scorecardresearch
Premium

Maharashtra Election Results 2024: મહારાષ્ટ્રમાં ઓવૈસી ઉમેદવાર માત્ર 162 અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ 208 મત થી ચૂંટણી જીત્યા, ઓછા મત માર્જિનથી જીતનાર નેતાની યાદી

Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ 230 બેઠક જીતી છે જ્યારે મહાવિકાસ અઘાડી એ માત્ર 46 બેઠક જીતી સંતોષ માનવો પડ્યો છે. જુઓ સૌથી ઓછા મત માર્જિનથી જીતનાર ઉમેદવારીઓની યાદી

Maharashtra Election Results 2024 | Maharashtra Election Results winner list | maharashtra election results lowest vote margin winner list | nana patole | mufti mohammad
Maharashtra Election Results 2024: ઔવેસીની એઆઈએમઆઈએમના ઉમેદવાર મુફ્તી મોહમ્મદ ઇસ્માઇલ અબ્દુલ ખાલીક અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે સૌથી ઓછા મત માર્જિન સાથે ચૂંટણી જીત્યા છે. (Photo:

Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધને જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસના મહા વિકાસ અઘાડીની હાર થઇ છે. આ વિધાનસબા ચૂંટણીમાં અમુક ઉમેદવારો મોટા માર્જિનથી જીત્યા હતા અને કેટલાક માત્ર થોડા માર્જિનથી જીતવામાં સફળ થયા હતા. તેમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ઉમેદવાર અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું નામ પણ સામેલ છે.

માલગાંવ સેન્ટ્રલમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર માત્ર 162 મતોના માર્જિનથી જીત્યા હતા. સાકોલી વિધાનસભા સીટ પર મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે માત્ર 208 મતથી ચૂંટણી જીતવામાં સફળ થયા છે. નાસિક જિલ્લાની માલેગાંવ સેન્ટ્રલ સીટ પર ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના ધારાસભ્ય મુફ્તી મોહમ્મદ ઇસ્માઇલ અબ્દુલ ખાલીકે ઇન્ડિયન સેક્યુલર લાર્જેસ્ટ એસેમ્બલી ઓફ મહારાષ્ટ્રના ઉમેદવાર આસિફ શેખ રશીદને 162 મતોથી હરાવ્યા હતા.

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ 208 મત થી ચૂંટણી જીત્યા

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સાકોલી વિધાનસભા બેઠક પર ભાજપના અવિનાશ બ્રહ્મંકરને 208 મતોથી હરાવીને જીત મેળવી હતી. માત્ર આ બે નામો જ નહીં પરંતુ બીજા ઘણા એવા ઉમેદવારો છે કે જેઓ માત્ર થોડાક વોત માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. નવી મુંબઈના બેલાપુરથી ભાજપના માંડા મ્હાત્રે ૩૭૭ મત માર્જિનથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. બુલઢાણામાં શિવસેનાના ઉમેદવાર સંજય ગાયકવાડ 841 મતોથી જીત્યા હતા.

રોહિત પવારની જીતનું માર્જિન પણ ઘણું ઓછું

કરજત-જામખેડમાં શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રોહિત પવારે 1243 મતોથી પોતાની બેઠક જાળવી રાખી હતી, જ્યારે અંબેગાંવ વિધાનસભા બેઠક પરથી રાજ્યના પ્રધાન અને એનસીપીના ઉમેદવાર દિલીપ વાલસે પાટિલ 1523 મતોથી જીત્યા હતા. મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના ઉમેદવાર તાનાજી સાવંતે પરંદા વિધાનસભા સીટ પર માત્ર 1509 વોટથી જીત મેળવી હતી.

આ પણ વાંચો | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: સીએમની ખુરશી પર ફડણવીસનો દાવો મજબૂત, શું એકનાથ શિંદે થશે સહમત?

મહારાષ્ટ્રના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અતુલ સેવ ઔરંગાબાદ પૂર્વ બેઠક પરથી 2161 મતોથી જીતવામાં સફળ રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ ગઠબંધન 230 બેઠકો જીતી છે અને મહા વિકાસ આઘાડી માત્ર 46 બેઠક જીવતામાં સફળ થઇ છે.


Web Title: Maharashtra election results 2024 lowest vote margin winner list nana patole as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×