scorecardresearch
Premium

Sunita Williams Return Live Update: ધરતી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ, 45 દિવસના પુનર્વાસમાં રહેશે સુનિતા અને વિલ્મોર

Sunita Williams Return Live Update: અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. તેમણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. બંને અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ અવકાશમાં તેમની 9 મહિનાની યાત્રાનો અંત આવ્યો છે.

Sunita Williams Return
સુનિતા વિલિ

Sunita Williams Return Live Update: અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. તેમણે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. બંને અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ અવકાશમાં તેમની 9 મહિનાની યાત્રાનો અંત આવ્યો છે. મિશન સફળ રહેતા નાસાએ રાહતનો શ્વાસ લીધો છે જ્યારે નાસાએ સ્પેસએક્સનો આભાર પણ માન્યો હતો.

45 દિવસના પુનર્વાસમાં રહેશે સુનિતા અને વિલ્મોર

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરિક્ષ યાત્રી શક્તિ, કંડીશનિંગ અને પુનર્વાસ વિશષજ્ઞોની દેખરેખમાં 45 દિવસોના પુનર્વાસમાંથી પસાર થવું પડશે. આ પુનર્વાસ કાર્યક્રમ પહેલા કેટલાક ચરણોમાં હરવા ફરવા, માંસપેશીઓને મજબૂત બનાવવા, વ્યાયામ અને હૃદય સંબંધી કંડીશનિંગ પર ધ્યાન આપવામાં આવશે.

અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના 13 દિવસ બાદ બુદવારે મોડી રાત્રે લગભગ 3.33 કલાકે ધરતી પર પરત ફર્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તેમને લઈ પૃથ્વી પર હેમખેમ પરત ફર્યું છે. સ્પેસક્રાફ્ટની લેન્ડિંગ અમેરિકાના ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે. બંને અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ અવકાશમાં તેમની 9 મહિનાની યાત્રાનો અંત આવ્યો છે.

સુનિતા વિલિયમ્સની સલામત વાપસીની આખી દુનિયા રાહ જોઈ રહી છે. તેમનો પરિવાર પણ ગુજરાતના તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં તેમની રાહ જોઈ રહ્યો છે. તેમના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે તેમની બહેનના પાછા ફરવાના સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે.

સુનિતા વિલિયમ્સ રિટર્ન લાઇવ

પએમ મોદીએ લખ્યો પત્ર

પીએમ મોદીએ આ પત્ર 1 માર્ચે સુનીતા વિલિયમ્સને લખ્યો હતો. આ પત્રમાં તેમણે સુનિતાને સુરક્ષિત પરત ફરવાની શુભેચ્છા પાઠવી છે અને તેમને ભારતની પુત્રી ગણાવી છે. આ પત્ર વડાપ્રધાને સુનીતા વિલિયમ્સને જાણીતા અવકાશયાત્રી માઇક મેસિમિનો દ્વારા મોકલ્યો હતો.

Live Updates
14:05 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના પરત ફરતા ડોનાલ્ડ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાસાના અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સના અવકાશમાંથી પરત ફર્યાની ઉજવણી કરી હતી. બંને અવકાશયાત્રીઓ નવ મહિનાથી વધુ સમયથી અવકાશમાં ફસાયેલા હતા. આ બંનેનું બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 3.30 કલાકે ફ્લોરિડામાં સુરક્ષિત ઉતરાણ થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસના એક્સ એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને તેને અમેરિકન લોકોની જીત કહેવામાં આવી છે. આ રિટર્નનો શ્રેય પણ ટ્રમ્પને આપતાં કહેવાયું છે કે તેમણે સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોરની વાપસીનું વચન પાળ્યું છે.

09:48 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: 45 દિવસના પુનર્વાસથી પસાર થશે સુનિતા અને વિલ્મોર

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરિક્ષ યાત્રી શક્તિ, કંડીશનિંગ અને પુનર્વાસ વિશષજ્ઞોની દેખરેખમાં 45 દિવસોના પુનર્વાસમાંથી પસાર થવું પડશે. આ પુનર્વાસ કાર્યક્રમ પહેલા કેટલાક ચરણોમાં હરવા ફરવા, માંસપેશીઓને મજબૂત બનાવવા, વ્યાયામ અને હૃદય સંબંધી કંડીશનિંગ પર ધ્યાન આપવામાં આવશે.

09:43 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: સુનિતા વિલિયમ્સન સુરક્ષિત વાપસી પર રક્ષામંત્રી રાજનાથ સિંહે ખુશી વ્યક્ત કરી

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વટ કરીને લખ્યું છે કે નાસાના કૂ9ની પૃથ્વી પર સુરક્ષિત વાપસીથી હું ખુશ છું. ભારતની બેટી સુનિતા વિલિયમ્સ અને અન્ય અંતરિક્ષ યાત્રીઓએ અંતરિક્ષમાં માનવ ધીરજ અને દ્રઢતાના ઈતિહાસને ફરી લખ્યો છે.

08:21 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: આ મિશન ઘણા પડકારોથી ભરેલું હતું – NASA

સુનિતા વિલિયમ્સની સફળ વાપસી પર નાસાએ સ્પેસએક્સનો આભાર માનતા કહ્યું કે આ મિશન ઘણા પડકારોથી ભરેલું છે. નાસાએ કહ્યું કે આ મિશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે અને તમામ અવકાશયાત્રીઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. સ્પેસએક્સનું આ ક્રૂડ મિશન 15 માર્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે કેટલીક તકનીકી પડકારોને કારણે વિલંબિત થયું હતું. જોકે, અવકાશયાત્રીઓ 17 કલાકની મુસાફરી બાદ સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા હતા.

07:28 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: સુનિતા વિલિયમ્સે નવ મહિના બાદ પહેલીવાર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ મહેસૂસ કર્યું

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મર બુધવારે ફ્લોરિડા પેનહેંડલ પાસે મેકિસકોની ખાડીમાં ઉતરીને પૃથ્વી પર પરત ફર્યા હતા. આ દરમિયાન તેમણે પહેલીવાર પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અહેસાસ કર્યો હતો.

06:58 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: નાસાએ મિશનની સફળતા પર રાહત વ્યક્ત કરી

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ઉપર નક્કી કરેલા સમયથી વધારે રોકાયા બાદ અંતરિક્ષ યાત્રી સુરક્ષિત પાછા ફરવા પર નાશા કહ્યું કે ભવિષ્યના અભિયાનો માટે મોટી સીખ મળી છે. મિશન સફળ રહ્યું જેથી હવે રાહત છે.

06:29 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: ટ્રમ્પે નાસાના અવકાશયાત્રીઓની વાપસીની પ્રશંસા કરી, કહ્યું ‘યુએસએ! અને વિજય

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે નાસાના અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સના પરત ફરવાની ઉજવણી કરી હતી. આ બંને નવ મહિનાથી વધુ સમયથી અવકાશમાં ફસાયેલા હતા. ટ્રમ્પે તેમના સુરક્ષિત વળતરનો શ્રેય પોતાને આપ્યો.

03:48 (IST) 19 Mar 2025
સુનિતાના પૈતૃક ગામ ઝુલાસણમાં ખુશીનો માહોલ

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર હેમખેમ પરત આવતા સુનિતાના પૈતૃક ગામ ઝુલાસણમાં લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને માતાજીની આરતી કરી રહ્યા છે.

https://platform.twitter.com/widgets.js

03:45 (IST) 19 Mar 2025
સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાની એક ઝલક

સુનિતા વિલિયમ્સે ફ્લોરિડાના કિનારે સફળ ઉતરાણ કર્યું છે.

https://platform.twitter.com/widgets.js

03:36 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: ધરતી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ

9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ધરતી પર હેમખેમ પરત ફર્યા છે. ઇલોન મસ્કના ડ્રૈગને સુનિતા વિલિયમ્સને અંતરિક્ષની કેદમાંથી મુક્ત કરાવ્યા.

Lazy Load Placeholder Image

03:32 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: તમામ ચારેય પેરાશૂટ ખૂલી ગયા છે

તમામ પેરાશૂટ ખુલી ગયા છે. સુનિતા વિલિયમ્સ થોડીક જ મિનિટોમાં ધરતી પર પહોંચી જશે.

03:29 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: ડ્રેગન કેપ્સ્યુલ વાતાવરણને પાર કરી ગયું

સુનિતા વિલિયમ્સ જેમાં સવાર છે તે ડ્રેગન કેપ્સ્યુલ વાતાવરણને પાર કરી ગયું છે. ડ્રોગ પેરાશૂટ તૈનાત થવાનું છે. આનાથી યાનની ગતિ ઓછી થશે. આ સમયે ડ્રેગન કેપ્સ્યુલ 24 કિમી/કલાકની ઝડપે નીચે આવશે. તે પછી સ્પ્લેશડાઉન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

02:58 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: ધરતીથી 99 કિમી દૂર સુનિતા વિલિયમ્સનું કેપ્સૂલ

સુનિતા વિલિયમ્સનું કેપ્સ્યૂલ ધરતીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરી ગયુ છે. તે માત્ર 99 કિલોમીટર દૂર છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

02:55 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: 10 મિનિટ સુધી ડ્રેગન સાથે સંપર્ક નહીં રહે

વાયુ મંડળમાં પ્રવેશ્યા પછી લગભગ 10 મિનિટ સુધી ડ્રેગન કેપ્સ્યુલ સાથે કોઈ સંપર્ક થશે નહીં. પરંતુ આ સમયગાળા દરમિયાન દેખરેખ ચાલુ રહેશે. આ સમય દરમિયાન હીટ કવચ કેપ્સ્યુલનું રક્ષણ કરશે. આ સમયે તેની ગતિ 27 હજાર કિમી/કલાક હશે.

02:29 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: ડ્રેગન કેપ્સ્યુલ ડિપોર્ચર પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યું છે

સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવી રહેલ ડ્રેગન કેપ્સ્યુલ હવે ડિપોર્ચર પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યું છે. આ પછી ડીઓર્બિટ થશે. ચોક્કસ ઊંચાઈએ પહોંચ્યા પછી તે વાતાવરણમાં પ્રવેશ કરશે. પછી સ્પ્લેશડાઉન થશે. લેન્ડિંગ માટે દરિયો ખાલી કરાવી દેવામાં આવ્યો છે.

02:26 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: લીકની સફળ તપાસ કરવામાં આવી

અંતરિક્ષ યાત્રીઓએ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ માટે તૈયાર થતા પોતાના સ્પેસસૂટ પર લીકની તપાસ પૂર્ણ કરી લીધી છે.

02:23 (IST) 19 Mar 2025
Sunita Williams Return LIVE: ધરતી પર ઉતરતા જ સુનિતાને લેબમાં લઈ જવાશે

ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ જ્યારે પૃથ્વી પર પરત ફરશે ત્યારે સૌથી પહેલા તેમને સ્ટ્રેચર પર નાસાના ફ્લોરિડા સ્ટેશન પાસે સ્થિત લેબમાં લઈ જવાશે. જ્યાં તેમની અને તેમના સાથી અંતરિક્ષ યાત્રીઓની વિસ્તૃત મેડિકલ તપાસ થશે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે માઇક્રોગ્રેવિટીમાં વિતાવવામાં આવેલા સમયની તેમના શરીર પર શું અસર થઇ છે.

01:55 (IST) 19 Mar 2025
Sunita Williams’s return: લેન્ડિંગ સ્થળે હાલમાં હવામાન સાફ છે

નાસા અને સ્પેસએક્સ ડ્રેગન સમુદ્રમાં ઉતરાણ માટે સ્પ્લેશડાઉન વિસ્તારમાં હવામાન પર નજીકથી નજર રાખી રહ્યા છે. નવીનતમ અપડેટ મુજબ, હવામાન અત્યાર સુધી સારું દેખાય છે.

01:55 (IST) 19 Mar 2025
Sunita Williams’s return: સુનિતા વિલિયમ્સની વાપસી પર ISROના ભૂતપૂર્વ વડાએ શું કહ્યું?

ઈસરોના ભૂતપૂર્વ વડા એસ સોમનાથે મંગળવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના સુરક્ષિત પરત ફરવા વિશે પૂછતા હતા, જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા હતા.

https://platform.twitter.com/widgets.js

00:35 (IST) 19 Mar 2025
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી દરમિયાન કલ્પના ચાવલાને યાદ કરાઈ રહી છે

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જ્યારે ક્રૂ ડ્રેગન કેપ્સૂલ દ્વારા પૃથ્વી પર પરત ફરી રહ્યા છે, ત્યારે ઘણા લોકો પૂર્વ ભારતીય અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાને યાદ કરી રહ્યા છે. આ ખુબ જ સ્વાભાવિક વાત છે. બે દિવસ પહેલા જ કલ્પના ચાવલાનો જન્મદિવસ હતો.

22:31 (IST) 18 Mar 2025
Sunita Williams Return Live Update: નાસાએ નક્શો શેર કર્યો

સુનિતા વિલિયમ્સ જે સ્પેસક્રાફ્ટમાં ધરતી પર પરત આવી રહ્યા છે તે Crew9 દિવસ દરમિયાન જોવાનું મુશ્કેલ બનશે કારણ કે તે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ કરશે, પરંતુ જો તમે SpaceX ના ડ્રેગન પર નજર રાખવા માંગતા હો તો નાસા દ્વારા તેનો નકશો સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર શેર કરવામાં આવ્યો છે.

https://platform.twitter.com/widgets.js

22:20 (IST) 18 Mar 2025
Sunita Williams: સુનિતા વિલિયમ્સની વાપસી માટે ઝુલાસણમાં યજ્ઞ

સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી માટે ભારતમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. તેમનો પરિવાર પણ ગુજરાતના તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં તેમની રાહ જોઈ રહ્યો છે. ત્યાં જ ઝુલાસણમાં યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. અને લોકો સુનિતાના હેમખેમ ધરતી પર પરત ફરવાને લઈ પ્રાર્થના કરી રહ્યા છે.

Web Title: Live update on sunita williams return to earth rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×