scorecardresearch
Premium

Explained | લોકસભા ચૂંટણી 2024 : કેદી ચૂંટણી લડી શકે છે પણ મતદાન કરી શકતો નથી, આવું કેમ?

Lok sabha Election 2024, Explained, લોકસભા ચૂંટણી 2024 હોય કે વિધાનસભા ચૂંટણીમાં મત આપવાનો અધિકાર દરેક ભારતીયનો છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય કે શું જેલમાં બંધ કેદી ચૂંટણી લડી શકે કે નહીં. તે મત આપી શકે કે નહીં. ચાલો અહીં સમજીએ.

Lok Sabha election 2024 vote, Lok Sabha Elections, Elections 2024, Vote day, vote rute for prisoner, prisoner vote,
કેદી કેમ વોટ ન આપી શકે , ફાઇલ તસવીર – Express photo

Lok sabha Election 2024, Explained, લોકસભા ચૂંટણી 2024 : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હાલ જેલમાં છે. પંજાબની ખદુર સાહિબ સીટ પરથી લોકસભા ચૂંટણી લડવાના તેમના ઈરાદા બાદ ગયા અઠવાડિયે ઘણી ચર્ચા થઈ હતી. લોકોમાં ચર્ચાતો એક મહત્વનો પ્રશ્ન એ હતો કે શું વ્યક્તિ જેલમાં રહીને ચૂંટણી લડી શકે છે? તો જવાબ એ હતો કે પ્રચારની મર્યાદા હોઈ શકે છે પરંતુ ફોજદારી આરોપોનો સામનો કરતી વખતે ચૂંટણી લડવાના અધિકાર પર પ્રશ્નાર્થ નથી જ્યાં સુધી ચૂંટણી લડનાર વ્યક્તિ દોષિત ઠરે નહીં. પરંતુ તે મતદાન કરી શકશે નહીં. આ લેખમાં આપણે મતદાનના અધિકાર અને ચૂંટણી લડવાના અધિકારની કાનૂની સ્થિતિ જાણીશું.

દોષિત પુરવાર થાય તો ચૂંટણી લડી ન શકે

જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 8 અનુસાર એવા લોકોને સંસદ અને રાજ્ય વિધાનસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે જેઓ ગુનામાં દોષિત ઠર્યા હોય અને બે વર્ષ કે તેથી વધુની જેલની સજા થઈ હોય.

અધિનિયમની કલમ 8(3) કહે છે, “કોઈપણ ગુના માટે દોષિત ઠરેલી અને બે વર્ષથી ઓછી ન હોય તેવી જેલની સજા પામેલ વ્યક્તિ સજાની તારીખથી ગેરલાયક ઠરશે અને છ વર્ષ પછી પણ એક વર્ષના સમયગાળા માટે અયોગ્ય રહે છે. પરંતુ આ કાયદો અન્ડરટ્રાયલ કેદીઓને ચૂંટણી લડતા અટકાવતો નથી.

જો વ્યક્તિ દોષિત સાબિત ન થયા હોવ તો શું તે ચૂંટણી લડી શકો છો?

અહીં અમૃતપાલ સિંહના કેસ પરથી સમજી શકાય છે કે સાંસદ/ધારાસભ્યને દોષિત સાબિત થયા પછી જ ગેરલાયક ઠેરવી શકાય છે, એટલે કે આ નિયમ એવા વ્યક્તિ પર લાગુ થતો નથી કે જે માત્ર આરોપસર જેલમાં હોય. જે વ્યક્તિ જેલમાં ટ્રાયલ ચાલી રહી હોય અને દોષિત સાબિત ન થયો હોય તે ચૂંટણી લડી શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં આ કલમ સામે સુપ્રીમ કોર્ટમાં બે મોટા પડકારો જોવા મળ્યા છે. 2011 માં પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશને એવી દલીલ કરી હતી કે જે વ્યક્તિઓ સામે ફોજદારી આરોપો દાખલ કરવામાં આવ્યા છે અથવા જેઓ તેમના ગુનાહિત ઈતિહાસ અંગે ખોટા સોગંદનામા દાખલ કરે છે તેમને પણ ગેરલાયક ઠેરવવા જોઈએ.

જો કે, પાંચ જજની બેન્ચે સર્વસંમતિથી કહ્યું કે માત્ર વિધાનસભા જ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (RP એક્ટ)માં ફેરફાર કરી શકે છે, તે કોર્ટના હાથમાં નથી. બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે પણ કોર્ટમાં આવી જ અરજી દાખલ કરી હતી, જેનો કેસ હજુ ચાલી રહ્યો છે.

કેદી મતદાન કેમ ન કરી શકે?

લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (5) જણાવે છે કે જો વ્યક્તિ કોઈપણ જેલમાં બંધ હોય અથવા પોલીસની કાયદેસરની કસ્ટડીમાં હોય તો તે મતદાન કરી શકતી નથી. તેનો અર્થ એ કે અંડર ટ્રાયલ કેદી પણ જ્યાં સુધી જામીન પર મુક્ત ન થાય ત્યાં સુધી મતદાન કરી શકશે નહીં.

આ પણ વાંચોઃ- World Tuna Day 2024 : વર્લ્ડ ટૂના દિવસ એટલે શું? કેમ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

તે એવા લોકોને મત આપવાના અધિકારથી વંચિત કરી રહ્યું છે જેઓ પૈસાના અભાવે જામીન મેળવી શકતા નથી. જ્યારે જામીન પર બહાર હોય તેવા લોકો મતદાન કરી શકે છે. આ મતદાનના અધિકાર અને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન હોવાનું કહેવાયું હતું.

જો કે, કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મત આપવાનો અધિકાર એક વૈધાનિક અધિકાર છે અને તેને બંધારણીય અધિકારોના ઉલ્લંઘન સાથે જોડી શકાય નહીં. કોર્ટે કહ્યું કે જેલમાં બંધ વ્યક્તિ તેના વર્તનને કારણે અભિવ્યક્તિની સમાન સ્વતંત્રતાનો દાવો કરી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે કેદીઓના મત આપવાના અધિકાર પરના નિયંત્રણો વાજબી હતા કારણ કે તેમાં ગુનાહિત સજા ધરાવતા લોકોને મતદાનથી દૂર રહેવાની જરૂર હતી.

Web Title: Lok sabha elections 2024 prisoners can contest elections but cannot vote know here all ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×