scorecardresearch
Premium

12 કરોડ રોકડા, 6 કરોડના દાગીના, EDના દરોડા બાદ કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ધરપકડ

Karnataka Congress MLA K C Veerendra : EDએ 22 અને23 ઓગસ્ટના રોજ બેંગલુરુ, હુબલી, મુંબઈ, જોધપુર, ગોવા અને ગંગટોકમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. ગોવામાં કેસી વીરેન્દ્રના પાંચ કેસિનો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

Congress MLA K C Veerendra
કોંગ્રેસ ધારાસભ્ય કેસી વિરેન્દ્ર – Photo- Social media

KC Veerendra arrested betting case : તપાસ એજન્સી EDએ અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે અને આ પછી કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે. EDએ 22 અને23 ઓગસ્ટના રોજ બેંગલુરુ, હુબલી, મુંબઈ, જોધપુર, ગોવા અને ગંગટોકમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. ગોવામાં કેસી વીરેન્દ્રના પાંચ કેસિનો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીને જાણવા મળ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનેક ઓનલાઈન સટ્ટાબાજીની સાઇટ્સ ચલાવતા હતા.

EDએ દરોડામાં કોંગ્રેસના ધારાસભ્યના ઠેકાણાઓમાંથી ૧૨ કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. જેમાં 1 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ અને ઘણા લક્ઝરી વાહનો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત, લગભગ 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના, 10 કિલો ચાંદીના વાસણો પણ જપ્ત કરવામાં આવ્યા છે. EDના જણાવ્યા અનુસાર, કેસી વીરેન્દ્રના ભાઈ કેસી થિપ્પેસ્વામી પણ આ કામમાં સામેલ હતા.

વધુ એક ધારાસભ્યના ઘરે દરોડા પાડવામાં આવ્યા

થોડા દિવસો પહેલા, ED એ કર્ણાટકમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્ય સતીશ કૃષ્ણ શૈલના ઘર અને છુપાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા અને તે પછી પણ તપાસ એજન્સીને બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી. ED એ દરોડામાં 1.7 કરોડ રૂપિયા અને 6.8 કિલો સોનું જપ્ત કર્યું હતું. કૃષ્ણ શૈલ કારવાર-અંકોલા બેઠકના ધારાસભ્ય છે.

આ પણ વાંચોઃ- કૂતરાના હુમલાનો આ વીડિયો તમને હચમચાવી નાંખશે, લોકોએ કહ્યું- આ દયા અને પ્રેમનો જમાનો નથી

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને જે રીતે પાર્ટીના ધારાસભ્યોના છુપાયેલા સ્થળો પરથી સતત મોટી માત્રામાં રોકડ અને બિનહિસાબી સંપત્તિ મળી રહી છે, તે ચોક્કસપણે કોંગ્રેસ માટે મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

Web Title: Karnataka congress mla kc virendra arrested after ed raid ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×