scorecardresearch
Premium

લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને ઝટકો, ખજુરાહો સીટ પર મીરા યાદવનું નોમિનેશન રદ

Meera Yadav Nomination rejected : અખિલેશ યાદવે કહ્યું – ખજુરાહો બેઠક પરથી ઇન્ડિયા એલાયન્સ સપા ઉમેદવાર મીરા યાદવનું નોમિનેશન રદ કરવું એ લોકશાહીની હત્યા છે

Akhilesh Yadav | Akhilesh Yadav SP | Samajwadi Party
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Photo – @yadavakhilesh)

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસે મધ્ય પ્રદેશની ખજુરાહો લોકસભા સીટ આપી હતી. આ બેઠક પરથી સપાના ઉમેદવારનું નોમિનેશન રદ કરવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મીરા યાદવને ખજુરાહો બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે.

જિલ્લા ચૂંટણી અધિકારી સુરેશ કુમારે મીરા યાદવના નોમિનેશનને ફગાવી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉમેદવારી ફોર્મ પર સહી ન કરવાને કારણે અને જૂના નામકરણને કારણે તેમનું નોમિનેશન રદ કરવામાં આવ્યું હતું. ઉમેદવારોની જાહેરાત બાદ સમાજવાદી પાર્ટી અસમંજસની સ્થિતિમાં છે. ઉત્તર પ્રદેશમાં પણ તેમણે લગભગ 10 ઉમેદવારોને ટિકિટ આપ્યા બાદ તેમની ટિકિટ કાપી નાખી હતી.

અખિલેશ યાદવે કહ્યું – આ લોહશાહીની હત્યા

અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ખજુરાહો બેઠક પરથી ઇન્ડિયા એલાયન્સની સપા ઉમેદવાર મીરા યાદવનું નોમિનેશન રદ કરવું એ જાહેરમાં લોકશાહીની હત્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સિગ્નેચર ન હતા, તો પછી જોનાર અધિકારીએ ફોર્મ કેમ લીધું. આ બધાં બહાનાં છે અને ભાજપની હતાશા છે. જે કોર્ટના કેમેરા સામે છેતરપિંડી કરી શકે છે તે ફોર્મ મળ્યા પછી પીઠ પાછળ શું-શું શું ષડયંત્ર રચતા હશે?

આ પણ વાંચો – કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ભાજપે ઉઠાવ્યા સવાલ, કહ્યું – વિદેશી તસવીરોનો સહારો લઇ રહી છે કોંગ્રેસ

અખિલેશ યાદવે આગળ લખ્યું કે ભાજપ માત્ર વાતોમાં જ નહીં પરંતુ કામમાં પણ ખોટી છે અને સમગ્ર વહીવટી વ્યવસ્થાને ભ્રષ્ટ કરવા માટે પણ દોષી છે. આ ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ, કોઈનું નોમિનેશન રદ કરવું એ લોકશાહી અપરાધ છે.

ભાજપના ઉમેદવાર વીડી શર્માનો રસ્તો ક્લિન થઇ ગયો

મીરા યાદવનું નોમિનેશન રદ થતા હવે અહીંથી ભાજપના ઉમેદવાર વીડી શર્માનો રસ્તો ક્લિન થઇ ગયો છે. વીડી શર્મા આ સીટ પરથી બીજી વખત લડી રહ્યા છે. તે મધ્ય પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે.

ખજુરાહો લોકસભા બેઠકની વાત કરીએ તો ચાર દિવસ પહેલા સમાજવાદી પાર્ટીએ ડૉ.મનોજ યાદવને અહીંથી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ જ્યારે તેમનો વિરોધ શરૂ થયો તો પાર્ટીએ તેમની ટિકિટ બદલી નાખી. આ પછી પાર્ટીએ મીરા યાદવને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ હવે તેમનું નોમિનેશન રદ કરવામાં આવ્યું છે.

Web Title: Lok sabha elections 2024 sp khajuraho candidate meera yadav nomination rejected ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×