scorecardresearch
Premium

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : જેએમએમ અને કોંગ્રેસ 81માંથી 70 બેઠકો પર ચૂંટણી લડશે, આરજેડી નિરાશ

Jharkhand assembly polls 2024 : સીએમ હેમંત સોરેને કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીરની હાજરીમાં સીટોની વહેંચણીની જાહેરાત કરી. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. 23 નવેમ્બરે મત ગણતરી યોજાશે

JMM Congress alliance, JMM , Congress
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (તસવીર – કોંગ્રેસ ટ્વિટર)

Jharkhand assembly polls 2024, ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને આજે (19 ઓક્ટોબર) જાહેરાત કરી હતી કે કોંગ્રેસ અને સત્તારૂઢ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને શાસક ઝારખંડ મુક્તિ મોરચા 81 વિધાનસભા ક્ષેત્રોમાંથી 70 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. આ ઉપરાંત બાકીની બેઠકો પર આરજેડી, સીપીઆઇ(એમ) અને તેમના સાથી પક્ષો ચૂંટણી લડશે. જોકે કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તે નક્કી થયું નથી.

ઝારખંડના સીએમ હેમંત સોરેને કહ્યું કે ગઠબંધનમાં સામેલ સહયોગી દળોના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આરજેડી અને સીપીઆઈએલ સાથેની વાતચીતથી એ પણ સ્પષ્ટ થઈ જશે કે કોંગ્રેસ અને જેએમએમ કઈ બેઠકો પર ચૂંટણી લડશે. સીએમ સોરેને કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીરની હાજરીમાં સીટોની વહેંચણીની જાહેરાત કરી છે.

ઝારખંડ વિધાનસભા બેઠકોની ઓફરથી નિરાશ: મનોજ ઝા

ઝારખંડ વિધાનસભામાં સીટ વહેંચણીની ફોર્મ્યુલાથી આરજેડી ખૂબ જ નિરાશ દેખાઈ રહી છે. આરજેડી સાંસદ મનોજ ઝાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે એક ખાસ કારણથી તમારી સામે આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે અમારું આખું નેતૃત્વ અમારા વિપક્ષી નેતા તેજસ્વીની વિનંતી પર અહીં આવ્યું છે. આજે સવારે અમારી એક બેઠક હતી અને તે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મતોની તાકાત અને જનઆધાર આરજેડીની તરફેણમાં છે. ઉદાહરણ તરીકે તમને જણાવી દઈએ કે ગત વખતે અમે 7 સીટો પર લડ્યા હતા, કારણ કે લાલુ યાદવનું દિલ મોટું હતું, તેમનું લક્ષ્ય ભાજપને બહાર કરવાનું હતું અને આજે પણ લક્ષ્ય એ જ છે, અમે 5 સીટો પર બીજા નંબર પર આવ્યા હતા.

આ પણ વાંચો – મહારાષ્ટ્ર ચૂંટણી : મહાયુતિમાં 260 બેઠકો પર સર્વસંમતિ, જાણો કોને કેટલી બેઠકો મળી શકે છે?

મનોજ ઝાએ કહ્યું કે અમારા બાકીના ગઠબંધન ભાગીદારો ભાગ્યે જ આટલી બેઠકો પર ટકાવારીની દ્રષ્ટિએ બીજા સ્થાને નહીં રહ્યા હોય. એકતરફી નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ જિલ્લાઓમાં અમારી હાજરી ખૂબ જ મજબૂત છે, અમે અમારા ગઠબંધનના ભાગીદારોને આગ્રહ કરીશું કે તે તે પ્રમાણે નિર્ણય લે. અમારા પ્રભારી અહીં છે, અમારા પ્રદેશ અધ્યક્ષ અહીં છે અને ગઈકાલથી અમારા વિપક્ષી નેતા તેજસ્વી પણ અહીં છે. જો તમે બધાની હાજરી હોવા છતાં અમને ગઠબંધનની પ્રક્રિયામાં સામેલ ન કરો, તો તે દુ:ખદ છે. આજે થયેલી બેઠકમાં અમે એવી 15થી 18 બેઠકોની ઓળખ કરી છે, જેમાં જુદા જુદા જિલ્લાઓમાં અમે એકલા જ ભાજપને હરાવવા સક્ષમ છીએ.

કોંગ્રેસ આટલી બેઠકો પર ચૂંટણી લડે તેવી શક્યતા

ગત ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જેએમએમ 43 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે કોંગ્રેસ 31 બેઠકો પર ચૂંટણી લડી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ વખતે કોંગ્રેસને 27થી 28 સીટો મળવાની સંભાવના છે. જેએમએમ તેની બેઠકો વધારવાની આશા રાખે છે. માનવામાં આવી રહ્યું છે કે હેમંત સોરેન ઝારખંડનો મહત્વનો ચહેરો છે અને મહાગઠબંધનને તેમના નામે વોટ મળશે.

Web Title: Jharkhand assembly polls 2024 congress jmm to contest 70 of 81 seats hemant soren rahul gandhi ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×