scorecardresearch
Premium

‘હું ભારતથી નથી ડરતો’, ખાલિસ્તાની પન્નુનું સંગઠન જસ્ટિન ટ્રૂડોના સંપર્કમાં, ઈન્ટરવ્યુમાં કર્યા આ મોટા ખુલાસા

ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ વધુમાં કહ્યું કે ભારતનું ન્યાયતંત્ર હંમેશા સિખો પ્રત્યે પક્ષપાતી રહ્યું છે. પન્નુએ કહ્યું કે ઘણા સમય પહેલા આપવામાં આવેલી માહિતી બાદ કેનેડા સરકારે આ પગલું ભર્યું છે જે ન્યાય માટે છે.

Khalistani, Gurpatwant Singh Pannu, Canada,
ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુ (તસવીર: Express File Photo)

ભારત અને કેનેડા વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. જેનું કારણ છે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને કેનેડાએ લગાવેલા આરોપ. આ દરમિયાન ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુનું તાજેતરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પન્નુએ કહ્યું છે કે આ માત્ર શરૂઆત છે અને ‘ભારતીય જાસૂસી નેટવર્ક માત્ર રાજદ્વારીઓને હાંકી કાઢવાથી સમાપ્ત થશે નહીં.’ પન્નુએ તેના સંગઠન સિખ ફોર જસ્ટિસ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડો સાથે સંપર્કમાં હોવાની વાત કરી છે. આ પન્નુ એ સીબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે.

પન્નુએ શું કહ્યું?

ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ સીબીસી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું કે તેણે કેનેડાને ભારત વિરુદ્ધ માહિતી આપી છે અને તેનું સંગઠન કેનેડાના પીએમના સંપર્કમાં છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની સમર્થક પન્નુ અમેરિકામાં રહે છે અને તેનું સંગઠન ખાલિસ્તાનની ભલામણ કરે છે. પન્નુએ કહ્યું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં પણ તેના સંગઠને ભારતીય હાઈ કમિશનર સંજય વર્માના ‘જાસૂસી નેટવર્ક’ વિશે કેનેડા પીએમઓને માહિતી આપી હતી.

આ પણ વાંચો: મહિલા ડોક્ટરને 3 વાગ્યે ફોન આવ્યો, તરત જ રૂમમાં જઈને કરી લીધી આત્મહત્યા, એવું તો શું સાંભળ્યું ફોન પર?

‘હું ભારતથી ડરતો નથી’

ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે ભારત સરકાર મને મારી નાખવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ હું તેમનાથી ડરતો નથી. પન્નુએ આગળ કહ્યું, “હું ખાલિસ્તાનના સમર્થનમાં શક્ય તેટલું બધું કરી રહ્યો છું તેથી હું મારી સુરક્ષાનું ધ્યાન રાખું છું, હું નક્કી કરું છું કે હું મારી જાતને સુરક્ષિત રાખીશ જેથી હું ખાલિસ્તાન જનમત સંગ્રહને ચાલુ રાખી શકું.”

ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુએ વધુમાં કહ્યું કે ભારતનું ન્યાયતંત્ર હંમેશા સિખો પ્રત્યે પક્ષપાતી રહ્યું છે. પન્નુએ કહ્યું કે ઘણા સમય પહેલા આપવામાં આવેલી માહિતી બાદ કેનેડા સરકારે આ પગલું ભર્યું છે જે ન્યાય માટે છે. સિખ ફોર જસ્ટિસ માટે છે. પન્નુએ વધુમાં કહ્યું કે જ્યારથી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ છે ત્યારથી કોઈ પણ સિખ સંગઠને ભારતને સમર્થન આપ્યું નથી.

Web Title: Khalistani gurpatwant singh pannu organization has been in contact with justin trudeau made big revelations in interview rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×