scorecardresearch
Premium

મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં ધારાસભ્ય ગોપીચંદ પડલકર અને જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો ઝઘડ્યા

Maharashtra Assembly : મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં ગુરુવારે એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો અને ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી

gopichand padalkar, jitendra awhad
મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં ગુરુવારે એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો અને ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી (તસવીર – આઈએએનએસ વીડિયો ગ્રેબ)

Maharashtra Assembly : મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં ગુરુવારે એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો અને ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંનેના સમર્થકો વચ્ચે ઉગ્ર હંગામો થયો હતો. એક દિવસ પહેલા જ ગોપીચંદ પડલકર અને જિતેન્દ્ર આવ્હાડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને મામલો અપશબ્દો બોલવા સુધી પહોંચી ગયો હતો.

વિધાનસભા પરિસરમાં થયેલી મારપીટની ઘટના પર ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે અહીં જે બન્યું તેનાથી હું ખરેખર દુ:ખી છું. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. હું ખેદ વ્યક્ત કરું છું અને માફી માંગું છુું.

આ મુદ્દે જિતેન્દ્ર આવ્હાડે શું કહ્યું

આ મુદ્દે પોતાના પક્ષ રાખતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે આખું મહારાષ્ટ્ર જાણે છે કે હુમલાખોર કોણ હતો. અમારી પાસે વારંવાર સાબિતી માંગવામાં આવે છે, જ્યારે સમગ્ર દેશે જોયું છે કે હુમલો કોણે કર્યો છે. ગુંડાઓને વિધાનસભામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને ધારાસભ્યોની સુરક્ષા ખતરામાં છે. મને ગાળો આપવામાં આવી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ‘કૂતરો’, ‘ડુક્કર’ જેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું વિધાનસભામાં આવું જ થવાની અપેક્ષા હતી? હું ભાષણ દઇને બહાર આવ્યો હતો કે તરત મારી સાથે ઝઘડ્યા હતા. જો વિધાનસભામાં ધારાસભ્યો સુરક્ષિત નથી તો આપણે ધારાસભ્ય જ કેમ રહીએ?

આ પણ વાંચો – જંગલમાંથી મળી આવેલી રશિયન મહિલા નીના કુટીના અને તેના બાળકોનું આગળ શું થશે?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું – દુર્ભાગ્યપૂર્ણ છે

આ હંગામા અંગે પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો ગુંડાઓ વિધાનસભા સુધી પહોંચી ગયા છે, તો રાજ્યના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ તેની જવાબદારી લેવી જોઈએ. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વિધાનસભામાં આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.

કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસ પાર્ટીના નેતા નાના પટોલેએ કહ્યું કે અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. મહારાષ્ટ્ર વિધાનસભામાં હંમેશાં એક પરંપરા રહી છે. અમારા ઉદાહરણો આખા દેશમાં આપવામાં આવ્યા છે અને તેના પર ગર્વ કરવામાં આવે છે છે. પરંતુ આજે વિધાનસભા સંકુલમાં જે થયું તે ફરીથી ન થવું જોઈએ. અધ્યક્ષ અને મુખ્યમંત્રીએ આનું ધ્યાન રાખવું જોઈએ. મુંબઇ હંમેશા હાઇ એલર્ટ પર રહે છે. આવા સમયે ધારાસભ્યો અને મંત્રીઓની સાથે આટલી મોટી સંખ્યામાં લોકોની હાજરી અને વિધાનસભાની સુરક્ષા જોખમાય તે ખૂબ જ ગંભીર બાબત છે.

Web Title: Maharashtra assembly bjp mla gopichand padalkar and ncp scp leader jitendra awhad supporters clashes ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×