scorecardresearch
Premium

બેંગલુરુમાં ભાગદોડ બાદ કર્ણાટક સરકાર એક્શનમાં, કમિશનર-ACP-DCP સહિત ઘણાને સસ્પેન્ડ કર્યા

બેંગલુરુમાં ભાગદોડ બાદ કર્ણાટક સરકાર એક્શનમાં આવી છે, સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે કમિશનર-એસીપી-ડીસીપી સહિત ઘણા અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Bengaluru stampede, Bengaluru , stampede
આરસીબીની જીતની ઉજવણી પછી બેંગલુરુંમાં ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા (Express photo by Jithendra M)

બેંગલુરુમાં ભાગદોડ બાદ કર્ણાટક સરકાર એક્શનમાં આવી છે, સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે કમિશનર-એસીપી-ડીસીપી સહિત ઘણા અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી ભાગદોડની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દુ:ખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જસ્ટિસ માઈકલ કુન્નાહના નેતૃત્વમાં એક વ્યક્તિનું તપાસ પંચ બનાવવામાં આવ્યું છે, જે સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચશે. ઉપરાંત ઘટના અંગે FIR પણ નોંધવામાં આવી છે.

ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ બાદ સરકારની મોટી કાર્યવાહી

સરકારે ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી દૂર કર્યા છે. આમાં ACP કબ્બન પાર્ક, DCP સેન્ટ્રલ ઝોન, એડિશનલ કમિશનર વેસ્ટ ઝોન, બેંગલુરુ શહેર પોલીસ કમિશનર, સ્ટેશન હાઉસ માસ્ટર અને કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનો સમાવેશ થાય છે. તે બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: RCB સામે એફઆઈઆર, DNA અને KSCA ની પ્રશાસનિક સમિતિને પણ બનાવ્યા આરોપી

તમને જણાવી દઈએ કે, પોલીસે સુરક્ષા કારણોસર આ કાર્યક્રમ યોજવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત RCBને 4 જૂને કાર્યક્રમ યોજવાની પણ મનાઈ ફરમાવી હતી. તેમ છતાં પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા

આ ઉપરાંત કાર્યક્રમનું આયોજન કરનાર RCB, KSCA અને DNA કંપનીના પ્રતિનિધિઓની પણ ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Web Title: Karnataka government in action after bengaluru stampede so many suspended including commissioner acp dcp rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×