scorecardresearch
Premium

CDS ના ઇન્ટરવ્યૂ પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – ગુમરાહ કરી રહી છે સરકાર, એક્સપર્ટ કમિટી કારગિલની જેમ કરે રિવ્યૂ

Kharge Target Modi Government: મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સિંગાપોરમાં સીડીએસે આપેલા ઇન્ટરવ્યૂ બાદ કેટલાક મહત્વના સવાલો ઊભા થાય છે, જેનો જવાબ મળવો જોઇએ. આ પ્રશ્નોના જવાબ ત્યારે જ મળી શકે છે જ્યારે ગૃહનું વિશેષ સત્ર બોલાવવામાં આવે

PM Modi, Mallikarjun Kharge
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પીએમ મોદી (તસવીર – સોશિયલ મીડિયા)

Kharge Target Modi Government: સીડીએસ અનિલ ચૌહાણે સિંગાપુરમાં આપેલા ઇન્ટરવ્યૂ બાદ ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેઓએ માંગ કરી છે કે સ્વતંત્ર નિષ્ણાતોની એક ટીમ દ્વારા રિવ્યૂ કરવું જોઈએ.

મલ્લિકાર્જુન ખડગેએ તીખા સવાલો પૂછ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું કે સિંગાપોરમાં સીડીએસે આપેલા ઇન્ટરવ્યૂ બાદ કેટલાક મહત્વના સવાલો ઊભા થાય છે, જેનો જવાબ મળવો જોઇએ. આ પ્રશ્નોના જવાબ ત્યારે જ મળી શકે છે જ્યારે ગૃહનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. મોદી સરકારે આ દેશને ગેરમાર્ગે દોર્યો છે. પરંતુ ધુમ્મસ હવે હટી રહી છે. આપણા પાઇલટ્સે દુશ્મનનો સામનો કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આપણને થોડું નુકસાન સહન કરવું પડ્યું હતું પરંતુ આપણા પાઇલટ્સ સલામત રહ્યા.

સીડીએસના ઇન્ટરવ્યૂ અનુસાર અમે કેટલીક ભૂલોમાંથી શીખ્યા, તેમાં સુધાર્યા કર્યો અને પછી બે દિવસ પછી ફાઇટર જેટ ઉડાન ભરી. અમે તેમની બહાદુરીને સલામ કરીએ છીએ. પરંતુ એક વિગતવાર સમીક્ષા થાય એ સમયની જરૂરિયાત છે.

આ પણ વાંચો – મણિપુરમાં સરકાર બનાવવાનો પ્રયત્ન કરી રહેલા ભાજપના ધારાસભ્યોને શું સફળતા મળશે?

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં લખ્યું છે કે કોંગ્રેસ ઈચ્છે છે કે રક્ષા તૈયારીઓને સમજવા માટે એક સ્વતંત્ર સમિતિ દ્વારા રિવ્યૂ રવામાં આવે, તે તર્જ પર હોવું જોઈએ જેવું કારગિલ સમયે થયું હતું . ખડગે આટલેથી અટક્યા નથી તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યો છે, તેમણે આ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે તેમના તરફથી સતત સીઝફાયરનો ક્રેડિટ લેવામાં આવી રહ્યો છે. તેમણે તેને શિમલા કરારનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ખડગેનો પીએમ મોદી પર પ્રહાર

ખડગેએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ સમયે વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રવાસે છે, તેઓ સેનાના પરાક્રમનો વ્યક્તિગત શ્રેય લઇ રહ્યા છે, તે સીઝફાયર પર કંઇ બોલી રહ્યા નથી. કોંગ્રેસ અધ્યક્ષે પૂછ્યું છે કે આ સીઝફાયર કઈ શરતો પર કરવામાં આવ્યું છે?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સીડીએસે પોતાના ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના તમામ દાવાઓને ફગાવી દીધા હતા. તેમના તરફથી કેટલાક અન્ય સંકેતો પણ આપવામાં આવ્યા હતા જેને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો. હાલ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ જ છે.

Web Title: Mallikarjun kharge said on cds interview government is misleading ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×