નિશિકાંત ઠાકુર | લોકસભા ચૂંટણી 2024 : ચૂંટણીનો માહોલ ગરમ બન્યો છે અને સરકારી એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્સ દ્વારા જે ડર બતાવવામાં આવી રહ્યો છે, તેવું ભાગ્યે જ કોઈ સરકાર દ્વારા જોવા મળ્યું હશે. તાજેતરમાં, ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કરતી સુપ્રીમ કોર્ટની ટિપ્પણીએ પણ સ્વચ્છ હોવાના સરકારના દાવાને ઉઘાડો કરી દીધો.
આ બાજુ ચંદીગઢ મેયરની ચૂંટણીનો એપિસોડ પણ ભાજપની કોઈપણ ભોગે સત્તા કબજે કરવાની નીતિનો પુરાવો છે. આ બંને મામલા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિપક્ષે ભાજપ પર પ્રહારો તેજ કરતા કહ્યું છે કે, સત્તાધારી પક્ષે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા અઢળક સંપત્તિ એકઠી કરી છે અને ચંડીગઢમાં આજે ચોરી પકડાઈ ગઈ છે, નહીંતર જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી જ તે ગેરકાયદેસર અને અનૈતિક માધ્યમથી સત્તા કબજે કરી રહ્યું છે.
બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્ડિયા ગઠબંધનનું મનોબળ થોડું વધ્યું છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે જે રીતે પક્ષ બદલોયા અને તેમના સાથી તરીકે ભાજપ સાથે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા, તે જોઈને એવું લાગી રહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન વેરવિખેર થઈ જશે. આ પછી ઘણા જાણીતા નેતાઓએ પણ પક્ષ બદલ્યો. પરંતુ, કોંગ્રેસે જે રીતે યુપી, દિલ્હી અને ગુજરાત સહિતના રાજ્યોમાં SP અને AAP સાથે સીટ વહેંચણીના કરારને આખરી ઓપ આપ્યો, તે જોઈ ઈન્ડિયા ગઠબંધનને મૃત માનતા લોકોને આંચકો આપ્યો હશે.
નેતાઓ દ્વારા પક્ષ બદલવાને લોકો ED, CBI, આવકવેરા એજન્સીઓ વગેરેની કાર્યવાહીના ડર સાથે જોડાયેલી પણ જોઈ રહ્યા છે. કોઈપણ રીતે, એ સમજાતું નથી કે, આ એજન્સીઓ ચૂંટણી પહેલા જ વિપક્ષના તમામ નેતાઓને ભ્રષ્ટાચારી તરીકે કેમ જોવા લાગે છે? શું કારણ હશે કે ચૂંટણી દરમિયાન જ વિપક્ષના તમામ સ્થળો પર દરોડા પાડવામાં આવે છે? એ પણ સમજાતું નથી કે શાસક પક્ષની એક પણ વ્યક્તિ કે નેતા ભ્રષ્ટ નથી?
હવે સવાલ એ પણ ઊભો થાય છે કે, શું જનતા પણ આ પ્રશ્નોથી પરેશાન છે અને તેની પાછળનો હેતુ સમજી શકી રહી છે કે નહીં? એવું સ્વીકારવું પડશે કે, દસ વર્ષ લાંબો સમય છે અને જનતા આટલા લાંબા સમય સુધી કોઈપણ પક્ષ કે નેતાના ઈરાદાથી અજાણ રહે, આ સંભવ જણાતું નથી. તો શું જનતા પરિવર્તનના મૂડમાં છે? આનો જવાબ તો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ જાણવા મળશે. ખેર, એ પણ સાચું છે કે, પરિવર્તન અમુક લોકોની ઈચ્છા હોવાથી નહીં થાય. બહુમત જે લોકોને ઈચ્છશે તેજ સત્તામાં આવશે. તો શું બહુમતી પરિવર્તન ઈચ્છે છે?
આ પણ વાંચો – સપા-કોંગ્રેસ ગઠબંધન તો થયું પણ વોટ ટ્રાન્સફર કેવી રીતે થશે? યુપીમાં INDIA ગઠબંધન માટે શું મોટા પડકારો
કોંગ્રેસ આ મુદ્દાને લઈને ખૂબ જ ચિંતિત છે કે, જો આ સરકાર ફરીથી સત્તામાં આવશે તો તે બળના સહારે વિપક્ષને ખતમ કરી દેશે અને સરમુખત્યારશાહી વલણ અપનાવીને દેશને ઉદ્યોગસાહસિકોના હાથમાં ગીરવે કરી દેવામાં આવશે. પરંતુ શું તે જનતાને આ ચિંતા સાથે જોડવામાં અને બહુમતીને મનાવવા માટે સક્ષમ થશે? તેના પ્રયાસોની સફળતામાં તેની ચિંતાઓનો ઉકેલ છે. તો હવે ચૂંટણીના પરિણામોની જાણ થાય ત્યાં સુધી રાહ જુઓ.
(વરિષ્ઠ પત્રકાર નિશિકાંત ઠાકુર, લેખક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે. અહીં લખેલી બાબતો તેમના અંગત મંતવ્યો છે.)