scorecardresearch
Premium

આ છે ભારતમાં વેચાતી સૌથી મોંઘી કેરી, આ કેરી પ્રતિ કિલો રૂ. 2,50,000 માં વેચાય

Expensive Mangos In India: ભારતને કેરીઓનો દેશ કહેવામાં આવે છે. અહીંની માટી અને હવામાન મળીને કેરીની એવી જાતોને જેન્મ આપે છે જે સ્વાદમાં ઉત્તમ જ નથી પણ કિંમતમાં પણ શાહી છે.

most expensive mangoes sold in India, Miyazaki mango, Kesar mango
જાપાનની મિયાઝાકી વિશ્વની સૌથી મોંઘી કેરી છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Expensive Mangos In India: ભારતને કેરીઓનો દેશ કહેવામાં આવે છે. અહીંની માટી અને હવામાન મળીને કેરીની એવી જાતોને જેન્મ આપે છે જે સ્વાદમાં ઉત્તમ જ નથી પણ કિંમતમાં પણ શાહી છે. કેરી ઉનાળાનું સૌથી પ્રિય ફળ છે, પરંતુ કેટલીક કેરીઓ એવી છે જે દરેક વ્યક્તિ સરળતાથી ખરીદી શકતી નથી. આ કેરીઓ એટલી મોંઘી છે કે તમે તેમની કિંમત સાંભળીને ચોંકી જશો. આ મોંઘી કેરીઓ મર્યાદિત માત્રામાં અને ખાસ પરિસ્થિતિઓમાં ખૂબ કાળજી સાથે ઉગાડવામાં આવે છે. આ જ કારણ છે કે તેમનો સ્વાદ, સુગંધ અને રંગ અન્ય કેરીઓથી સંપૂર્ણપણે અલગ હોય છે. આવી કેરીઓની કિંમત પ્રતિ કિલો હજારો રૂપિયા સુધી પહોંચે છે. જો તમે કેરી ખાવાના શોખીન છો તો તમારા માટે આ ખાસ અને મોંઘી કેરીઓ વિશે જાણવું ચોક્કસપણે રસપ્રદ રહેશે. તો ચાલો જાણીએ આ કિંમતી કેરીઓ વિશે…

નવાબો ની કેરી (કોહિનૂર)

કોહિનૂર કેરીની ગણતરી ભારતની સૌથી શાહી કેરીઓમાં થાય છે. તે મોટાભાગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ઉગાડવામાં આવે છે અને નવાબોના સમયથી તેને ખાસ માનવામાં આવે છે. તેનો સ્વાદ ખૂબ જ મીઠો અને સુગંધિત હોય છે. તેની કિંમત પ્રતિ કેરી ₹2,000 થી ₹3,000 જેટલી હોય છે. ક્યારેક તેની કિંમત આનાથી પણ વધી જાય છે.

કેરીનો રાજા આલ્ફોન્સો (હાપુસ કેરી)

most expensive mangoes sold in India
આલ્ફોન્સો કેરી, જેને હાપુસ કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. (તસવીર: સોશિયલ મીડિયા)

આલ્ફોન્સો કેરી, જેને હાપુસ કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહારાષ્ટ્રના રત્નાગિરિ અને દેવગઢમાં ઉગાડવામાં આવે છે. આ કેરી તેના ઘેરા પીળા રંગ, મીઠા સ્વાદ અને ઓછા રેસાવાળા પલ્પ માટે જાણીતી છે. વિદેશમાં તેની ભારે માંગ છે. તેની કિંમત: પ્રતિ ડઝન ₹500 થી ₹1,500 હોય શકે છે.

વિશ્વની સૌથી મોંઘી કેરી, મિયાઝાકી

most expensive mangoes sold in India, Miyazaki mango
આ કેરીની એક જાપાની જાત છે. (તસવીર: સોશિયલ મીડિયા)

આ કેરીની એક જાપાની જાત છે પરંતુ તે ભારતમાં મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક સ્થળોએ પણ ઉગાડવામાં આવે છે. તેને એગ ઓફ સનશાઇન પણ કહેવામાં આવે છે. તે ખૂબ જ રસદાર, લાલ રંગની અને ખૂબ જ મોંઘી હોય છે. તેની કિંમત પ્રતિ કિલો ₹15,000 થી ₹2,50,000 હોય શકે છે.

કેસર કેરી મીઠાશમાં બેમિશાલ

Kesar mango, કેસર કેરી
કેસર કેરી તેના કેસરી રંગ અને અતિશય મીઠાશ માટે ખૂબ પ્રખ્યાત છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના જૂનાગઢ અને ગીર પ્રદેશમાં ઉગાડવામાં આવતી કેસર કેરી તેના કેસરી રંગ અને અતિશય મીઠાશ માટે ખૂબ પ્રખ્યાત છે. આ કેરી સ્વાદ તેમજ સુગંધમાં ખૂબ જ ખાસ હોય છે. તેની કિંમત: ₹. 700 થી ₹.1,500 પ્રતિ ડઝન હોય શકે છે.

આ પણ વાંચો: ગુજરાતના 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

સ્વાદમાં લાજવાબ નૂરજહાં કેરી

આ કેરી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં ઉગાડવામાં આવે છે અને તે તેના મોટા કદ માટે પ્રખ્યાત છે. નૂરજહાં કેરીનું વજન 2-3 કિલો સુધી હોઈ શકે છે. તેનો સ્વાદ પણ ખૂબ જ ખાસ હોય છે અને તે બજારમાં ખૂબ જ મર્યાદિત માત્રામાં વેચાય છે. તેની કિંમત ₹ 500 થી ₹ 1,000 પ્રતિ કેરી હોય શકે છે.

Web Title: Most expensive mangoes sold in india the name of one mango is kohinoor rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×