Lok Sabha Election 2024| લોકસભા ચીંટણી 2024 : ચૂંટણી પ્રબંધક તરીકે પ્રખ્યાત પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કરેલી ભવિષ્યવાણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 4 જૂને ભાજપ 2019 કરતા વધુ સારું પ્રદર્શન કરશે અને 303 થી વધુ સીટો મેળવશે. આ પાછળનું કારણ આપતાં તેમણે કહ્યું કે, પીએમ મોદી વિરુદ્ધ સત્તા વિરોધી લહેર નથી.
પ્રશાંત કિશોરના આ નિવેદનની ચર્ચા વચ્ચે હવે અમેરિકાના એક અગ્રણી રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમરે પણ આગાહી કરી છે કે, આ વખતે ચૂંટણીમાં સત્તાધારી પક્ષ (ભાજપ)ને સૌથી વધુ બેઠકો મળશે.
શું છે ચર્ચાઓ?
પ્રશાંત કિશોરે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, પીએમ મોદીની ભાજપ સત્તામાં રહેશે. કાં તો તેમની સંખ્યા છેલ્લી વખતની જેમ જ રહેશે અથવા તેના કરતા થોડી વધુ સારી હશે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી સામે લોકોમાં નારાજગી દેખાઈ રહી નથી.
ઇયાન બ્રેમનરે શું કહ્યું?
હાલ ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અંગે તેમની આગાહીઓ વિશે પૂછવામાં આવતા રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમનર એનડીટીવી પ્રોફિટને પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે, ભાજપ 295 થી 315 બેઠકો જીતી શકે છે. ભાજપ 2014 માં 282 બેઠકો સાથે સત્તામાં આવી હતી, તેમના ગઠબંધનને કુલ 336 બેઠકો મળી હતી.
આ પણ વાંચો – ચક્રવાત રેમાલ અપડેટ : દરિયામાં વાવાઝોડા નો ખતરો, બંગાળમાં લેન્ડફોલનો ભય, ગુજરાત પર કોઈ અસર થશે?
2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી અને NDAએ 350 નો આંકડો પાર કર્યો હતો. ભાજપના નેતાઓ સતત 400 સીટો પાર કરવાની વાત કરી રહ્યા છે. તો ઇયાન બ્રેમરે કહ્યું કે, “મોદી લગભગ નિશ્ચિતપણે ત્રીજી ટર્મ માટે ખૂબ જ મજબૂત પ્રદર્શન અને સતત સુધારા સાથે જીતવા જઈ રહ્યા છે.” ઇયાન બ્રેમરે કહ્યું કે, ભારત આવતા વર્ષ સુધીમાં વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બની શકે છે અને આ એક મોટી વાત હશે.