scorecardresearch
Premium

પીએમ મોદીની પ્રશંસામાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું – જે અંગ્રેજો ના કરી શક્યા, તે તમારા હાથેથી થયું

katra srinagar railways project : ઉમર અબ્દુલ્લાએ રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થવા અંગે કહ્યું હતું કે જે કામ અંગ્રેજો કરી શક્યા ન હતા તે કામ આજે તમારા હાથે પૂર્ણ કરીને કાશ્મીરની ખીણોને બાકીના દેશ સાથે જોડી દીધી છે

pm modi, cm omar abdullah
પીએમ મોદી અને જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા (તસવીર – એએનઆઈ)

Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં આજે પીએમ મોદીએ ચિનાબ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું હતું અને કટરાથી શ્રીનગર સુધીની નવી હાઇટેક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી. આ રેલવે પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરની રેલવે કનેક્ટિવિટીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું છે કે તેમણે હાલના વર્ષોમાં રાજ્ય માટે અનેક મોટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે.

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મંચથી સંબોધન દરમિયાન પીએમ મોદી તરફ ઈશારો કરતા કહ્યું કે પીએમ સાહેબ, ઘણા લોકોએ આ રેલના સપના જોયા હતા, અંગ્રેજોએ પણ આના સપના જોયા હતા પરંતુ તે પૂરી ન કરી શક્યા. તેમનું સપનું હતું કે ઝેલમ કિનારે રેલ લાવીને કાશ્મીરને આખા દેશ સાથે જોડવાનું હતું, પરંતુ અંગ્રેજો પૂરા કરી શક્યા નહીં.

‘જે અંગ્રેજો ન કરી શક્યા, તે તમારા હાથથીથયું’

ઉમર અબ્દુલ્લાએ રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થવા અંગે કહ્યું હતું કે જે કામ અંગ્રેજો કરી શક્યા ન હતા તે કામ આજે તમારા હાથે પૂર્ણ કરીને કાશ્મીરની ખીણોને બાકીના દેશ સાથે જોડી દીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું વજીર-એ-આઝમ સાહેબ તેને નસીબ કહો, તેને મુકદ્દર કહો, જ્યારે પણ વચ્ચે મોટા મોટા રેલવે કાર્યક્રમો થયા, ત્યારે મને તેમાં ભાગ લેવાની તક મળી.

પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા પર તેમણે આ વાત કહી

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે બનિહાલ રેલવે ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, 2014માં જ્યારે કટરા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ આ જ ચાર લોકો અહીં હાજર હતા, જ્યારે તત્કાલીન રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાને જમ્મુ-કાશ્મીરના એલજીના પદ પર બઢતી આપવામાં આવી હતી, મને એક રાજ્યના સીએમમાંથી એક કેન્દ્રશાસિત પ્રદેશના સીએમ તરીકે ડીમોટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – ખૂની હનીમૂન : પતિ માર્યો ગયો, પત્ની મિસિંગ, મેઘાલયની ઘાટીમાં દફન ઘણા રહસ્ય

અબ્દુલ્લાએ કહ્યું કે અમને ખબર પણ નહીં પડે કે વસ્તુઓ સામાન્ય થઈ જશે અને જમ્મુ-કાશ્મીરને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની કાશ્મીર નીતિને ક્યારેય ભૂલી શકશે નહીં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કટરામાં 46 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું, જેમાં સૌથી મહત્વપૂર્ણ કટરા-શ્રીનગર રેલવે પ્રોજેક્ટ છે.

Web Title: Katra srinagar railways project vande bharat express inauguration cm omar abdullah praised pm modi ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×