scorecardresearch
Premium

એકનાથ શિંદેએ કહ્યું – પીએમ મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તેનો સ્વીકાર કરાશે

એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમના મામલે પોતાની વાત કહી. આ સાથે જ ભાજપના દેવેન્દ્ર ફડણવીસનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો લગભગ ક્લિયર થઇ ગયો છે

Eknath Shinde, Maharashtra Government
એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા (Express Photo by Deepak Joshi)

મહારાષ્ટ્રમાં અપ્રત્યાશિત જીત બાદ મહાયુતિમાં મુખ્યમંત્રીને લઇને પેચ ફસાયો છે. દેવેન્દ્ર ફડણવીસનું નામ ચોક્કસ સૌથી આગળ ચાલી રહ્યું છે, પરંતુ સતત થઈ રહેલા વિલંબને કારણે અનેક સવાલો પણ ઊભા થયા છે. આ દરમિયાન એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા અને પોતાની વાત ક્લિયર કરી હતી.

એકનાથ શિંદેની પ્રેસ કોન્ફરન્સ

પ્રેસ કોન્ફરન્સમાં એકનાથ શિંદેએ કહ્યું કે અમને આટલો મોટો જનાદેશ ક્યારેય મળ્યો નથી, જનતાએ મહાયુતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે કામો મહા વિકાસે અટકાવી દીધા હતા અમે તેમને પાછા શરૂ કર્યા છે. અમે સવારે પાંચ વાગ્યા સુધી કામ કરતા હતા, બધા કાર્યકરો પણ અમારી સાથે સખત મહેનત કરતા હતા. અમે આ વાતને ખૂબ જ નજીકથી સમજ્યા છીએ, અમે ક્યારેય પોતાને સીએમ નથી માન્યા, અમે પોતાને એક કોમન મેન જ માન્યા છે.

પીએમ મોદીએ મને ખૂબ સપોર્ટ કર્યો – એકનાથ શિંદે

એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે જ્યારે મેં સીએમ પદ સંભાળ્યું ત્યારે મેં વિચાર્યું હતું કે બીમાર લોકો માટે એક યોજના લાવવી જોઈએ. મને સમજાયું કે આવી સ્થિતિમાં ગરીબ પરિવારોને સૌથી વધુ નુકસાન થાય છે. આ જ કારણે મેં ગરીબો માટે કામ કર્યું, તેમના માટે યોજનાઓ પણ બનાવી. અમે રાજ્યની પ્રગતિની ગતિ પણ વધારી હતી. પીએમ મોદીએ મને ખૂબ સપોર્ટ કર્યો, તેઓ હંમેશા મારી સાથે ઉભા રહ્યા. આ પહેલા કોઈ સરકારમાં આટલો મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી.

મોદી-શાહના નિર્ણય સ્વીકાર કરશે – એકનાથ શિંદે

શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે તમારી સામે જે નિર્ણય આવ્યો છે તે અમારા કામને કારણે આવ્યો છે. હું મારી વહાલી બહેનોનો ભાઈ છું, ચૂંટણી સમયે બહેનોએ પોતાના ભાઈને યાદ કર્યો હતો. હું કહેવા માંગુ છું કે અમે સાથે મળીને કામ કરવામાં માનીએ છીએ. આપણે એવા લોકો છીએ જે લોકોની વચ્ચે જઈએ છીએ, આપણે જે પણ કામ કરીએ છીએ, તે આપણે દિલથી કરીએ છીએ. લોકોને લાગવા માંડ્યું કે અમારી પાસે આપણા પોતાના મુખ્યમંત્રી છે.

આ પણ વાંચો –  લલિત મોદીનો મોટો ખુલાસો, કહ્યું – સુનંદા પુષ્કર મામલામાં ધમકી આપવામાં આવી હતી

હવે શિંદેને પોતાના જૂના દિવસો જરૂર યાદ આવી ગયા પરંતુ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે એનડીએ જે પણ નિર્ણય લેશે તે સ્વીકાર કરવાના છે. એક ડગલું આગળ વધીને તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે તેઓ હવે ભાજપના સીએમનો સ્વીકાર કરે છે. પીએમ મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તેને આખી શિવસેના સ્વીકારશે.

શિંદેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અઢી વર્ષ સુધી તેમને મોદી-શાહનો પૂરો સાથ મળ્યો, તેમના કારણે સરકારી યોજનાઓ જનતા સુધી પહોંચી, ક્યારેય ફંડની ખોટ પડી નથી. હવે આ નિવેદન એ કહેવા માટે પૂરતું છે કે શિંદે સંભવત: મુખ્યમંત્રીની રેસમાંથી બહાર નીકળી રહ્યા છે.

Web Title: Maharashtra government formation eknath shinde fully support bjp decision on cm ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×