scorecardresearch
Premium

મકરસંક્રાંતિ પર પતંગ કેમ ઉડાવવામાં આવે છે? પતંગ ઉડાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

Makar Sankranti 2025 : મકરસંક્રાંતિનું હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસે સદીઓથી એક બીજી પરંપરા ચાલી આવે છે અને તે છે પતંગ ચગાવવાની પરંપરા. આ દિવસે લોકો ઘણી પતંગ ઉડાડે છે

Makar Sankranti kites flying, Makar Sankranti, kites flying
Makar Sankranti 2025 : મકરસંક્રાંતિનું હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ છે (તસવીર – ફ્રીપિક)

Makar Sankranti 2025 : મકરસંક્રાંતિનું હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ તહેવાર નવા વર્ષનો પહેલો તહેવાર છે. આવી સ્થિતિમાં, લોકો આ દિવસે સ્નાન અને દાન પણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે અન્ન, તલ, ગોળ, વસ્ત્ર અને ધનનું દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જોકે આ દિવસે સદીઓથી એક બીજી પરંપરા ચાલી આવે છે અને તે છે પતંગ ચગાવવાની પરંપરા. આ દિવસે લોકો ઘણી પતંગ ઉડાડે છે.

મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે

ખેતી, પરંપરાઓ અને સામાજિક બંધનોના પ્રતિક મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળથી બનેલા લાડુ, રેવડી, ઊંધીયું, જલેબી, શેરડી, ખીચડી ખાવાનું વિશેષ મહત્વ છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે મકરસંક્રાતિ પર પતંગ કેમ ઉડાવવામાં આવે છે અને પતંગ ઉડાવતી વખતે કઈ ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

મકરસંક્રાંતિ પર કેમ ઉડાવવામાં આવે છે પતંગ?

મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવાની અનેક કથાઓ છે, જેમાંની એક એવી પણ છે કે પતંગ ઉડાડવાની શરૂઆત ભગવાન રામે કરી હતી. તેમણે મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવ્યો હતો અને આ પતંગ ઉડીને ઇન્દ્રલોક સુધી ગયો હતો. ભગવાન રામે શરૂ કરેલી આ પરંપરાને લોકો અનુસરી રહ્યા છે. આજે પણ લોકો પતંગ ચગાવે છે.

પતંગ ચગાવવાથી સ્વાસ્થ્ય સુધરે છે

સામાન્ય રીતે લોકો ખુલ્લા આકાશમાં પતંગ ચગાવતા હોય છે અથવા તો છત પર પતંગ ઉડાડતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ હોય છે અને શિયાળાની ઋતુમાં સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે. આવી સ્થિતિમાં પતંગ ચગાવતી વખતે શરીરમાં સૂર્યપ્રકાશ આવે છે, જેના કારણે શરીરને વિટામિન ડી મળે છે અને શિયાળામાં થતી બીમારી ઓછી થાય છે.

આ પણ વાંચો – મકરસંક્રાંતિ પર આ શુભ મુહૂર્તમાં કરો દાન, જાણો મહત્વ

પરિવાર અને સમાજ સાથે જોડાણ

પતંગ પરિવાર અને મિત્રો સાથે ચગાવવામાં આવે છે. આનાથી એકબીજા વચ્ચે સંવાદિતા અને પ્રેમ વધે છે. આ દિવસે પરિવાર અને આસપાસના લોકો એક જગ્યાએ ભેગા થઇને ઉજવણી કરે છે. ઘણા લોકો પતંગ ઉડાવતી વખતે એકબીજાના પતંગ પણ કાપતા હોય છે. મકરસંક્રાંતિ પર હવામાન ખુશનુમા હોય છે, જે પતંગ ચગાવવાનો શ્રેષ્ઠ સમય છે.

આ રાજ્યોમાં પતંગ ચગાવવાનું પ્રમાણ વધી રહ્યું છે

મકરસંક્રાંતિના અવસર પર પતંગ ઉડાવવાની પ્રથા ખૂબ જ લોકપ્રિય છે. આમ જોવા જઈએ તો દેશના ઘણા ભાગોમાં પતંગ ચગાવવાનો ટ્રેન્ડ છે. જોકે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં અને ભારે ઉત્સાહ સાથે પતંગ ઉડાડવામાં આવે છે. આ દિવસે આકાશમાં ચારેય બાજુ રંગબેરંગી પતંગો જોવા મળે છે, જે એકદમ આકર્ષક લાગે છે.

બાળકો ઉત્સાહથી પતંગ ચગાવે છે

મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવી એ આનંદ, વિજય અને પ્રગતિનું પ્રતિક સૂચવે છે. આ દિવસે બાળકોથી લઈને મોટા સૌ કોઈ પતંગ ચગાવતા હોય છે. તેને એક સારા સંકેત તરીકે પણ જોવામાં આવે છે. પતંગ ચગાવવાથી દિલ અને દિમાગ સંતુલિત રહે છે અને પતંગ ઉડાવવાથી દિલને ખુશી મળે છે.

પતંગ ઉડાવતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?

પતંગ ચગાવતી વખતે વ્યક્તિને મજા અને રોમાંચ બંનેનો અનુભવ થાય છે. જોકે પતંગ ઉડાવતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમય દરમિયાન, તમારી સલામતી તેમજ પર્યાવરણ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. કેટલીકવાર, કેટલીક નાની બેદરકારી મોટા અકસ્માતો તરફ દોરી જાય છે. કેટલીકવાર આ પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે.

પતંગ ઉડાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

પતંગ ઉડાવતી વખતે ખુલ્લી જગ્યા જ પસંદ કરો. પતંગ ચગાવવા માટે તમે ખેતર, પાર્ક કે અગાશી પર જઈ શકો છો. જોકે છત પર જતી વખતે ધ્યાન રાખો કે છતની આસપાસ યોગ્ય રીતે રેલિંગ હોય.

  • પતંગ ઉડાવતી વખતે વીજળીના તાર અને થાંભલાઓથી અંતર રાખવું જોઈએ. ઘણી વખત પતંગ ઉડતી વખતે હાઈવોલ્ટેજ વાયરો સાથે ટકરાય છે, આવી સ્થિતિમાં વીજ કરંટ લાગવાનું જોખમ સૌથી વધુ હોઈ શકે છે. આ સમય દરમિયાન જીવ પણ જઈ શકે છે.
  • રસ્તા પર કે રસ્તાની સાઈડમાં ક્યારેય પણ પતંગ ન ઉડાવો. જેના કારણે માર્ગ અકસ્માતનો ખતરો રહે છે.
  • પતંગ ચગાવવા માટે યોગ્ય દોરી પસંદ કરવી જોઈએ. જો તમે પતંગ ઉડાવવાનું વિચારી રહ્યા છો, તો મેટાલિક, સિન્થેટિક, કાચવાળ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરો. તે મનુષ્યની સાથે સાથે પક્ષીઓ માટે પણ ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.
  • પતંગ ઉડાવતી વખતે તમારા હાથમાં તેલ અથવા મોજાનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. તેનો ઉપયોગ કરવાથી દોરાથી હાથ કપાતો નથી અને સલામત રીતે પતંગ ચગાવવાની મજા લઇ શકાય છે.
  • સવાર-સાંજ પક્ષીઓની અવરજવર વધુ રહે છે, તેથી બની શકે તો ત્યારે થોડા સમયે પતંગ ન ચગાવીને પક્ષીઓનું ધ્યાન રાખો.

Web Title: Makar sankranti 2025 significance of flying kites ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×