scorecardresearch
Premium

Microsoft Service Outage: માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા દુનિયાભરમાં હાહાકાર, બેન્કીંગથી લઈ એરલાઈન્સ અનેક સેવા પ્રભાવિત

Microsoft Server Down Impact affected Many services : માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા બેન્કીંગ થી લઈ એરલાઈન્સ સેવા પ્રભાવિત થઈ છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત તમામ દેશોની ફ્લાઈટ સેવા પર અસર પડી છે.

Microsoft Server Down Impact
માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન થતા અનેક સેવા પ્રભાવિત

Microsoft Server Down Windows Impact | માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન અસર : માઈક્રોસોફ્ટ સર્વરમાં ખરાબીને કારણે સમગ્ર વિશ્વમાં હવાઈ સેવાઓથી લઈ બેન્કીંગ સેવા પ્રભાવિત થઈ છે. ભારતમાં સ્પાઈસજેટે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, તેઓ તેમના સેવા પ્રદાતા સાથે તકનીકી પડકારોનો અનુભવ કરી રહ્યા છે, જે બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ કાર્યક્ષમતા સહિતની ઓનલાઈન સેવાઓને અસર કરી રહી છે. આ કારણોસર, સ્પાઈસ જેટે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઈન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ શરૂ કરી દેવી પડી છે.

દિલ્હી એરપોર્ટે માહિતી આપી છે કે, વૈશ્વિક IT સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર કેટલીક સેવાઓ અસ્થાયી રૂપે પ્રભાવિત થઈ છે. અમે અમારા મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે અમારા તમામ હિતધારકો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દિલ્હી એરપોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરોને ફ્લાઇટની માહિતી માટે સંબંધિત એરલાઇન્સ અથવા સ્થળ પરના હેલ્પ ડેસ્ક સાથે સંપર્કમાં રહેવા વિનંતી કરવામાં આવે છે. અમારા મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

માઈક્રોસોફ્ટ દ્વારા પણ સેવાઓ પ્રભાવિત થવા અંગે કંપની દ્વારા પણ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, “અમારી સેવાઓમાં હજુ પણ સતત સુધારો કરવામાં આવી રહ્યો છે, અમે મેટિગેશન પગલાં લઈ રહ્યા છીએ. “વધુ માહિતી MO821132 અને એડમિન સેન્ટર https://status.cloud.Microsoft પર મળી શકે છે.”

વિશ્વભરના હજારો Windows યુઝર્સ આજે (19 જુલાઈ, 2024) એરરનો સામનો કરી રહ્યા છે. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં આ અચાનક સમસ્યાના કારણે યુઝર્સના ડેસ્કટોપ, પીસી અને લેપટોપ અચાનક બંધ થઈ રહ્યા છે અથવા રીસ્ટાર્ટ થઈ રહ્યા છે.

માઈક્રોસોફ્ટના સર્વરમાં ખરાબીના કારણે વિશ્વભરની એરલાઈન્સ પણ પ્રભાવિત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણી કંપનીઓની ફ્લાઈટ્સ ટેક ઓફ થઈ શકી નથી. એરલાઇન્સના સર્વરમાં આ ખામી અમેરિકા અને ભારત સહિતના દેશોમાં નોંધવામાં આવી છે. સર્વર ખરાબ થવાના કારણે બેંકોમાં કામકાજ પણ પ્રભાવિત થયું છે.

શા માટે સમસ્યા ઊભી થઈ?

બ્લુ સ્ક્રીન ઓફ ડેથ (BSOD) વિન્ડોઝ સિસ્ટમમાં દેખાય છે. માઈક્રોસોફ્ટે આજે એક સંદેશમાં જણાવ્યું હતું કે, આ સમસ્યા તાજેતરની ક્રાઉડસ્ટ્રાઈક અપડેટને કારણે ઊભી થઈ છે.

બ્લુ સ્ક્રીન એરર બ્લેક સ્ક્રીન એરર અથવા સ્ટોપ કોડ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારની સમસ્યા ત્યારે થાય છે, જ્યારે વિન્ડોઝમાં કોઈ મોટી સમસ્યા હોય અને સિસ્ટમ અચાનક બંધ થઈ જાય અથવા ફરી શરૂ થઈ જાય. અને યુઝર્સ સ્ક્રીન પર ‘Windows has been shut down to prevent loss to your computer’ મેસેજ જુએ છે.

માઈક્રોસોફ્ટ સર્વર : સમગ્ર વિશ્વમાં એરલાઈન્સના સર્વર ખરાબ, એરલાઈન્સ પ્રભાવિત

તમને જણાવી દઈએ કે, આ એરર માટે હાર્ડવેર અથવા સોફ્ટવેરમાં સમસ્યા જવાબદાર છે. જો તમે તાજેતરમાં કોઈ નવું હાર્ડવેર ઇન્સ્ટોલ કર્યું છે અને તમને વાદળી સ્ક્રીનની એરર દેખાય છે, તો પહેલા તમારા PCને બંધ કરવાનો પ્રયાસ કરો. આ પછી નવા હાર્ડવેરને દૂર કરો અને પછી રીસ્ટાર્ટ કરો. જો રીસ્ટાર્ટ કરવામાં કોઈ સમસ્યા હોય તો તમે તમારી સિસ્ટમને સેફ મોડમાં ચલાવી શકો છો.

આ સિવાય તમારે વિન્ડોઝમાં લેટેસ્ટ અપડેટ્સ ઈન્સ્ટોલ કરીને રાખવા જોઈએ. જો તમારી બ્લુ સ્ક્રીનની એરરની સમસ્યા હજુ પણ દૂર થતી નથી, તો ગેટ હેલ્પ એપ પર જાઓ અને બ્લુ સ્ક્રીન ટ્રબલશૂટરની મદદ લો.

  • સૌપ્રથમ વિન્ડોઝમાં Get Help એપ્લિકેશન ખોલો.
  • આ પછી સર્ચ બારમાં BSOD એરરને ટ્રબલશુટ કરો.
  • પછી ગેટ હેલ્પ એપમાં મળેલી સ્ટેપ-બાય-સ્ટેપ સૂચનાઓને અનુસરો.

Web Title: Microsoft server down windows 10 impact many services from banking to airlines across the world are affected km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×