scorecardresearch
Premium

Kokila Ben Ambani : મુકેશ અંબાણીના માતા કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ, 91 વર્ષે તબિયત લથડતા એરલિફ્ટ કરાયા

Kokila Ben Ambani Admitted In Hospital : કોલિકા બેન અંબાણીની તબિયત લથડી હોવાના સમાચાર આવ્યા છે. 91 વર્ષીય કોકિલા બેન અંબાણીને એરલિફ્ટ કરાયા બાદ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Kikila Ben Ambani | Kikila Ambani | Dhirubhai Ambani wife | Mukesh Ambani's Mother | Naresh Ambani's Mother
Kokila Ben Ambani : કોકિલા બેન અંબાણી (Photo: @tinaambaniofficial)

Kokila Ben Ambani Admitted In Hospital : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માતા કોકિલા બેન અંબાણીની તબિયત લથડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઇ અંબાણીના પત્ન કોકિલા બેનને શુક્રવારે સવારે એરલિફ્ટ કરાયા બાદ મુંબઇના એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે તેમના સ્વાસ્થ્ય સંબંધિત સંપૂર્ણ જાણકારી હાલ મળી નથી.

તમને જણાવી દઇયે કે, કોકિલા બેનની ઉંમર 91 વર્ષ છે, તેમનો એક ગુજરાતી હિન્દુ પરિવારમાં જન્મ 24 ફેબ્રુઆરી 1934ના રોજ બ્રિટિશ કાઉન કોલોની એડેન યમનમાં થયો હતો.

સોશિયલ મીડિયા પર અમુક વીડિયો અને ફોટા વાયરલ થયા છે, જેમા અંબાણી પરિવારના સભ્યોને દક્ષિણ મુંબઇ સ્થિત રિલાયન્સ હોસ્પિટલ જતા દેખાયા હતા. આ સાતે જ તેમના સ્વાસ્થ્યને લઇ ચિંતાઓ વધી ગઇ છે. અત્યાર સુધી અંબાણી પરિવાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ એવું જણાવાઇ રહ્યું છે કે, હાલ ડોક્ટરની દેખરેખ હેઠળ છે.

કોકિલા બેન અંબાણી પરિવારનો આધારસ્તંભ

કોલિકા બેન અંબાણી પરિવારનો આધારસ્તંભ છે. ઝડપથી બદલાતા આ સમયગાળામાં પરિવારને માર્ગદર્શન અને સમર્થન આપવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. અંબાણી પરિવારને એક તાંતણે બાંધી રાખવામાં કોકિલા બેનનો મોટો ફાળો છે.

કોકિલા બેન સામાજીક સેવામાં પણ આગળ

કોકિલા બેન અંબાણી સામાસીજ સેવાકાર્યોમાં પણ આગળ છે. મુંબઇ સ્થિત કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલનું નામ તેમના સમ્માનમાં રાખવામાં આવ્યું છે, જે એક મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. જે સામાજીક કલ્યાણ પ્રત્યે તેમની જવાબદારી અને પ્રતિબદ્ધતાનો ઉત્તમ ઉદાહરણ છે.

Web Title: Kokila ben ambani admitted to hn reliance hospital in mumbai as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×