scorecardresearch
Premium

કારગિલ વિજય દિવસ: તે શહીદ સપૂત જેણે 22 દિવસ સહન કરી પાકિસ્તાની સેનાની હેવાનિયત, છતા એકપણ રહસ્ય ખોલ્યું ન હતું

Kargil Vijay Diwas: દર વર્ષે 26 જુલાઇના દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 1999માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. ભારતે યુદ્ધમાં જીત મેળવી હતી

kargil vijay diwas, captain saurabh kalia
કારગિલ યુદ્ધમાં ભારતના ઘણા સૈનિકો શહીદ થયા હતા. આવા જ એક શહીદ સૈનિક સૌરભ કાલિયાની વાત કરી રહ્યા છીએ.

Kargil Vijay Diwas: દર વર્ષે 26 જુલાઇના દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 1999માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. ભારતે યુદ્ધમાં જીત મેળવી હતી. જોકે ભારતના ઘણા સૈનિકો શહીદ થયા હતા. આવા જ એક શહીદ સૈનિક સૌરભ કાલિયાની વાત કરી રહ્યા છીએ.

સૌરભ કાલિયાની પહેલી પોસ્ટિંગ કારગિલ સેક્ટરમાં થઈ હતી. 12 ડિસેમ્બર 1998ના રોજ તેઓ જાટ રેજિમેન્ટના 4 જાટ યુનિટનો ભાગ બન્યા હતા. એક એવું યુનિટ જેની બહાદુરીની વાતો ઇતિહાસના પાનાઓમાં જોવા મળે છે, જેની બહાદૂરી જોઇને આજે પણ દુશ્મનને પરસેવો વળી જાય છે. સૌરભ કાલિયા જાટ રેજિમેન્ટ સાથે લેફ્ટનન્ટ તરીકે જોડાયા હતા. માહોલ તો સાવ અલગ હતો, પરંતુ દેશની સેવા કરવાની ધગશ પણ સાથે ચાલી રહી હતી.

પહેલો અને આખરી ટાસ્ક, સૌરભ ફરી ક્યારેય પાછા ફર્યા નહીં

જોડાયાના માત્ર ચાર મહિના બાદ સૌરભ કાલિયાને તેમનું પહેલું મિશન સોંપવામાં આવ્યું હતું. સેના માટે આ એક રૂટીન કામ હતું, પરંતુ સૌરભને ખબર ન હતી કે તેમનું નસીબ તેને ક્યાં લઈ જવાનું છે. સૌરભને તેમના રેજિમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમણે કારગિલમાં કકસર લાંગપા શિખર પર જવું પડશે. કારણ કે ત્યાં ઘણી બરફવર્ષા થાય છે, આવામાં બરફ પીગળવાની રાહ જોવાય છે. જ્યારે બરફ પીગળી જાય છે, ત્યારે તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે છે. આ એક એવી ડિલ છે જે પાકિસ્તાન અને ભારત બંને વચ્ચે રહી છે. આ કારણોસર સૌરભ કાલિયા રૂટિન કામ માટે જઈ રહ્યા હતા. તેમણે ચેક કરવાનું હતું કે બરફ પીગળ્યો છે કે નહીં.

સૌરભ નાપાક ષડયંત્રનો શિકાર બન્યા

હવે સૌરભને તે કામ માટે એકલા મોકલવામાં આવ્યા ન હતા. તેમની સાથે વધુ પાંચ સૈનિકોને મોકલવામાં આવ્યા હતા. ક્ષમતા એવી હતી કે સૌરભને તે મિશન પર જતા પહેલા બઢતી આપવામાં આવી હતી, તેમને લેફ્ટનન્ટમાંથી કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તે એક મોટી બાબત હતી કારણ કે અનુભવ એટલો બધો ન હતો, માત્ર થોડા મહિના જ સેવામાં પસાર થયા હતા. પરંતુ આ કામ એટલું શાનદાર હતું કે સૌરભને ચાર મહિનામાં કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. હવે કેપ્ટન સૌરભ તેમના પાંચ સૈનિકો સાથે કારગિલના તે ઉંચા શિખર પર જવા રવાના થયા. ઘણા દિવસો બાદ ખરાબ હવામાનની વચ્ચે તે પોતાની ટીમ સાથે કકસર લાંગપા પહોંચ્યા હતા. ત્યાં જતાં જ તેમણે જોયું કે પાકિસ્તાની સૈનિકો પહેલેથી જ ત્યાં ઊભા છે. તેઓએ પોતાને ઉંચા શિખર પર એકઠા કર્યા છે.

આ પણ વાંચો – કેમ મનાવવામાં આવે છે કારગિલ વિજય દિવસ? જાણો આ ગૌરવપૂર્ણ દિવસની વીર ગાથા 10 પોઇન્ટ્સમાં

પાક સેના સાથે લડાઈ, ગોળીઓ થઇ ગઇ ખતમ

અચાનક જ પાકિસ્તાનના આ નાપાક ષડયંત્રનો ખુલાસો ચોંકાવનારો હતો. તરત જ ત્યાં ફાયરિંગ શરૂ થઈ ગયું. પાકિસ્તાની સૈનિકોએ ભારત પર અને ભારતીય સૈનિકોએ તેમના પર હુમલો કર્યો. લાંબા સમય સુધી તે શિખર ગોળીઓના અવાજથી ગુંજતું રહ્યું. પરંતુ ત્યારબાદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના સાથીઓની ગોળીઓ ખૂટી જવા લાગી હતી. હથિયારો ઓછા પડ્યા, તો બીજી તરફ પાકિસ્તાનના સૈનિકો પૂરી તૈયારી સાથે પહેલેથી જ ત્યાં બેઠા હતા. કેપ્ટન સૌરભે પોતાના બેઝમાં ઇનપુટ આપ્યા હતા કે તેને તાત્કાલિક સપોર્ટની જરૂર છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

અતૂટ વિશ્વાસ તૂટ્યો, કારગિલમાં યુદ્ધની શરૂઆત

પાકિસ્તાની સૈનિકોએ કેપ્ટન સૌરભ અને તેના સાથીઓને પકડી લીધા હતા. 15 મે, 1999ની વાત છે. કારગિલ યુદ્ધ હજુ શરૂ થયું ન હતું. પણ કશુંક ખરાબ થવાની આશંકા મળી હતી. કેપ્ટન સૌરભે પરત ન ફરતા તેમના માટે બીજી એક ટીમને મોકલવામાં આવી હતી. પરંતુ બજરંગ પોસ્ટ પર પહોંચતા જ તેમને કોઇ દેખાયું નહીં, ઘણા દિવસો સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું, પરંતુ કોઇ પુરાવા નહીં, કોઇ સુરાગ નહીં. હવે જ્યારે બીજી ટીમ સૌરભ અને તેની ટીમને શોધી રહી હતી, ત્યારે તેઓએ પાક આર્મીની વધતી જતી હાજરી પર ધ્યાન આપ્યું હતું. ભારતના વિસ્તારોમાં પાક સૈનિકો હથિયારો સાથે ઊભા હતા. તે સમજી શકાયું હતું કે કોઈ મોટું કાવતરું થયું છે, અટલ બિહારી વાજપેયીને આપવામાં આવેલા આશ્વાસનને પાકિસ્તાને તોડી નાખ્યું હતું.

લોખંડથી પણ વધુ મજબૂત જીગર, સૌરભે ઘણો ટોર્ચર સહન કર્યો

બીજી તરફ પાકિસ્તાનના રેડિયો સ્કર્દુએ જાહેરાત કરી હતી કે કેપ્ટન સૌરભ કાલિયા અને તેના સાથી સૈનિકો પાક આર્મીની કસ્ટડીમાં છે. હવે ભારતને બે મહત્ત્વના ઈનપુટ મળ્યા હતા. પહેલું એ કે કેપ્ટન સૌરભ જીવિત છે અને બીજું એ કે પાકિસ્તાને તેને પકડી લીધો છે. હવે દુશ્મન દેશના કબજામાં રહેલા કોઈપણ સૈનિક પરનો કબજો સારો સંકેત ગણી શકાય નહીં. દુશ્મનની સામે દેશના મોટા મોટા રહસ્યો જાહેર ન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. પરંતુ 22 વર્ષીય કેપ્ટન સૌરભ અલગ માટીના બનેલા હતા. ઉંમર નાની હતી, પરંતુ જીગર લોંખડથી પણ વધારે મજબૂત હતી.

22 દિવસની ક્રૂરતા, કોઈ અંગ છોડ્યું નહીં

પાકિસ્તાને પોતાના તરફથી સૌરભ પર ખૂબ અત્યાચાર કર્યો હતો. તેઓ માર મારતા રહ્યા, માનવતાની હદ પાર કરતા રહ્યા, પરંતુ એ કાયર લોકો જાણતા ન હતા કે આ વખતે ટક્કર ભારતના એક સૈનિક સાથે છે, એ સૈનિક જેના રગમાં લોહીનો નહીં દેશભક્તિનો પ્રવાહ વહે છે. 22 દિવસ સુધી પાકની આ સેનાએ એ બધું જ કર્યું. જેનાથી સૌરભ તુટી જાય. ભારતના રહસ્યો જણાવી દે. પરંતુ કોઈ યુક્તિ, હથિયાર, કોઈ ત્રાસ કામ ન આવ્યો. સૌરભ કાલિયાએ બતાવી દીધું હતું કે તે ડરનારી પાર્ટી નથી, તે ઝૂકવાન નથી. આ કારણથી પાકિસ્તાનીઓ ગુસ્સે થયા અને પોતાનો ત્રાસ વધુ વધારી દીધો. ત્રાસ એટલો લાદવામાં આવ્યો હતો કે તેનો કોઈ હિસાબ ન હતો.

સૌરભના શરીરે કાયરોનો પર્દાફાશ કર્યો

15 મે પછી તારીખ 7 જૂન આવી હતી અને ભારતને પાકિસ્તાનથી કુલ પાંચ લાશ મળી આવી હતી. બધા એ જ સૈનિકો હતા જે 15 મેના રોજ આ નાપાક ષડયંત્રને શોધવા ગયા હતા. દરેકના નામની પાછળ એક શહીદ હતા. પણ એ શહાદત પીડાદાયક હતી. આ શોધ એટલા માટે પણ શક્ય હતી કારણ કે કોઈના પણ લાશની ઓળખ કરવી મુશ્કેલ હતી. આ કારણે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને પાકિસ્તાનની કાયરતાની આખી કહાની જણાવવામાં આવી. આંખોમાં પંચર, કાનમાં ગરમ લોખંડના સળિયાથી છેદ કર્યા હતા, મોટા ભાગના હાડકાંમાં ફ્રેક્ચર અને તુટેલા દાત. રિપોર્ટમાં પણ ઊંડી ઇજાઓ થઇ હતી.

25 વર્ષ, કાલિયા પરિવાર આજે પણ માંગી રહ્યો છે ન્યાય

હવે સૌરભ કાલિયા આ દુનિયામાં નથી, પરંતુ તેમના પિતા છેલ્લા 25 વર્ષથી લડાઈ લડી રહ્યા છે. તેઓ તેમના પુત્રને શહીદ માને છે, પરંતુ તેની સાથે કરવામાં આવેલી ક્રૂરતાને આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના તરીકે જુએ છે. આજે પણ પાકિસ્તાન કોઈ પણ પ્રકારના ટોર્ચરને નકારી રહ્યું છે, પરંતુ ભારત માટે સૌરભ કાલિયા માત્ર એક મહાન સપુત જ નહીં પરંતુ એક સાચો દેશભક્ત છે જેણે દેશ માટે મહાન બલિદાન આપ્યું છે.

Web Title: Kargil vijay diwas captain saurabh kalia story india pakistan kargil war ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×