Maharashtra MLC Polls Updates: મહારાષ્ટ્રમાં યોજાયેલી એમએલસી ચૂંટણીમાં NDAના તમામ જ ઉમેદવારો જીત્યા છે. ઇન્ડિયા ગઠબંધનના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાના સમાચાર છે. આ કારણોસર એવું માનવામાં આવે છે કે 11 માંથી એનડીએના 9 ઉમેદવારોજીત્યા છે. કોંગ્રેસનો ફક્ત એક ઉમેદવાર જીત્યો છે. 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં હોવાના કારણે આ ચૂંટણી રસપ્રદ બની હતી. હવે ચૂંટણી પરિણામો દર્શાવે છે કે એનડીએને મોટો ફાયદો થયો છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ફટકો પડ્યો છે. આ ચૂંટણીમાં એનડીએએ 9 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના 3 ઉમેદવારો મેદાનમાં હતા.
હવે ચૂંટણી પરિણામો દર્શાવે છે કે એનડીએને જબરદસ્ત ફાયદો થયો છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં એનડીએના 9 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ઇન્ડિયા એલાયન્સ વતી 3 ઉમેદવારો ઉભા રહ્યા હતા. હવે એવું માનવામાં આવે છે કે પવાર જૂથ અજિત જૂથના મતોમાં કોઈ ગાબડું પાડી શક્યું નથી, જ્યારે ઉદ્ધવ જૂથ શિંદે જૂથને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી.
કોણ-કોણ વિજેતા બન્યા
ભાજપના અમિત ગોરખે, પંકજા મુંડે, પરિણય કુકે, યોગેશ ટિલેકર અને સદાભાઉ ખોતે 26 મતોથી આસાનીથી જીત મેળવી હતી. એનસીપી (અજિત પવાર) જૂથમાંથી રાજેશ વિટેકર અને શિવાજીરાવ ગરજેએ એકતરફી વિજય મેળવ્યો હતો. શિવસેના શિંદેની વાત કરીએ તો ત્યાં ભાવના ગવલી, કિરપાલ તુમાને પણ જીત્યા છે. એ જ રીતે ઉદ્ધવ જૂથ તરફથી મિલિંદ નાર્વેકર તેમની બેઠક જીતી ગયા છે અને કોંગ્રેસના પ્રજ્ઞા સાતવનો પણ વિજય થયો છે.
આ પણ વાંચો – જાતિગત રાજનીતિને લઇને નીતિન ગડકરી ભડક્યા, કહ્યું – જે જાતિની વાત કરશે તેને લાત મારીશ
અજિત પવારે કહ્યું કે અમારી વ્યૂહરચના એ હતી કે અમારા સહયોગીને ખલેલ પહોંચાડવી નહીં અને ખાતરી કરો કે અમે બહારથી વધારાના મત મેળવીએ. તે કામ કર્યું અને અમે નવ બેઠકો જીતવામાં સફળ રહ્યા. એનસીપી પાસે 42 ધારાસભ્યો હતા અને તેમની પાર્ટીને 47નું સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે હું આ તમામ ધારાસભ્યોનો આભાર માનું છું કે જેમણે અમને ટેકો આપ્યો.
અગાઉ એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે અજિત પવારની એનસીપીના ધારાસભ્યો લોકસભામાં વિપક્ષની જીત પછી શરદ પવાર તરફ વળશે. જોકે પરિણામો દર્શાવે છે કે આવી કોઈ શિફ્ટ થઈ નથી. તેના બદલે કોંગ્રેસના ઓછામાં ઓછા 7 ધારાસભ્યોએ શાસક ગઠબંધનની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે.
સંખ્યા પ્રમાણે વિપક્ષમાં ત્રણ મુખ્ય પક્ષો પાસે 65 ધારાસભ્યોનું સંખ્યાબળ છે પરંતુ તે માત્ર 59 મતોથી જીતી શક્યા છે.. વધુમાં, તમામ નાના પક્ષોએ શાસક ગઠબંધનની તરફેણમાં મતદાન કર્યું છે.