scorecardresearch
Premium

મહારાષ્ટ્ર : સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું, અજિત પવારને નાણા અને એકનાથ શિંદેને અર્બન ડેવલપમેન્ટ વિભાગ

Maharashtra Portfolio Announcement : મહારાષ્ટ્રમાં મહાયુતી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય ઉપરાંત કાયદો અને ન્યાય વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ તેમજ માહિતી અને પ્રચાર વિભાગ પણ પોતાની પાસે રાખ્યા છે

Maharashtra Portfolio, CM Devendra Fadnavis, Ajit Pawar, Eknath Shinde
Maharashtra Portfolio : મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે (ફાઇલ ફોટો)

Maharashtra Portfolio Announcement Updates : મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. ફડણવીસે ગૃહ મંત્રાલય ઉપરાંત કાયદો અને ન્યાય વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ તેમજ માહિતી અને પ્રચાર વિભાગ પણ પોતાની પાસે રાખ્યા છે. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને અર્બન ડેવલપમેન્ટ, હાઉસિંગ અને પબ્લિક વર્કસ (પબ્લિક એન્ટરપ્રાઇઝ) જેવા પોર્ટફોલિયો સોંપવામાં આવ્યા છે. આ સાથે ડેપ્યુટી સીએમ અજીત પવારને નાણાં વિભાગ અને આયોજન વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સીએમ ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવારે 5 ડિસેમ્બરે શપથ લીધા હતા અને 15 ડિસેમ્બરે શિયાળુ સત્ર પહેલા 39 મંત્રીઓએ શપથ લીધા હતા.

કોને કયા મંત્રાલય મળ્યા

ચંદ્રશેખર બાવનકુલેને મહેસૂલ વિભાગની જવાબદારી મળી છે. ધનંજય મુંડેને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, પંકજા મુંડેને પર્યાવરણ અને પશુપાલન વિભાગ, ઉદય સામંતને ઉદ્યોગ વિભાગ, માણિકરાવ કોકાટેને કૃષિ વિભાગ અને જયકુમાર ગોરે પાસે ગ્રામીણ વિકાસ વિભાગનો હવાલો રહેશે.

આ પણ વાંચો – કુવૈતમાં શું કામ કરી રહ્યા છે ભારતીયો? દર વર્ષે ઇન્ડિયા મોકલાવે છે આટલા રુપિયા

ગુલાબરાવ પાટિલને પાણી પુરવઠા વિભાગ, અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સંજય શિરસાટને સામાજિક ન્યાય વિભાગ આપવામાં આવ્યો છે.

ચંદ્રકાંત પાટીલને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનો હવાલો, ગણેશ નાયકને વન વિભાગનો હવાલો અને દાદા ભુસેને શાળા શિક્ષણનો હવાલો સોંપાયો છે. રાધાકૃષ્ણ વિખે પાટીલને જળ સંસાધન અને હસન મુશરીફને મેડિકલ એજ્યુકેશનનો હવાલો સોંપાયો છે.

મંત્રાલયનેતા
ગૃહ મંત્રાલયદેવેન્દ્ર ફડણવીસ
નાણાં મંત્રાલયઅજીત પવાર
શહેરી વિકાસ મંત્રાલયએકનાથ શિંદે
મહેસૂલ મંત્રાલયચંદ્રશેખર બાવનકુલે
ઉદ્યોગ મંત્રાલયઉદય સામંત
ઉચ્ચ શિક્ષણચંદ્રકાન્ત પાટીલ
વન મંત્રાલયગણેશ નાયક
પર્યાવરણ મંત્રાલયપંકજા મુંડે
તબીબી શિક્ષણહસન મુશરીફ
પાણી પુરવઠોગુલાબરાવ પાટીલ
જળ સંસાધન મંત્રાલયરાધા કૃષ્ણ વિખે પાટીલ
શાળા શિક્ષણ મંત્રીદાદા ભુસે
આદિજાતિ વિકાસ મંત્રાલયઅશોક વિખે
પરિવહન મંત્રાલયપ્રતાપ સરનાઈક
ખાદ્ય પુરવઠોધનંજય મુંડે
ઓબીસી વિકાસ મંત્રાલયઅતુલ સાવે
સામાજિક ન્યાય વિભાગસંજય શિરસાટ
રોજગારભારત ગોગાવલે
રાહત અને પુનર્વસનમકરંદ પાટીલ
મત્સ્યપાલન અને બંદરગાહનિતેશ રાણે
મજૂરઆકાશ ફુંડકર
સહયોગબાબાસાહેબ પાટીલ
જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણપ્રકાશ અબિટકર

S

રાજ્ય મંત્રીવહેંચણી
માધુરી મિસાલસામાજિક ન્યાય, લઘુમતી વિકાસ અને બંદોબસ્તી, તબીબી શિક્ષણ મંત્રાલય
આશિષ જયસ્વાલનાણાં અને આયોજન, કાયદો અને ન્યાય
મેઘના બોર્ડીકરજાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ, પાણી પુરવઠો
ઈન્દ્રનીલ નાઈકઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, આદિજાતિ વિકાસ અને પ્રવાસન
યોગેશ કદમગૃહરાજ્ય શહેર
પંકજ ભોયરઆવાસ

આમ જોવા જઈએ તો મહાયુતિને આ સર્વસંમતિ સુધી પહોંચવામાં ઘણા દિવસો લાગ્યા છે. લગભગ એક મહિના પછી મંત્રાલયોની વહેંચણી થઇ છે.

Web Title: Maharashtra mahayuti portfolio announcement cm devendra fadnavis home ajit pawar finance eknath shinde urban development ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×