scorecardresearch
Premium

Internet Down: જિયો, એરટેલ, ગૂગલ, એમેઝોન પ્રાઇમ ડાઉન, દેશભરમાં અનેક ઓનલાઇન સર્વિસ ઠપ

Jio, Google, Airtel, ShareChat, Telegram down: જિયો, ટ્વિટર, ગૂગલ, સ્નેપચેટ, એમેઝોન પ્રાઇમ અને એરટેલ સહિત ઘણી ઓનલાઇન સર્વિસમાં ખામી સર્જાઇ છે.

internet services down | internet services down | internet outage | technical glitches
Internet Services Down: ઈન્ટરનેટ યુઝર્સ પ્રતિકાત્મક તસવીર (Photo – Freepik)

Jio, Google, Airtel, ShareChat, Telegram down: દેશભરમાં આજે ઘણી સોશિયલ અને ઓનલાઇન સર્વિસ ઠપ થઇ ગઇ હતી. X (ટ્વિટર), જિયો, એરટેલ, ગૂગલ અને અન્ય ઘણી ઓનલાઇન સર્વિસ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. દેશભરમાં ઘણા યુઝર્સ જિયો, એરટેલ, ગૂગલ, શેરચેટ સહિત ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શક્યા ન હતા. જાણકારી અનુસાર, આજે (18 જૂન 2024) દેશભરમાં ઘણા યુઝર્સ બપોરે 1:44 વાગ્યાની આસપાસ આ સર્વિસનો ઉપયોગ કરી શક્યા ન હતા.

હાલ એ જાણી શકાયું નથી કે ઓનલાઈન સર્વિસમાં આ ખામી એક કંપનીના સર્વરને કારણે હતી કે પછી અન્ય કોઈ કારણસર સર્જાઇ હતી.

એવું લાગે છે કે ઓનલાઇન સેવાઓમાં આ ખામી ફક્ત ભારતમાં જ આવી છે. અન્ય કોઈ દેશના યુઝર્સ હજી સુધી આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોવાના અહેવાલ મળ્યા નથી.

Downdetector ના આઉટેજ મેપ જોતા દેશના ઘણા વિસ્તારમાં આ ખામી સર્જાઈ છે. ચંદીગઢ, દિલ્હી, લખનઉ, રાંચી, કોલકાતા, કટક, નાગપુર, સુરત, મુંબઇ, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઇ, ગુવાહાટી અને અન્ય ઘણા શહેરોમાં આ ઈન્ટરનેટ સર્વિસ ડાઉન થયાની જાણકારી આપી હતી.

ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ ડાઉન

ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર જિયો અને એરટેલની સર્વિસ પણ થોડા સમય માટે ડાઉન હતી.

ભારતમાં કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન છે?

ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, એક્સ (ટ્વિટર) અને અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે સ્નેપચેટ અને ટેલિગ્રામની સેવાઓને અસર થઈ હતી. આ ઉપરાંત ઇન્સ્ટારામ, ફેસબુક, વોટ્સએપ જેવા મેટા માલિકીના પ્લેટફોર્મ જેવી એપ્સ પણ ડાઉન થઇ ગઇ હતી.

આ ઉપરાંત પ્રાઈમ વીડિયો, યૂટ્યૂબ જેવી સર્વિસ પણ થોડા સમય માટે બંધ રહી હતી.

Web Title: Jio twitter google snapchat sharechat airtel online internet services down across india as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×