોલ યૂઝરને મળે છે. જેથી કોઈ તેમને ટ્રૅક ન કરી શકે. આ સ્માર્ટફોનની સૌથી મહત્વની વિશેષતા ફિઝિકલ કીલ સ્વિચ છે. જેની મદદથી બ્લૂટૂથ, વાઇ-ફાઇ અને સેલ્યુલર સિગ્નલને ડિસેબલ કરી શકાય છે. આ સાથે ડિવાઇસમાં કેમેરા અને માઇક્રોફેન્સને પણ ડિસેબલ કરવાની સ્વિચ પ્રદાન કરવામાં આવી છે. Purism Librem 5ની કિંમત લગભગ $999 (રૂ.83,294) છે.

અન્ય આધુનિક સ્માર્ટફોનની જેમ, Purism Librem 5માં રિમૂવેબલ બેટરી છે. બેઝિક સ્માર્ટફોન ફીચર્સની વાત કરીએ તો આ ડિવાઈસમાં મોટી ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં નેવરબોલ જેવી ગેમ્સ પણ રમી શકાય છે. આ ફોનમાં Vivante GC7000Lite GPU ઉપલબ્ધ છે. હેન્ડસેટમાં 3GB રેમ અને 32GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

સિરીન લેબ્સ ફિની U1 (Sirin Labs Finney U1)

Sirin Labs Finney U1એ એક સિક્યોર સ્માર્ટફોન છે, જે બ્લોકચેન ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ફોન વિશ્વનો પ્રથમ સાયબર-સુરક્ષિત બ્લોકચેન-સક્ષમ સ્માર્ટફોન કહેવાય છે. આ સ્માર્ટફોન રીઅલ-ટાઇમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે કૉલ્સ, સંદેશાઓ અને ઇમેઇલ્સને સપોર્ટ કરે છે. Sirin Labs Finneyની કિંમત $899 ( રૂ. 74,957) છે.

ડિવાઇસમાં Finney App લોક સાથે આવે છે, જેની મદદથી વપરાશકર્તાઓ તેમના ફોનમાં સંગ્રહિત ડેટા સુરક્ષિત કરી શકે છે. આ ફોનમાં એમ્બેડેડ કોલ્ડ સ્ટોરેજ વોલેટ છે, જે ફક્ત 2 ઇંચની મલ્ટી-ટચ સેફ સ્ક્રીન દ્વારા એક્સેસ કરી શકાય છે. ડિવાઇસમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તો ફોનમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

બિટિયમ ટફ મોબાઈલ 2 (Bittium Tough Mobile 2)

બિટિયમ ટફ મોબાઈલ 2 સ્માર્ટફોન ‘ન્યૂ સ્ટાન્ડર્ડ ફોર અલ્ટ્રા-સિક્યોર મોબાઈલ કમ્યુનિકેશન્સ’ ટેગલાઈન સાથે આવે છે. આ ફોનમાં એડવાન્સ સિક્યોરિટી છે. સાથે જ આ ફોનમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરવામાં આવે છે અને તેમાં કોઈપણ પ્રકારની હાર્ડવેર મેનીપ્યુલેશન અને ડેટા ચોરીને રોકવા માટે ટેમ્પર-પ્રૂફ ટેક્નોલોજી આપવામાં આવી છે. ત્યારે બિટિયમ ટફ મોબાઈલ 2ની કિંમત 1,729 ડોલર (લગભગ રૂ. 1,44,162) છે.

આ મોબાઇલમાં વાયરલેસ કનેક્શન્સ માટે હાર્ડવેર-આધારિત પ્રાઇવેસી મોડ છે. તેમાં બિટિયમ સિક્યોર કોલ ટેકનોલોજી છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે ઓડિયો અને વિડિયો કોલ્સને એનેબલ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 અને નવા OS વર્ઝન પર ચાલે છે અને તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 670 પ્રોસેસર છે.

Katim R01

Katim R01એ અતિ-સુરક્ષિત ફોન છે, જે કઠોર બિલ્ડ ગુણવત્તા સાથે આવે છે. આ ઉપકરણમાં સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે ટેમ્પર-પ્રૂફ સ્માર્ટફોન છે , જે MIL-STD 810G મિલિટરી સર્ટિફિકેશન સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં ઉપકરણમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે તમામ ડેટા સુરક્ષિત વાતાવરણમાં સંગ્રહિત થાય છે. આમાં પાસકોડ અને ફિંગરપ્રિન્ટ પણ સામેલ છે. આ ઉપકરણમાં ઉપલબ્ધ યુએસબી ઇન્ટરફેસ માલવેર અને ડેટા ચોરીથી રક્ષણ માટે પણ સુરક્ષિત છે. આ સ્માર્ટફોનની કિંમત $1,100 (લગભગ રૂ. 91,717) છે.

આ પણ વાંચો : Honor X7b : 108MP કેમેરા સાથે ઓનર એક્સ 7બી સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને તમામ ખાસિયત

આ ડિવાઇસમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે. આ ફોનમાં 6.56 ઇંચની ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ સ્માર્ટફોનમાં Katim OS છે જે હાર્ડન એન્ડ્રોઇડ પર આધારિત છે. ફોનની એક્સટર્નલ બોડી કઠોર છે અને આ ફોન LTE નેટવર્કને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં, શિલ્ડ મોડને સક્ષમ કરવા માટે એક અલગ બટન આપવામાં આવ્યું છે, જે સ્માર્ટફોનમાં આપવામાં આવેલા વાયરલેસ નેટવર્ક, માઇક્રોફોન અને કેમેરાને અક્ષમ કરી શકે છે.

Web Title: Most secure smartphones in the world features and price purism librem 5 sirin labs finney u1 katim r01 js import mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×