Mahalakshmi Murder Case : મહાલક્ષ્મી હત્યા કેસના આરોપી મુક્તિ રંજનની માતાએ મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ મહાલક્ષ્મી ઘણા સમયથી પોતાના પુત્રને બ્લેકમેઇલ કરી રહી હતી, તેના તરફથી પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી. હવે આ દાવો રંજનની માતાએ તે સમયે કર્યો છે જ્યારે તેના પુત્રએ પણ આત્મહત્યા કરી લીધી છે.
મહાલક્ષ્મી કેસમાં આરોપીની માતાનું નિવેદન
મીડિયા સાથે વાત કરતા આરોપીની માતાએ કહ્યું કે મારો પુત્ર મને કહેતો હતો કે માતા હું તે યુવતીની જાળમાં ફસાઇ ગયો છું. તે સતત મારી પાસે પૈસા માંગે છે. ત્યારબાદ મેં મારા પુત્રને બેંગલુરુ છોડીને નોકરીમાંથી રાજીનામું આપવાનું કહ્યું હતું. પરંતુ તે રડી રહ્યો હતો, તેણે માત્ર એટલું જ કહ્યું કે છોકરી સતત પૈસા માંગતી હતી. હવે જે વાત આરોપીની માતા જણાવી રહી છે તે જ દાવો ખુદ રંજને પણ પોતાની સ્યુસાઇડ નોટમાં કર્યો છે.
આ કેસમાં પોલીસની થિયરી શું છે?
તેણે લખ્યું હતું કે મહાલક્ષ્મી તેને નકલી અપહરણ કેસમાં ફસાવવા માંગતી હતી. તેથી જ તેણે તેની હત્યા કરી નાખી હતી. હાલ તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘણી થિયેરી પર કામ કરવામાં આવી રહ્યું છે. જોકે બેંગલુરુ પોલીસને આ કેસ અંગે એટલું લાગી રહ્યું છે કે મહાલક્ષ્મીની હત્યા 2થી 3 સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવી હતી. ફ્રિજમાંથી તેની લાશના 40 ટુકડા મળી આવ્યા હતા, કેટલાક ટુકડા રૂમમાં પણ પડ્યા હતા.
આ પણ વાંચો – લારી પર રાખેલી પ્લાસ્ટિકની થેલીમાં કરતો હતો યુરિન, પછી આવી રીતે વેચતો હતો ફ્રુટ
શું લગ્નનું દબાણ બન્યું હત્યાનું કારણ?
પોલીસે દાવો કર્યો હતો કે આરોપી રંજને પોતે સુસાઇડ નોટમાં કબૂલ્યું છે કે તેણે તેની ગર્લફ્રેન્ડ મહાલક્ષ્મીની હત્યા કરી હતી. હત્યાનાં અનેક કારણો બહાર આવી રહ્યાં છે, પરંતુ કશું જ નક્કર રીતે બોલવામાં આવી રહ્યું નથી. પોલીસની એક થિયરી કહે છે કે મહાલક્ષ્મી કથિત રીતે લગ્નનું દબાણ કરી રહી હતી, જેના કારણે રંજને તેની હત્યા કરી હતી. જાણકારો આ કેસની સરખામણી શ્રદ્ધા વોકર કેસ સાથે કરી રહ્યા છે કારણ કે તેમાં પણ આરોપી અલ્તાફે પોતાની પ્રેમિકાના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા હતા.