scorecardresearch
Premium

લોકસભા ચૂંટણી : ગરીબોને સસ્તા ઘર, સ્લીપર વંદને ભારત.. નવી સરકારનો 100 દિવસનો પ્લાન તૈયાર

First 100 Days of New Government: લોકસભા ચૂંટણી 2024 પહેલા જ મોદી સરકારે પોતાની નવી સરકાર બને ત્યારે પહેલા 100 દિવસનો એક્સન પ્લાન તૈયાર કરી દીધો છે. જેમાં વંદે ભારત અને ગરીબોને સસ્તાં ઘર પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

lok sabha election 2024 new government plan, modi sarkar
નવી મોદી સરકારનો 100 દિવસનો પ્લાન તૈયાર express photo, x @@narendramodi

First 100 Days of New Government: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ માટે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે. દેશમાં 4 જૂને નવી સરકાર બનશે. એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયોએ 100 દિવસના રોડમેપ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એવી અપેક્ષા છે કે પ્રથમ 100 દિવસમાં લોન સબસિડી, સ્લીપર વંદે ભારત સહિતની ઘણી યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગોએ તેમની યોજનાઓ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને કેબિનેટ સચિવ તેની સમીક્ષા કરી રહ્યા છે. પીએમ મોદીએ 15 ઓગસ્ટે હાઉસિંગ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી. નવી સરકારના પ્રથમ ત્રણ મહિના માટે જે પણ નવા પ્રોજેક્ટ અને યોજનાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રેલવે માટે આ મોટી યોજના

ભારતીય રેલવેએ ટિકિટ કેન્સલ કરાવનારા મુસાફરોને 24 કલાકની અંદર રિફંડ આપવાની યોજના બનાવી છે. આ ઉપરાંત, મુસાફરોને ટિકિટ બુક કરાવવા અને ટ્રેન ટ્રેકિંગ જેવી સેવાઓનો લાભ લેવા માટે એક એપ લોન્ચ કરવામાં આવશે. રેલવેએ મુસાફરો માટે પીએમ રેલ યાત્રી વીમા યોજના શરૂ કરવાની યોજના બનાવી છે.

આ સિવાય 40,900 કિલોમીટર લાંબા ત્રણ આર્થિક કોરિડોર માટે કેબિનેટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આમાં કુલ 11 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઉધમપુર-શ્રીનગર-બા રામુલા રેલ લિંક પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, રેલ્વે જમ્મુથી કાશ્મીર સુધી ટ્રેનો ચલાવવાની યોજના સાથે આગળ વધી રહી છે. ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ બ્રિજ નવો પમ્બન રેલ્વે બ્રિજ પણ કાર્યરત થશે.

આ પણ વાંચોઃ- હિસાબ જરૂરી : શું સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકોને મુદ્રા યોજના દ્વારા સરળતાથી લોન મળી?

માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ યોજના

રેલવે વંદે ભારત ટ્રેનોના સ્લીપર વર્ઝન શરૂ કરવા પર પણ વધુ ધ્યાન આપી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવામાં આવી રહ્યો છે. જો કે, યોજના મુજબ, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો લગભગ 320 કિમીનો 508 કિમીનો વિસ્તાર એપ્રિલ 2029 સુધીમાં કાર્યરત થઈ જશે.

આ બધા સિવાય જો રોડ ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ રોડ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે કેશલેસ સ્કીમ શરૂ કરવાની યોજના બનાવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવી સરકારના પ્રથમ ત્રણ મહિનામાં ચાર નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાની યોજના બનાવી છે.

Web Title: Lok sabha election 2024 new government 100 days plan modi sarkar roadmap home loan vande bharat train sleeper ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×