scorecardresearch
Premium

Lok Sabha Election 2024 Phase 2: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે થંભી જશે પ્રચાર, રાહુલ ગાંધી સહિત આ દિગ્ગજોનું ભાવી થશે નક્કી

Lok Sabha Election 2024: શુક્રવારે 26 એપ્રિલ 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024નું બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી થશે. અહીં જાણીશું કોણ નેતાઓ છે અને કઈ કઈ બેઠક પર મતદાન થવાનું છે.

Lok Sabha Elections 2024 Phase 2 Full Schedule: લોકસભા ચૂંટણી 2024 બીજા તબક્કાનું મતદાન
Lok Sabha Election 2024 Phase 2: લોકસભા ચૂંટણી 2024 બીજા તબક્કાનું મતદાન photo – Jansatta

Lok Sabha Elections 2024 Phase 2 Full Schedule : લોકસભા ચૂંટણી 2024નું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે હવે આગામી શુક્રવાર 26 એપ્રિલ 2024ના રોજ બીજા તબક્કાનું મતદાન થશે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ પહેલા આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. છેલ્લા 48 કલાકમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 126 હેઠળ ચૂંટણી પ્રચાર અટકી જાય છે.

Lok Sabha Election Phase 2 Polling Date : આ સીટો ખાસ ચર્ચામાં છે.

બીજા તબક્કામાં કેરળની વાયનાડ સીટ પર ખાસ ચર્ચા છે જ્યાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય બીજા તબક્કામાં ભૂપેશ બઘેલ, હેમા માલિની, શશિ થરૂર, રાજીવ ચંદ્રશેખર, દાનિશ અલીની બેઠકો પર પણ મતદાન થવાનું છે.

Lok Sabha Election Phase 2 Constituencies : કઈ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે?

રાજ્યલોકસભા બેઠક
આસામકરીમગંજ, સિલચર, મંગલદોઈ, નાગાંવ અને કાલિયાબોર
બિહારકિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર
છત્તીસગઢરાજનાંદગાંવ, મહાસમુંદ, કાંકેર
કર્ણાટકચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગા, રાયચુર, બિદર, કોપ્પલ, બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તરા કન્નડ, દાવણગેરે, શિમોગા
કેરળકાસરગોડ, કન્નુર, વાદાકારા, વાયનાડ, કોઝિકોડ, મલપ્પુરમ, પોન્નાની, પલક્કડ, અલાથુર, થ્રિસુર, ચાલકુડી, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ, અલપ્પુઝા, માવેલીક્કારા, પથાનમથિટ્ટા, કોલ્લમ, અટ્ટિંગલ, તિરુવનંતપુરમ
મધ્ય પ્રદેશટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ, બેતુલ
મહારાષ્ટ્રબુલધાના, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ વાશિમ, હિંગોલી, નાંદેડ, પરભણી
મણિપુરબાહ્ય મણિપુર
રાજસ્થાનરાજસ્થાન ટોંકટન-સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર,બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ-બારણ
ત્રિપુરાત્રિપુરા પૂર્વ
ઉત્તર પ્રદેશઅમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ, મથુરા
પશ્ચિમ બંગાળદાર્જિલિંગ, રાયગંજ, બાલુરઘાટ
જમ્મુકાશ્મીર જમ્મુ

Lok Sabha Election Phase 2 Seats કયા દિગ્ગજ નેતાઓ મેદાનમાં?

રાહુલ ગાંધી: વાયનાડ લોકસભા

કેરળની વાયનાડ સીટ પર પણ 26 એપ્રિલે મતદાન થવાનું છે. જ્યાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મેદાનમાં છે. તેમના પહેલા, કેરળના શાસક ડાબેરી પક્ષે એની રાજાને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે કે સુરેન્દ્રનને ટિકિટ આપી છે.

lok sabha elections | rahul gandhi | hema malini | arun govil | congress candidates | bjp candidates | shashi tharoor
લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં રાહુલ ગાંધી, અરુણ ગોવિલ, હેમા માલિની અને શશિ થરુરનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. (Photo – Twitter Account)

આ પણ વાંચોઃ- દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની પત્ની કોણ છે? જાણો શું કામ કરે છે? કેટલી છે નેટવર્થ?

હેમા માલિની: મથુરા લોકસભા

જાણીતી અભિનેત્રી હેમા માલિની 2014થી લોકસભાની મથુરા બેઠક પરથી સંસદમાં પહોંચી રહી છે. આ વખતે પણ તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. મથુરા સીટ પર પણ 26મી એપ્રિલે મતદાન થવાનું છે. કોંગ્રેસે તેમની સામે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મુકેશ ધનગરને મેદાનમાં ઉતાર્યા છે.

ભૂપેશ બઘેલ: રાજનાંદગાંવ લોકસભા

કોંગ્રેસે રાજનાંદગાંવ લોકસભા સીટ પરથી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના નેતા ભૂપેશ બઘેલને મેદાનમાં ઉતાર્યા છે. તે ત્રીસ વર્ષથી ભાજપનો ગઢ છે અને તે ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહનો મતવિસ્તાર માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ- ગુજરાત લોકસભા ચૂંટણી 2024: સુરત બેઠક મતદાન પૂર્વે જ ભાજપે જીતી, કોણે ખેલ પાડ્યો? જાણો પૂરો ઘટનાક્રમ

શશિ થરૂર: તિરુવનંતપુરમ લોકસભા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર તિરુવનંતપુરમ બેઠક પરથી સતત વિજેતા રહ્યા છે. આ વખતે પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમની સામે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા છે.

ઓમ બિરલા: કોટા લોકસભા

લોકસભા સ્પીકર અને ભાજપના વર્તમાન સાંસદ ઓમ બિરલા ફરી એકવાર રાજસ્થાનની કોટા લોકસભાથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે કોંગ્રેસે તેમની સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતાર્યા છે.

Web Title: Lok sabha election 2024 phase 2 poll dates full schedule seats and constituencies details here in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×