Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણી પરિણામ 2024 પર સૌની નજર છે. દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન સંપન્ન થતાં ગણતરી ચાલી રહી છે. ભાજપના અબકી બાર 400 પાર ના દાવા વચ્ચે કેટલેક અંશે ભાજપની પીછેહઠ દેખાઇ રહી છે તો કોંગ્રેસ સમર્થિત ઇન્ડિયા ગઠબંધન ધાર્યા કરતાં સારુ પ્રદર્શન કરતું દેખાઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પરિણામ વલણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, પરષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા, કિરણ રિજ્જુ, રાજનાથ સિંહ સહિત નેતાઓની જીત થઇ છે તો બીજી તરફ ભાજપ દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાની, જમ્મુ કાશ્મીર પૂર્વ સીએમ મહેબુબા મુફ્તી સહિત નેતાઓ હાર્યા છે.
નરેન્દ્ર મોદી વારાણસી બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 લડી રહ્યા છે. મોદી સામે કોંગ્રેસ ઉમેદવાર અજય રાય ચૂંટણી મેદાનમાં છે. જે ગત ચૂંટણી 2029 માં પણ મોદી સામે ચૂંટણી લડ્યા હતા. વારાણસી બેઠક પર ચૂંટણી 2019 માં નરેન્દ્ર મોદી વિજેતા બન્યા હતા. એ વખતે નરેન્દ્ર મોદીને 63 ટકા એટલે કે 6,74,664 મત મળ્યા હતા. જ્યારે રનર અપ સમાજવાદી પાર્ટીના શાલિની યાદવને 1,95,159 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અજય રાય ને 1,52,548 મત મળ્યા હતા.
અમિત શાહ ગાંધીનગર બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024
ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 લડી રહ્યા છે. અમિત શાહ સામે કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ ફાઇટ આપી રહ્યા છે. અમિત શાહ આ બેઠક પરથી ગત ચૂંટણીમાં 5.56 લાખની મત સરસાઇથી લોકસભા જંગ જીત્યા હતા. આ વખતે પણ અમિત શાહ જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે લોકસભા ચૂંટણી 2024 જંગમાં મત માર્જીન વધે છે કે ઘટે છે.
લોકસભા ચૂંટણી 2024 પોરબંદર બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા 383360 મતની લીડથી વિજયી બન્યા છે. મનસુખ માંડવિયાને 633118 મત મળ્યા છે. જ્યારે હરીફ કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાને 249758 મત મળ્યા છે.
બનાસકાંઠા લોકસભા બેઠક પર છેવટે ગેનીબેન ઠાકોર 30406 મતથી જીતેલા જાહેર કરાયા છે. ભાજપના રેખાબેન ચૌધરીને 641477 મત મળ્યા જ્યારે ગેનીબેન ઠાકોરને 671883 મત મળ્યા છે.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઢી બેઠક પરથી હારી ગયા છે. કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ 167196 મતની લીડથી જીતી ગયા છે. કિશોરી લાલને 539228 મત મળ્યા છે જ્યારે સ્મૃતિ ઈરાનીને 372032 મત મળ્યા છે.
ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ 2024 જાહેર થતાં મૈનપુરી બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવ 221639 મતથી વિજેતા થયા છે. ડિમ્પલ યાદવને 598526 મત મળ્યા છે જ્યારે હરીફ ભાજપના ઉમેદવાર જયવીર સિંહને 376887 મત મળ્યા છે.
નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી 152513 મતની લીડ સાથે વિજેતા થયા છે. લોકસભા ચૂંટણી 2204 વારાણસી બેઠકની મત ગણતરી થઇ જતાં નરેન્દ્ર મોદીને 612970 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર અજય રાયને 460457 મત મળ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024 મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલ વિજેતા બન્યા છે. હરીભાઇ પટેલે 328046 મતની સરસાઇ મેળવી છે. હરીભાઇ પટેલને 686406 મત મળ્યા જ્યારે હરિફ કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરને 358360 મત મળ્યા છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 33806 મતની લીડ સાથે જીતની નજીક પહોંચી ગયા છે. ગેનીબેન ઠાકોરને 662630 મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 628824 મત મળ્યા છે. ભારે રસાકસી અને ઉતાર ચઢાવ વચ્ચે છેવટે ગેનીબેન ઠાકોર જીત તરફ આગળ વધી રહ્યા છે.
રામાયણ ટીવી સિરીયલમાં રામનું પાત્ર કરનાર અરુણ ગોવિલ ઉત્તર પ્રદેશના મેરઠ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. અરુણ ગોવિલ 8181 મતની લીડથી આગળ છે. અરુણ ગોવિલને 514158 મત મળ્યા છે જ્યારે હરિફ સમાજવાદી પાર્ટીના સુનિતા વર્માને 505977 મત મળ્યા છે.
પશ્વિમ બંગાળની બહરામપુર બેઠક પરથી ટીએમસી ઉમેદવાર ક્રિકેટર યુસુફ પઠાણ 42089 લીડથી જીત તરફ આગળ વધી રહ્યા છે. યુસુફ પઠાણ ને 345072 મત મળ્યા છે જ્યારે હરિફ કોંગ્રેસ ઉમેદવાર અધીર રંજન ચૌધરીને 302983 મત મળ્યા છે.
સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ મૈનપુરી બેઠક પરથી 218466 મતની લીડથી જીત તરફ આગળ વધી રહ્યા છે. ડિમ્પલ યાદવને 591433 મત મળ્યા છે જ્યારે હરિફ ભાજપ ઉમેદવાર જયવીર સિંહને 372967 મત મળ્યા છે
બારામુલ્લા લોકસભા ચૂંટણી પરિણામ 2024 ચોંકાવનારા છે. જમ્મુ કાશ્મીર પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ હાર તરફ આગળ વધી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર અબ્દુલ રાશિદ શેખ 176330 મતથી આગળ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફેરન્સ ઉમેદવાર ઓમર અબ્દુલ્લાહ ને 210167 મત મળ્યા છે જ્યારે અપક્ષ ઉમેદવાર અબ્દુલ રાશિદ શેખને 386497 મત મળ્યા છે.
લોકસભા જયપુર બેઠક પર ભાજપ ઉમેદવાર મંજુ શર્માએ પોતાની જીત નોંધાવી છે. મંજૂ શર્માએ 331767 મતથી હરિફ કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ સિંહ ખાચરિયાવાસને હરાવ્યા છે. મંજુ શર્માએ 886850 મત મેળવ્યા છે જ્યારે પ્રતાપ સિંહે 555083 મત મેળવ્યા છે.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી હાર તરફ આગળ વધી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ 64565 મતથી આગળ છે. સ્મૃતિ ઈરાનીને 167658 મત મળ્યા છે જ્યારે કિશોરી લાલને 232223 મત મળ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પર 173179 મતની લીડ સાથે જીત તરફ આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીને 310657 મત મળ્યા છે જ્યારે હરિફ ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ ને 137478 મત મળ્યા છે.
જમ્મુ કાશ્મીર પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અનંતનાગ રાજૌરી બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. અનંતનાગ રાજૌરી બેઠક પર જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફેરન્સ પાર્ટીના મેઇન અલતાફ અહમદ 162263 મતથી આગળ છે. મેઇન અલતાફ અહમદ ને 300512 મત મળ્યા છે. જ્યારે મહેબુબા મુફ્તીને 138249 મત મળ્યા છે. મહેબુબા મુફ્તીની હાર થતી દેખાઇ રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી 99002 મતથી આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીને 189194 મત મળ્યા છે જ્યારે હરિફ ભાજપ ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ ને 90192 મત મળ્યા છે.
મધ્ય પ્રદેશની છિંદવાડા બેઠક પર કોંગ્રેસ દિગ્ગજ નેતા કમલનાથ ના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. છિંદવાડા બેઠક પર કમલનાથ ના પુત્ર નકુલ ચૂંટણી લડી રહ્યો છે. જે 29780 મતથી પાછળ છે. ભાજપ ઉમેદવાર બંટી વિવેક સાહુ ને 146666 મત મળ્યા છે. જ્યારે નકુલ કમલનાથ ને 116886 મત મળ્યા છે.
અભિનેત્રી અને ભાજપ ઉમેદવાર કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી-2 બેઠક પર 36199 મતની લીડથી આગળ ચાલી રહી છે. કંગના રનૌત ને 260299 મત મળ્યા છે. જ્યારે હરિફ કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ ને 224090 મત મળ્યા છે. હિમાચલ પ્રદેશની તમામ ચાર બેઠકો પર ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પર 40906 મતથી આગળ ચાલી રહ્યા છે. નરેન્દ્ર મોદીને 134128 મત મળ્યા છે જ્યારે હરિફ કોંગ્રેસ ઉમેદવાર અજય રાય ને 93222 મત મળ્યા છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે જોડાનાર જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના 4 બેઠક પરથી 178046 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ને 296528 મત મળ્યા છે. હરિફ કોંગ્રેસ ઉમેદવાર યાદવેન્દ્ર રાવ દેશરાજ સિંહ ને 118482 મત મળ્યા છે.
ભાજપ દિગ્ગજ નેતા કિરણ રિજ્જુ અરુણાચલ વેસ્ટ બેઠક પર 55731 મતથી આગળ ચાલી રહ્યા છે. કિરણ રિજ્જુ ને 125349 મત મળ્યા છે જ્યારે હરિફ કોંગ્રેસ ઉમેદવાર નાબમ તુકી ને 69618 મત મળ્યા છે.
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અપક્ષ ઉમેદવાર તરીકે ખદ્દૌર બેઠક પર આગળ છે. અમૃતપાલ સિંહને 99835 મત મળ્યા છે અને 45456 મતની લીડ ધરાવે છે. કોંગ્રેસ ઉમેદવાર કુલબીર સિંહ ઝીરા 54379 મત અને આમ આદમી પાર્ટી ઉમેદવાર લાલજીત સિંહ ભુલ્લરને 49627 મત મળ્યા છે.
લદાખ લોકસભા ચૂંટણી પરિણામ 2024 ચોંકાવનાર છે. અહીં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોને અપક્ષ ઉમેદવાર ટક્કર આપી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનિફ 8638 મત લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ત્સેરીંગ નામગ્યાલને 4866 મત મળ્યા છે જ્યારે ભાજપ ઉમેદવાર તશી ગ્યાલસોનને 4657 મત મળ્યા છે.
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પર સવારના પ્રારંભિક વલણમાં હરિફ ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી કરતાં આગળ ચાલી રહ્યા હતા. જોકે સવારે 10 વાગ્યાના વલણમાં ભાજપના રેખાબેન ચૌધરી આગળ નીકળી ગયા છે. રેખાબેન ચૌધરી 459 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. રેખાબેન ચૌધરીને 87378 મત મળ્યા છે. જ્યારે ગેનીબેન ઠાકોરને 86919 મત મળ્યા છે.
અમિત શાહ ગાંધીનગર બેઠક પર સવા લાખ મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. દેશમાં સવારના પ્રારંભિક વલણમાં આ લીડ સૌથી મોટી છે. સવારે 10 વાગ્યા સુધી થયેલ મત ગણતરીમાં અમિત શાહને 159683 મત મળ્યા છે અને હરિફ કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ કરતાં 125613 મતની લીડથી આગળ છે.
અભિનેતા રાજ બબ્બર હરિયાણાની ગુરગાંવ બેઠક પર 28 હજારની લીડથી હરિફ ભાજપના ઉમેદવાર રાવ ઇન્દ્રજીત સિંહ કરતાં આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર રાજ બબ્બરને 53565 મત મળ્યા છે જ્યારે ભાજપના રાવ ઇન્દ્રજીત સિંહને 25078 મત મળ્યા છે.
પુરુષોત્તમ રુપાલા રાજકોટ બેઠક પર 84102 મતની મોટી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. ક્ષત્રિય સમાજ અંગે કરાયેલી ટિપ્પણીને લઇને વિવાદ વચ્ચે પુરુષોત્તમ રુપાલા જીત તરફ આગળ દોડી રહ્યા છે. પુરુષોત્તમ રુપાલાને 131492 મત મળ્યા છે જ્યારે હરિફ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને 47390 મત મળ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અજય રાય કરતાં પાછળ ચાલી રહ્યા છે.નરેન્દ્ર મોદીને 14540 મત મળ્યા છે જ્યારે અજય રાયને 18629 મત મળ્યા છે. અજય રાય 4089 મતની લીડથી આગળ છે.
ભાજપ દિગ્ગજ નેતા રાજનાથ સિંહ લખનૌ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશની લખનૌ બેઠક પર રાજનાથ સિંહ અને સમાજવાદી પાર્ટીના રવિદાસ મેહરોત્રા વચ્ચે ટક્કર છે. સવારના વલણમાં રાજનાથ સિંહ 4562 મતથી આગળ છે. રાજનાથ સિંહને 19731 મત મળ્યા છે જ્યારે રવિદાસ મેહરોત્રાને 15169 મત મળ્યા છે.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કિશોરી લાલ કરતાં પાછળ ચાલી રહ્યા છે. કિશોરી લાલ 3916 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. કિશોરી લાલને 8916 મત મળ્યા છે. જ્યારે સ્મૃતિ ઈરાનીને 5000 મત મળ્યા છે.
ભાજપ દિગ્ગજ નેતા રવિ શંકર પ્રસાદ પટના સાહેબ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. રવિ શંકર પ્રસાદ 3118 મતની સરસાઇથી આગળ ચાલી રહ્યા છે. રવિ શંકર પ્રસાદને 19025 મત મળ્યા છે. જ્યારે હરિફ ઉમેદવાર અન્શુલ અવિજીતને 15907 મત મળ્યા છે.
ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામમાં સમાજવાદી પાર્ટીની સાયકલ આગળ ભાગી રહી છે. ડિમ્પલ યાદવ મૈનપુરીથી આગળ છે તો અખિલેશ યાદવ કનૌજ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. સવારે સવા નવ વાગ્યાના વલણમાં અખિલેશ યાદવને 3955 મત મળ્યા છે અને હરિફ ભાજપ ઉમેદવાર સુબ્રત પાઠક કરતાં 1248 મતથી આગળ ચાલી રહ્યા છે. સુબ્રત પાઠકને 2707 મત મળ્યા છે.
ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ 2024 ટ્રેન્ડ જોઇએ તો સવારે 9 વાગ્યા સુધી સમાજવાદી પાર્ટી 19 બેઠક પર આગળ છે. ભાજપ 17 બેઠક, કોંગ્રેસ 5 અને આરએલડી એક બેઠક પર આગળ છે. અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ મેનપુરી બેઠકથી આગળ ચાલી રહ્યા છે. ભાજપ ઉમેદવાર જયવીર સિંહ કરતાં 8034 મતની સરસાઇથી આગળ છે. ડિમ્પલ યાદવ 11081 મત અને જયવીર સિંહને 3047 મત મળ્યા છે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પર આગળ ચાલી રહ્યા છે. સવારે મત ગણતરી શરુ થતાં વાગ્યા સુધી આવેલા વલણમાં અમિત શાહ હરિફ કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ કરતાં 8747 મતથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહ ને 13087 મત મળ્યા છે જ્યારે સોનલ પટેલને 4340 મત મળ્યા છે.

કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પર આગળ ચાલી રહ્યા છે. ભાજપના રેખાબેન ચૌધરી પાછળ ચાલી રહ્યા છે.
દેશની સૌથી હોટ બેઠક પૈકીની એક અમેઠી બેઠક પર ફરી એકવાર સ્મૃતિ ઇરાની ને લીધે ચર્ચામાં છે. કોંગ્રેસનો ગઢ કહેવાતી અમેઠી બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે. અહીંથી રાહુલ ગાંધી જીતી સાંસદ બનેલા છે પરંતુ ભાજપ તરફી માહોલ દેખાતાં રાહુલ ગાંધીએ બેઠક બદલી છે અને રાયબરેલી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની ની ટક્કર કોંગ્રેસના કિશારી લાલ સાથે છે.
ભાજપ નેતા પુરુષોત્તમ રુપાલા વિવાદને લઇને આ વખતે લોકસભા ચૂંટણી 2024 માટે ઘણા ચર્ચાસ્પદ છે. ક્ષત્રિય સમાજ અંગે કરાયેલી ટિપ્પણીને લઇને ક્ષત્રિય સમાજે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપ સામે બાંયો ચડાવી છે. બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ફાઇટ આપી રહ્યા છે. આ જોતાં આ બેઠક ખાસ છે. ગત ચૂંટણીની વાત કરીએ તો રાજકોટ બેઠક પર ભાજપને 63 ટકા જનમત મળ્યો હતો. ભાજપના મોહન કુંડારિયા વિજયી બન્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રાયબરેલી બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ છે પરંતુ રાહુલ ગાંધી પહેલી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ યુપીની અમેઠી બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા છે. પરંતુ આ વખતે ગાંધી અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી જંગમાં છે.
બનાસકાંઠા બેઠક આ વખતે ખાસ છે. અહીં ફરી એકવાર ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. આ વખતે આ બેઠક ફરી એકવાર મહિલા સાંસદ આપશે. ભાજપ તરફથી ડો.રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેની બેન ઠાકોર વચ્ચે જંગ છે.