Cabinet Ministers Modi Govt 3.0: નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેઓ રવિવારે સાંજે 5 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. સૂત્રોનું માનીએ તો મોદી કેબિનેટમાં ઘણા સહયોગી પક્ષોના સાંસદોને પણ સામેલ કરવામાં આવી શકે છે. ગઈકાલે શુક્રવારે રાત્રે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એનડીએ ગઠબંધનના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રાલયોને લઈને ચર્ચા થઈ હતી. મોદી 3.0 કેબિનેટનો ચહેરો કેવો હશે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
સહયોગી દળોની માંગણીઓ પણ સસ્પેન્સ
સૂત્રોનું માનીએ તો એનડીએના સહયોગી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) અને જનતા દળ (સેક્યુલર) સહિત અન્ય પક્ષોએ ભાજપ સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી છે. જો કે હજુ સુધી એ જાહેર થયું નથી કે કઈ પાર્ટીને કયો પોર્ટફોલિયો મળશે.
આ પણ વાંચોઃ- PM Narendra Modi Oath Taking Ceremony : પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહ માટે લોખંડી સુરક્ષા, કયા મહેમાનો લેશે ભાગ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરે તે પહેલાં નવા ચૂંટાયેલા NDA સાંસદો આજે કેબિનેટ પ્રધાનોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક કરશે. PM મોદી અને તેમની નવી કેબિનેટના સભ્યો આવતીકાલે 9 જૂન 2024ના રોજ સાંજે એક ભવ્ય સમારોહમાં શપથ લેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહરલાલ નેહરુ બાદ તેઓ પ્રથમ ત્રણ વખત વડાપ્રધાન બનશે.
આ પણ વાંચોઃ- નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત ભારતના પીએમ પદના શપથ લેશે, કહ્યું – 18મી લોકસભામાં ઝડપથી કામ થશે
કેવું રહ્યું લોકસભા ચૂંટણી પરિણામ?
2014માં 282 બેઠકો અને 2019માં 303 બેઠકો જીતનાર ભાજપે આ વખતે 240 બેઠકો જીતી હતી (272-બહુમતીના નિશાનથી 32 ટૂંકી), પરંતુ NDA સાથીઓની મદદથી {ચંદ્રબાબુ નાયડુની TDP (16 બેઠકો) અને નીતીશ કુમારની JDU (12 બેઠકો)} બહુમતીનો આંકડો પાર કર્યો અને 293 બેઠકો મેળવી. વિપક્ષી ઈન્ડિયા બ્લોકને 232 બેઠકો મળી હતી.