scorecardresearch
Premium

Mohan Bhagwat Z plus security: મોહન ભાગવતને PM મોદી અને શાહની જેમ મળશે સુરક્ષા, હવે RSS ચીફ ASLના કવરમાં રહેશે

Mohan Bhagwat Z plus security : આરએસએસ ચીફ મોહન ભાગવત હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જેમ અદ્યતન સુરક્ષા હેઠળ હશે.

Mohan Bhagwat Z plus security
મોહન ભાગવત ઝેડ પ્લસ સુરક્ષા – Express photo

Mohan Bhagwat Z plus security, મોહન ભાગવત ઝેડ પ્લસ સુરક્ષા : આરએસએસ ચીફ મોહન ભાગવત હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જેમ અદ્યતન સુરક્ષા હેઠળ હશે. તેમનું Z Plus સુરક્ષા કવર એડવાન્સ સિક્યોરિટી લાયઝન (ASL) સુધી વધારી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા માટે વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. તેમની સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધુ મજબૂત બનશે. ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરક્ષા કેમ વધારવામાં આવી?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, સમીક્ષા બેઠકમાં જાણવા મળ્યું કે બિન-ભાજપ શાસિત રાજ્યોમાં મોહન ભાગવતની સુરક્ષા દરમિયાન ઢીલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મોહન ભાગવતની સુરક્ષામાં CISFના જવાનો અને અધિકારીઓ જોડાયેલા હતા.

મળતી માહિતી મુજબ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. મોહન ભાગવત હવે બહુસ્તરીય સુરક્ષા કવચ હેઠળ રહેશે. આટલું જ નહીં, હેલિકોપ્ટર મુસાફરીની મંજૂરી ફક્ત ખાસ ડિઝાઇન કરેલા હેલિકોપ્ટરમાં જ આપવામાં આવશે.

Z Plus સુરક્ષા કેવી છે?

SPGને ભારતમાં સૌથી સુરક્ષિત પાર્ટી માનવામાં આવે છે. તે માત્ર વડાપ્રધાનનું રક્ષણ કરે છે. આ પછી ઝેડ પ્લસ સુરક્ષા સૌથી અદ્યતન છે. જેમાં 55 સૈનિકો સુરક્ષા મેળવનાર વીઆઈપીને 24 કલાક સુરક્ષા પૂરી પાડે છે. આ સૈનિકો નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એનએસજીના કમાન્ડો છે. આ કમાન્ડો જે વ્યક્તિને આ સુરક્ષા આપવામાં આવે છે, તેના ઘરથી તેની ઓફિસ સુધી અને તેની મુસાફરી દરમિયાન તેની સાથે હોય છે. દરેક સૈનિકને માર્શલ આર્ટ અને નિઃશસ્ત્ર લડાઈની તાલીમ આપવામાં આવે છે. તે ભારતના પસંદગીના લોકોને જ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ-  વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાનો મહત્વનો નિર્ણય, જાણો કેમ અને કોને થશે અસર?

ASL કેવી રીતે કામ કરે છે?

આ સુરક્ષા નિયમ બુલના આધારે કામ કરે છે. તેને બ્લુ બુક કહેવામાં આવે છે. આમાં એક પ્રકારનો પ્રોટોકોલ છે. વડાપ્રધાનની સુરક્ષામાં ખાસ કાળજી રાખવામાં આવે છે. ASL (એડવાન્સ સિક્યોરિટી લાયઝન) માં સંબંધિત રાજ્યના ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ, રાજ્યના પોલીસ અધિકારીઓ અને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટનો સમાવેશ થાય છે. ASL રિપોર્ટના આધારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.

Web Title: Mohan bhagwat will get security like pm modi and shah now rss chief will be under cover of asl ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×