scorecardresearch
Premium

ઇઝરાયેલમાં મિસાઇલ હુમલામાં ભારતીય નાગરિકનું મોત, પરિવારમાં છે પત્ની અને પાંચ વર્ષની પુત્રી

ભારતીય નાગરિકનું હિઝબુલ્લાહના મિસાઇલ હુમલામાં મોત થયું છે. તે બે મહિના પહેલા જ ખેતરમાં કામ કરવા ઈઝરાયેલ ગયો હતો

Kerala man Nibin Maxwell killed, Kerala, Nibin Maxwell, Israel
ઇઝરાયેલમાં કામ કરતા ભારતીય નાગરિક નીબિન મેક્સવેલનું હિઝબુલ્લાહના મિસાઇલ હુમલામાં મોત થયું (Facebook)

Kerala man killed in Israel : ઇઝરાયેલમાં કામ કરતા એક ભારતીય નાગરિક નીબિન મેક્સવેલનું હિઝબુલ્લાહના મિસાઇલ હુમલામાં મોત થયું છે. તે દક્ષિણ ભારતના કેરળનો રહેવાસી છે. મિસાઇલ હુમલા સમયે તે ઉત્તરી ઇઝરાયેલના સરહદી વિસ્તારમાં એક બગીચામાં હતો. સૂત્રોના મતે રાજ્યના બે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઇઝરાયેલના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હિઝબુલ્લાહના આ હુમલામાં બે અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. તે બન્ને પણ કેરળના રહેવાસી છે.

મૃતકની ઓળખ કેરળના કોલ્લમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કૈકુલંગારાના વતની 31 વર્ષીય નીબિન મેક્સવેલ તરીકે થઈ હતી. તે બે મહિના પહેલા ખેતરમાં કામ કરવા ઈઝરાયેલ ગયો હતો. ઇજાગ્રસ્તોની ઓળખ જોસેફ અને પોલ મેલ્વિન તરીકે થઈ છે.

નીબિનના મોટા ભાઈ નિવિન પણ ઇઝરાયેલમાં કામ કરે છે

કોલ્લમમાં એક સંબંધીએ જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સાંજે બની હતી. 4 વાગ્યાની આસપાસ (ભારતીય સમય પ્રમાણે), નીબિને તેના પિતા સાથે વાત કરી અને પ્રદેશની અસ્થિર પરિસ્થિતિ વિશે તેમની ચિંતા શેર કરી હતી. તેણે તેના પિતાને કહ્યું કે તેઓ (ખેતરમાં કામ કરતા કેરળના વતનીઓ) અન્ય સ્થળે જવાનું વિચારી રહ્યા છે. મિસાઇલ હુમલો સાંજે પછી થયો હતો. નીબિનના મોટા ભાઈ નિવિન પણ ઇઝરાયેલમાં કામ કરે છે.

આ પણ વાંચો – શાહબાઝ શરીફ પાકિસ્તાનના પીએમ તરીકે ચૂંટાયા, જાણો કેટલા સાંસદોનું મળ્યું સમર્થન

પરિવારના સૂત્રએ જણાવ્યું હતું કે શરૂઆતમાં અમને કહેવામાં આવ્યું હતું કે મિસાઇલ હુમલામાં નીબિન ઇજાગ્રસ્ત થયો છે. નિવિને પાછળથી તેના ભાઈના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

એન્ટી ટેન્ક મિસાઈલ લેબનોનથી છોડવામાં આવી હતી

પીટીઆઈના અહેવાલ મુજબ એન્ટી ટેન્ક મિસાઈલ લેબનોનથી છોડવામાં આવી હતી અને ઇઝરાયેલની સરહદી સમુદાયના માર્ગાલિઓટ નજીકના બગીચામાં ત્રાટકી હતી. આ હુમલો લેબનોનમાં શિયા હિઝબુલ્લાહ જૂથ દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

મૃતકના પરિવારમાં તેની પત્ની અને એક બાળક છે, જેઓ કોલ્લમમાં રહે છે.

Web Title: Missile attack in northern israel kerala man nibin maxwell killed ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×