scorecardresearch
Premium

Blog: ખતરનાક થઈ રહી મચ્છરથી પેદા થતી બીમારીઓ, ડોક્ટર્સ ચિંતિત, ચિકનગુનિયાની રસી વિકસાવવી મહત્વપૂર્ણ

ચિકનગુનિયા રોગ વિશ્વના ડોક્ટરો માટે માથાનો દુખાવો બન્યો, મચ્છરજન્ય આ રોગની પંદર વર્ષમાં ચિકનગુનિયાના કેસોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. 2008 થી ચિકનગુનિયાના ઓછામાં ઓછા પાંચ મિલિયન (પચ્ચાસ લાખ) કેસ નોંધાયા છે. આની રસી વિકસાવવી મહત્ત્વપૂર્ણ.

chikungunya vaccine important
ચિકનગુનિયાની વેક્સિીન વિકસાવવી જરૂરી બની (ફાઈલ ફોટો – એક્સપ્રેસ)

ચિકનગુનિયાની હજી સુધી કોઈ અસરકારક સારવાર કે રસી મળી નથી. જો કે મચ્છર કરડવા સામે અટકાયતી પગલાં લઈ ચીકનગુનિયાનું જોખમ ઘટાડી દેવામાં આવ્યું છે. આ એક ઝડપથી ફેલાતો રોગ છે અને અત્યાર સુધી દુનિયાના સોથી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. છેલ્લા પંદર વર્ષમાં ચિકનગુનિયાના કેસોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. 2008 થી ચિકનગુનિયાના ઓછામાં ઓછા પાંચ મિલિયન કેસ નોંધાયા છે.

હવામાન પરિવર્તન મચ્છરો માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરી રહ્યું છે

ક્લાઈમેટ ચેન્જથી મચ્છરોને અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે, જેના કારણે તેનો ફેલાવો વધી રહ્યો છે. વળી, આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારો થવાથી એક દેશમાંથી બીજા દેશમાં ચિકનગુનિયા વાયરસના સંક્રમણનું જોખમ પણ વધી ગયું છે. તબીબો માટે આ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે.

ચિકનગુનિયાના ખોટા નિદાનને કારણે દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી

ચીકનગુનિયા, ડેન્ગ્યુ અને ઝીકા વાયરસ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ત્રણેય રોગોના લક્ષણો એટલા સમાન છે કે, ડોકટરો માટે તેમની વચ્ચેનો તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. આ કારણે ચિકનગુનિયાનું પણ ખોટું નિદાન થવા લાગે છે. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી કેટલાક મુખ્ય કારણો છે – દર્દીના લક્ષણોને યોગ્ય રીતે વર્ણવવું નહીં, ડોક્ટર દ્વારા યોગ્ય તપાસ ન કરવી, દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અથવા અન્ય જોખમી પરિબળોને અવગણવું, આવી બેદરકારીના પગલે ચિકનગુનિયાના ખોટા નિદાનને કારણે દર્દીઓને યોગ્ય સારવાર મળી શકતી નથી.

નિવારક પગલાંની સાથે રસી વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે

ચિકનગુનિયાના ફેલાવાને રોકવા માટે, મચ્છર કરડવાથી બચવાના ઉપાયો સાથે, તેની રસી વિકસાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ક્રમમાં, 9 નવેમ્બર, 2023 ના રોજ, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ ચિકનગુનિયા માટેની વિશ્વની પ્રથમ રસીને મંજૂરી આપી હતી. આ રસી 18 વર્ષ કે તેથી વધુ વયના લોકોમાં ચિકનગુનિયા સામે 98 ટકા અસરકારક છે. તેનું નામ ‘ઇક્સચિક’ છે. તે ચિકનગુનિયાના જીવંત, નબળા વાયરસમાંથી બનાવવામાં આવી છે અને તેનો એક ડોઝ સ્નાયુમાં દાખલ કરવામાં આવશે.

ઇક્સચિકને અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે મંજૂરી આપવામાં આવી છે. તેને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવી હતી. ઝડપી મંજૂરીનો ઉપયોગ દવાઓ અથવા રસીઓ માટે કરવામાં આવે છે, જે ગંભીર રોગોની સારવાર અથવા અટકાવવા માટે જરૂરી છે અને જેની પાસે પૂરતા પુરાવા છે કે, તે અસરકારક અને સલામત છે. આ રસી ચિકનગુનિયાને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ શોધ છે. આ ચિકનગુનિયાના ફેલાવાને નિયંત્રિત કરવામાં અને તેમાંથી ઉદ્ભવતા ગૂંચવણોને રોકવામાં મદદ કરી શકે છે. જ્યારે આ રસીને હજુ પણ મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી નથી, તે ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની ધારણા છે.

ઇક્સ્ચિક રસીની સલામતીનું મૂલ્યાંકન કરવા માટે ઉત્તર અમેરિકામાં બે ક્લિનિકલ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ અભ્યાસ 3,500 અને 1,000 લોકોના બે જૂથો પર કરવામાં આવ્યા હતા. એક અભ્યાસમાં, 18 વર્ષ કે તેથી વધુ વયના લગભગ 3,500 સહભાગીઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક અભ્યાસમાં, લગભગ 1,000 સહભાગીઓને પ્લેસિબો આપવામાં આવી હતા. પ્લેસિબો એ એક એવી સારવાર છે જે ખરેખર કોઈ સારવાર નથી. આ ખાલી કેપ્સ્યુલ, ઇન્જેક્શન અથવા ગોળી હોઈ શકે છે. તેમાં કોઈ સક્રિય દવાઓ હોતી નથી. પ્લેસિબોનો ઉપયોગ ઘણીવાર દવાઓ અથવા સારવારની અસરકારકતા ચકાસવા માટે થાય છે. પ્લેસિબો મનોવૈજ્ઞાનિક અસર ધરાવે છે, જેને પ્લેસિબો અસર કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે, જ્યારે લોકો વિચારે છે કે, તેમને અસરકારક સારવાર મળી રહી છે ત્યારે તેઓ ખરેખર સારા થવા લાગે છે.

પ્લેસિબો અસરનો ઉપયોગ ઘણી રીતે થઈ શકે છે. તેનો ઉપયોગ દવાઓ અથવા સારવારની અસરકારકતા ચકાસવા, પીડા અથવા અન્ય લક્ષણોને ઘટાડવા માટે પણ થઈ શકે છે. જ્યારે કોઈપણ રસીનો ક્લિનિકલી અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે જૂથના કેટલાક લોકો પર વાસ્તવિક સારવાર પ્રક્રિયા અપનાવવામાં આવે છે અને કેટલાક લોકોને બનાવટી સારવાર આપવામાં આવે છે, જે વાસ્તવિક સારવાર જેવી લાગે છે. ખરેખર, તે વ્યક્તિ પર કરવામાં આવતી સારવારની માનસિક અસરને સમજવા માટે અને નવી દવા અથવા રસીની વાસ્તવિક અસર તપાસવા માટે, આવી બનાવટી સારવારનો આશરો લેવામાં આવે છે, જેને પ્લેસિબો કહેવામાં આવે છે. આ અભ્યાસમાં, જે સહભાગીઓને ઇક્સ્ચિક રસી આપવામાં આવી હતી તેમાં માથાનો દુખાવો, થાક, સ્નાયુઓમાં દુખાવો, સાંધાનો દુખાવો, તાવ અને ઉબકા જેવી સામાન્ય આડઅસરો જોવા મળી હતી.

આ ઉપરાંત લગભગ 1.6 ટકા રસી લેનારાઓમાં પણ ચિકનગુનિયા જેવી ગંભીર પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક લોકોમાં આ પ્રતિકૂળ પ્રત્યાઘાતો ઓછામાં ઓછા ત્રીસ દિવસ સુધી ચાલ્યા હતા. આ રસીની અસરકારકતા ચકાસવા માટે અમેરિકામાં ક્લિનિકલ અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં, રસી લેનારા 266 સહભાગીઓની રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓની તુલના પ્લેસિબો મેળવનારા 96 સહભાગીઓના રોગપ્રતિકારક પ્રતિભાવો સાથે કરવામાં આવી હતી. આ અભ્યાસના સહભાગીઓમાં એન્ટિબોડીના સ્તરનું મૂલ્યાંકન બિન-માનવ પ્રાઇમેટમાં રક્ષણાત્મક હોવાનું દર્શાવવામાં આવેલા સ્તરો પર આધારિત હતું.

આ બિન-માનવ પ્રાઈમેટ્સને રસી લીધેલા લોકો પાસેથી લોહી પૂરું પાડવામાં આવ્યું હતું. આ અધ્યયનમાં લગભગ તમામ રસી પ્રાપ્તકર્તાઓએ આ એન્ટિબોડી સ્તર પ્રાપ્ત કર્યું છે. એન્ટીબોડી એ અંગ્રેજી વાય આકારના અણુઓનું એક પ્રકારનું પ્રોટીન છે, જે રોગપ્રતિકારક તંત્ર દ્વારા બનાવવામાં આવે છે. આ શરીરને બેક્ટેરિયા અને વાયરસ જેવા હાનિકારક પદાર્થોથી બચાવવામાં મદદ કરે છે. આ રસી શરીરમાં એન્ટીબોડી બનાવવામાં ખૂબ જ અસરકારક છે.

કેટલીક રસીઓ જીવંત, પરંતુ નિષ્ક્રિય પેથોજેન્સમાંથી બનાવવામાં આવે છે. આ રોગકારક જીવાણુઓ શરીરમાં પ્રવેશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે. આ ઉપરાંત, કેટલીક રસીઓ પેથોજેન્સના ભાગોથી બનેલી હોય છે. આ શરીરમાં પણ પ્રવેશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે. આ રીતે રસી ચેપ સામે રક્ષણ આપવામાં અને ગંભીર બીમારી અથવા મૃત્યુના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે. અમેરિકામાં ઇક્સચિક રસી પર હાથ ધરવામાં આવેલા આ ક્લિનિકલ અભ્યાસોનો ડેટા મેડિકલ જર્નલ ‘લેન્સેટ’માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રસી ચિકનગુનિયાના નિવારણમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આશા છે કે, આનાથી તે દેશોને ઘણી રાહત મળશે જ્યાં ચિકનગુનિયા ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો –

બ્રાઝિલ, પેરાગ્વે, પશ્ચિમ આફ્રિકાના કેટલાક ભાગો અને ભારતમાં ચિકનગુનિયાનો પ્રકોપ વધુ છે. વેક્ટર-બોર્ન રોગો પરના રાષ્ટ્રીય ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2023 સુધીમાં ભારતમાં ચિકનગુનિયાના 93,455 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આવી રસીની જરૂરિયાત અનુભવાઈ હતી, તેથી ભારત જેવા દેશોના સંદર્ભમાં આ રસીનું વિશેષ મહત્વ છે.

Web Title: Mosquito borne diseases are a concern developing a chikungunya vaccine important km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×