scorecardresearch
Premium

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 : NCP અજિત પવાર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

Maharashtra Election 2024 NCP Ajit Pawar Candidate list : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે NCP અજીત પવાર પાર્ટીએ પોતાના 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અજીત પવાર બારામતી બેઠક પરથી ચૂંટણી લડશે. જોકે અગાઉ તેમણે અહીંથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. જેને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

Maharashtra Assembly Election 2024 NCP Ajit Pawat group Candidate list
Ajit Pawar NCP: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 એનસીપી અજીત પવાર જુથે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી (ફોટો સોશિયલ)

Maharashtra Election NCP Ajit Pawar Candidate list : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 જાહેર થતાં રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ છે. ચૂંટણીને પગલે રાજ્યમાં 22 ઓક્ટોબર, મંગળવારથી ઉમેદવારી પત્ર ભરવાનું પણ શરૂ થઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં આજે બુધવારે NCP (અજિત પવાર) પાર્ટીના 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને સુનીલ તટકરે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

NCP (અજિત પવાર) પાર્ટીના 38 ઉમેદવારોની યાદીમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારને બારામતી વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેથી હવે તે બારામતી બેઠકથી વિધાનસભા લડશે. જોકે થોડા દિવસો પહેલા અજિત પવારે કહ્યું હતું કે તેમને બારામતી બેઠક પરથી ચૂંટણી લડવામાં રસ નથી. જેના કારણે રાજકીય વર્તુળમાં ચર્ચાઓ તેજ થઇ હતી. હવે અજિત પવારને ન ગમતી બેઠક આપવામાં આવી છે જેને લઇને પણ અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 લેટેસ્ટ અપડેટ જાણો

એનસીપી અજિત પવાર જૂથના ઉમેદવારની પ્રથમ યાદી

શરદ પવાર સાથે છેડો ફાડી અલગ થયેલ એનસીપી અજિત પવાર જુથે જાહેર કરેલ 38 ઉમેદવારોની પ્રથમ યાદી જોઇએ તો બારામતી બેઠક પરથી અજિત પવાર, યેવલા બેઠક પર છગન ભૂજબળ, અંબેગાવ બેઠક પર દિલીપ વલસે પાટીલ, શ્રીવર્ધન બેઠક પર અદિતિ તટકરે, માવલ બેઠક પર સુનિલ શેલ્કે, અહિલ્યાનગર શહેર (અહમદનગર) બેઠક પર સંગ્રામ જગતાપ અને પરલી બેઠક પર ધનંજય મુંડે ને ટિકિટ આપવામાં આવી છે.

Web Title: Maharashtra vidhan sabha election 2024 ncp ajit pawar party announce 1st list 38 candidate

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×