scorecardresearch
Premium

Microsoft Outage ના બીજા દિવસે ભારતમાં કેવી છે સ્થિતિ, શું એરપોર્ટ પર સુધરી પરિસ્થિતિ?

Microsoft Outage : માઇક્રોસોફ્ટ ગ્લોબલ આઉટરેજને કારણે અબજો ડોલરનું નુકસાન થયું હતું. ભારત પણ તેમાંથી બાકાત રહ્યું ન હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આની અસર શેરબજાર, હોસ્પિટલો, ટીવી ચેનલો, કોલ સેન્ટરો અને તમામ આઇટી સેવાઓ પર પડી હતી

Microsoft Global Outage, Microsoft Outage
માઇક્રોસોફ્ટ ગ્લોબલ આઉટરેજને કારણે ઉડ્ડયન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ હતી (Express photo – Nirmal Harindran)

Microsoft Outage : માઇક્રોસોફ્ટ ગ્લોબલ આઉટરેજના કારણે શુક્રવારે સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો હતો. આ કારણે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા 95 ટકા કમ્પ્યુટર શુક્રવારે સવારે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી લગભગ 15 કલાક સુધી ડાઉન રહ્યા હતા.

માઇક્રોસોફ્ટ ગ્લોબલ આઉટરેજને કારણે અબજો ડોલરનું નુકસાન થયું હતું. ભારત પણ તેમાંથી બાકાત રહ્યું ન હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આની અસર શેરબજાર, હોસ્પિટલો, ટીવી ચેનલો, કોલ સેન્ટરો અને તમામ આઇટી સેવાઓ પર પડી હતી.

ઉડ્ડયન ક્ષેત્રને સૌથી વધુ અસર

માઇક્રોસોફ્ટ ગ્લોબલ આઉટરેજને કારણે ઉડ્ડયન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ હતી. ભારતમાં પણ સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ફ્લાઈટ કેન્સલ થયા બાદ એરપોર્ટ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો. ઉડ્ડયન મંત્રાલયે શનિવારે એક નિવેદન જારી કર્યું હતું. મંત્રાલયે કહ્યું કે શનિવારે સવારે 3 વાગ્યાથી તમામ એરપોર્ટ પર એરલાઈન સિસ્ટમે કામ કરવાનું શરૂ કરી દીધું છે અને ફ્લાઈટ્સ યોગ્ય રીતે ચાલી રહી છે.

આ પણ વાંચો – માઇક્રોસોફ્ટ સર્વર ક્રેશ : અબજોનું નુકસાન, ફ્લાઇટ્સ રદ અને બેંકિંગ સેવાઓ ઠપ્પ, 8 પોઇન્ટ્સમાં સમજો ‘ડિજિટલ ભૂકંપ’ની કહાની

મુસાફરોના રિફંડ પર થઈ રહ્યું છે કામ

મંત્રાલયના જણાવ્યા અનુસાર જો કોઇ સમસ્યા હોય તો તેને ઠીક કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મહોલે જણાવ્યું હતું કે આઉટરેજને કારણે ફ્લાઇટ ઓપરેશનમાં સમસ્યા આવી હતી. હવે માઇક્રોસોફ્ટે આ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે અને ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે.

મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે જેમની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં રિફંડ જારી કરવામાં આવશે તેમના રિફંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

મંત્રીએ કહ્યું કે જેમણે વીમો લીધો છે તેમને લાભ મળશે અને મંત્રાલય તેના પર અપડેટ્સ જારી કરશે. હવે ચેક ઇન કરવામાં કોઈ સમસ્યા નથી. એરપોર્ટ પર ભીડ હોવા છતાં ફ્લાઈટ્સ સામાન્ય રીતે ચાલી રહી છે.

ડિજી યાત્રા સિસ્ટમમાં થોડી ગરબડ

બાયોમેટ્રિક આધારિત બોર્ડિંગ સિસ્ટમ ડિજિ યાત્રા સિસ્ટમ શનિવારે સવારે પણ કામ કરી રહી ન હતી. આ કારણે મુસાફરોને મેન્યુઅલી ચેકિંગમાં તકલીફ પડતી હોવાથી ડિપાર્ચર ટર્મિનલ્સ પર લાંબી કતારો જોવા મળી હતી.

Web Title: Microsoft global outage what is the situation in india after 24 hours ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×