scorecardresearch
Premium

પીએમ મોદીએ પટિયાલામાં કહ્યું – કટ્ટર ભ્રષ્ટાચારીઓએ પંજાબની હાલત ખરાબ કરી નાખી

PM Modi Rally In Patiala : પીએમ મોદીએ કહ્યું – રાજ્ય સરકારના આદેશો અહીં કામ કરતા નથી. ખાણ માફિયાઓ અહીં શાસન કરે છે. કાગળ પરના સીએમને દિલ્હી દરબારમાં હાજરી આપવાથી સમય જ નથી

PM Narendra Modi, Lok Sabha Election 2024
PM Modi Rally In Patiala : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​પંજાબના પટિયાલામાં એક જાહેર સભાને સંબોધી હતી (તસવીર – બીજેપી એક્સ)

PM Modi Rally In Patiala : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​પંજાબના પટિયાલામાં એક જાહેર સભાને સંબોધી હતી. PM મોદીએ જાહેર સભામાં ભગવંત માન સરકાર અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે હું ગુરુઓની ભૂમિ પર આશીર્વાદ લેવા આવ્યો છું. શીખ સમુદાયે હંમેશા રાષ્ટ્રની રક્ષા અને દેશના વિકાસ માટે આગળ આવીને કામ કર્યું છે. અહીંના લોકોએ ખેતીથી લઈને ઉદ્યોગ સાહસિકતા સુધી દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. જોકે કટ્ટર ભ્રષ્ટાચારીઓએ પંજાબની શું સ્થિતિ કરી દીધી છે. અહીંના ઔદ્યોગિક વ્યવસાયો સ્થળાંતર કરી રહ્યા છે. ડ્રગ્સનો વેપાર ફૂલીફાલી રહ્યો છે. અહીં રાજ્ય સરકારના આદેશો ચાલતા નથી. અહીંયા રેતી ખનન માફિયા, ડ્રગ માફિયા અને શૂટર ગેંગની મનમાની ચાલી રહી છે.

પીએમ મોદીનો આપ અને કોંગ્રેસ પર પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે અહીં પંજાબમાં દેખાડા માટે દિલ્હીની કટ્ટર ભ્રષ્ટાચારી પાર્ટી અને શીખ હુમલાના દોષિત પક્ષ સામસામે લડવાનું નાટક કરી રહ્યા છે. પણ વાત એ છે કે બે પાર્ટીઓ છે પણ એક જ દુકાન છે. અહીં લોકો કશું પણ નિવેદન આપે પરંતુ દિલ્હીમાં તેઓ એકબીજાને ખભા પર લઈને નાચી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના બીજા દિવસે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું, પરંતુ કોંગ્રેસે મંદિરનું નિર્માણ અટકાવ્યું. હવે જ્યારે રામ મંદિર બની ગયું છે ત્યારે તેઓ મંદિરને ગાળો આપી રહ્યા છે. આજે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી રહ્યા છે. શ્રી વાલ્મીકિના નામ પરથી એરપોર્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. પરંતુ તેઓ દરેક તે વાતને નફરત કરે છે, જેનાથી આપણી આસ્થાનું સન્માન થાય છે. આ ઇન્ડી લોકો સત્તા માટે કોઈને પણ છેતરી શકે છે.

વડાપ્રધાને કહ્યું કે આ કોંગ્રેસવાળા છે. તેઓએ સત્તા માટે ભારતનું વિભાજન કર્યું. આઝાદી પછી તેઓ દૂરબીન દ્વારા શ્રી કરતાપુર સાહેબના દર્શન કરતા હતા. 1971ના યુદ્ધમાં આપણા હાથમાં 90 હજાર સૈનિકો હતા. હુકમનું પત્તુ આપણા હાથમાં હતું. મિત્રો, હું વિશ્વાસ સાથે કહું છું કે જો મોદી તે સમયે ત્યાં હોત તો હું કરતારપુરને લઇને જ રહેત. પછી તે સૈનિકોને છોડ્યા હોત

અમારી સરકારે લંગરને ટેક્સ ફ્રી કરી દીધું – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે મારાથી જેટલી સેવા થઈ શકી હતી તે મેં કરી છે. આજે કરતારપુર આપણી સામે છે. અમારી સરકારે લંગરને ટેક્સ ફ્રી કરી દીધું છે. આ પહેલાની સરકારો પણ કરી શકી હોત. આ તો મોદી સરકાર જ છે જેણે સાહિબજાદાઓના બલિદાનને સમર્પિત વીર બાલ દિવસ શરૂ કર્યો. દેશના લોકોને આટલા મોટા બલિદાનની જાણ ન હતી, તેથી આ દિવસની શરૂઆત કરવામાં આવી.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : આખરે વિપક્ષ સતત ફોર્મ 17C નો ઉલ્લેખ કેમ કરી રહ્યું છે? જાણો કારણ

પંજાબના લોકોએ ખેતીથી લઈને ઉદ્યોગોમાં યોગદાન આપ્યું છે. કટ્ટર ભ્રષ્ટાચારીઓએ પંજાબની હાલત ખરાબ કરી નાખી છે. રાજ્ય સરકારના આદેશો અહીં કામ કરતા નથી. ખાણ માફિયાઓ અહીં શાસન કરે છે. કાગળ પરના સીએમને દિલ્હી દરબારમાં હાજરી આપવાથી સમય જ નથી. અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે તેઓ તેમના ગુરુ અન્ના હજારે સાથે દગો કરી શકે છે, જે દિવસમાં 10 વખત જૂઠું બોલે છે. તેઓ પંજાબનું કોઈ ભલું કરી શકતા નથી.

પીએમ મોદીએ કહ્યું કે જો તમને ક્યારેય ખાલી સમય મળે તો ગુજરાતના લખપતમાં આવો. ગુરુ નાનક દેવે ત્યાં વિશ્રામ કર્યો હતો. તે ગુરુદ્વારા ભૂકંપ દરમિયાન નષ્ટ થઈ ગયું હતું. હું તે સમયે સીએમ હતો. મેં કહ્યું કે હું એવું જ ગુરુદ્વારા બનાવવા માંગું છું જે ગુરુ સાહેબના સમયમાં હતું. ગુરુદ્વારા બાંધવા માટે કોઈ પણ કારીગરો ન હતા. આજે કચ્છના લખપતમાં, એવું જ ગુરુદ્વારા બાંધવામાં આવ્યું છે જે પહેલા હતું. ત્યાં કોઈ વોટ નથી, મોદી વોટ માટે નથી કરતા, મારું માથું માત્ર શ્રદ્ધાના નામે ઝુકે છે.

પીએમ મોદીએ કહ્યું કે મોદી વિભાજનથી પીડિત દલિત શીખ ભાઈ-બહેનોને નાગરિકતા આપી રહ્યા છે. વિચારો, આઝાદીના આટલા વર્ષો પછી પણ શીખ ભાઈ-બહેનોને નાગરિકતા આપવામાં આવી નથી, મોદી સરકારે આપી છે. તેઓ CAAનો વિરોધ કરે છે. જો CAA ન હોત તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે શીખ નાગરિકો છે તેમને નાગરિકતા કોણ આપશે. ઇન્ડીવાળાએ સીએએના નામે રમખાણ કરાવ્યા હતા.

Web Title: Lok sabha election 2024 pm narendra modi rally in patiala targets india bloc ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×