Jharkhand Election 2024 Exit Poll: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 38 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. જ્યારે પ્રથમ તબક્કામાં 13 નવેમ્બર 2024ના રોજ 43 બેઠકો પર મતદાન થયું હતું. આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામો આવશે. જેમાં મતદારોનો ટ્રેન્ડ જાહેર થશે અને ઝારખંડમાં કોની સરકાર બનશે તેનો અંદાજ લગાવી શકાય છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આજે સાંજે 6.30 વાગ્યા પછી જાહેર થશે. સાંજે 5 વાગ્યે મતદાન સમાપ્ત થયા પછી વિવિધ ચેનલો અને સર્વેક્ષણ એજન્સીઓ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરશે જેના પરથી ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવી શકાય છે. જોકે Gujarati Indian Express એ કોઈ એક્ઝિટ પોલ કરાવ્યો નથી અને સંસ્થાન કોઈ પણ એક્ઝિટ પોલની પ્રામાણિક્તાની પુષ્ટિ કરતું નથી.
Matrize એક્ઝિટ પોલના વલણમાં NDA આગળ
Matrize એક્ઝિટ પોલના વલણ સામે આવ્યા છે. એનડીએના 42-47 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે ઈન્ડિયા ગઠબંઝધનના ખાતામાં 27-30 બેઠકો આવવાની આશા છે. અન્યને 1-4 બેઠકો મળી શકે છે.
એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પોલ
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા ગઠબંધનની સરકારની રચનાની આગાહી કરવામાં આવી છે. નોર્થ છોટાનાગપુર રિઝનની 25 બેઠકોમાંથી, ઈન્ડિયાને 12, NDAને 11 અને JLKMને 2 બેઠકો મળવાની અપેક્ષા છે, જ્યારે સંથાલ પરગણા ક્ષેત્રમાં 18 બેઠકોમાંથી ઈન્ડિયાને 15 અને NDAને 3 બેઠકો મળવાની ધારણા છે. દક્ષિણ છોટાનાગપુર પ્રદેશની 15 બેઠકોમાંથી ઈન્ડિયાને 12 બેઠકો અને NDAને 3 બેઠકો મળી શકે છે, જ્યારે કોલ્હાન ક્ષેત્રમાં 14 બેઠકોમાંથી ઈન્ડિયાને 9 અને NDAને 5 બેઠકો મળવાની ધારણા છે.
પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલના વલણોમાં એનડીએની સરકાર
પીપલ્સ પલ્સ એક્ઝિટ પોલના વલણોમાં એનડીએની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. એ આક્ઝિટ પોલ અનુસાર, એનડીએને 42-47, ઈન્ડિયાને 25-37 અને અન્યને 5-9 સીટો મળવાનું અનુમાન છે. JVC એક્ઝિટ પોલમાં પણ એનડીએને બહુમત મળ્યું છે. એનડીએને 40-44, ઈન્ડિયાને 30-40 અને અન્યને 1 સીટ મળી શકે છે.
ટાઈમ્સ નાઉ જેવીસીના એક્ઝિટ પોલમાં શું છે?
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ટાઈમ્સ નાઉ જેવીસીના એક્ઝિટ પોલમાં એનડીએને 40-44 સીટો, ઈન્ડિયા ગઠબંધનને 30-40 સીટો અને અન્યને 1-1 સીટો મળવાનું અનુમાન છે.
ચાણક્ય સ્ટ્રેસેઝીસનું અનુમાન શું કહે છે?
બીજેપી+ ને 152-160
કોંગ્રેસ+ ને 130-138
પી-એમએઆરક્યૂનું અનુમાન શું કહે છે?
બીજેપી+ ને 137-157
કોંગ્રેસ+ ને 12-146
ઝારખંડમાં બીજેપી બનાવશે સરકાર- બાબૂલાલ મરાંડી
ઝારખંડ ભાજપ અધ્યક્ષ અને ધનવાર વિધાનસભા સીટોથી ભાજપના ઉમેદવાર બાબૂલાલ મરાંડીએ કહ્યું,”આ ચૂંટણીમાં ભાજપ અને NDAને લીડ છે અને 51+ સીટો લાવી ભાજપ, NDAની સરકાર બનાવશે… તે (JMM) સફળ નહીં થાય… હું ક્યારેય મુખ્યમંત્રીની દોડમાં નથી, 23 તારીખે પરિણામો આવ્યા બાદ ધારાસભ્યોના દળની બેઠક થશે અને નેતાની પસંદગી કરવામાં આવશે.”
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 38 બેઠકો પર મતદાન થયું છે. ટર્નઆઉટ એપ મુજબ, સાંજે 5 વાગ્યા સુધી બીજા તબક્કામાં 67.59% મતદાન થયું હતું. આ તબક્કામાં કુલ 528 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યના તમામ બૂથ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઝારખંડમાં સત્તારૂઢ જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન ભાજપ અને તેના સ્થાનિક સાથી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટી (એજેએસયુપી) સાથે આમનેસામને છે. મુખ્યમંત્રી હેમંત સોરેન બરહેટમાં બીજેપીના ગમાલીએલ હેમ્બ્રોમ સામે ટકરાવાના છે જ્યારે તેમની પત્ની કલ્પના સોરેન ગાંડેયમાં બીજેપીના મુનિયા દેવી સામે ટકરાશે. ભાજપના પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી ધનવાર સીટ પર સીપીઆઈ (એમએલ) એલના રાજકુમાર યાદવ સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય રાજકીય દિગ્ગજ નેતા શિબુ સોરેનની પુત્રવધૂ સીતા સોરેન જામતારામાં કોંગ્રેસના ઈરફાન અન્સારીનો સામનો કરી રહી છે.
ઝારખંડ ચૂંટણી મતદાન: સાંજે 5 વાગ્યા સુધી 67.59% મતદાન
ઝારખંડમાં સાંજે 5:00 વાગ્યા સુધી 67.59% મતદાન થયું છે. રાજ્યમાં, બોકારોમાં 60.97%, દેવઘરમાં 72.46%, ધનબાદમાં 63.39%, દુમકામાં 71.74%, ગિરિડીહમાં 65.89%, ગોડ્ડામાં 67.24%, હજારીબાગમાં 64.4 1%, જામતારામાં 76.16%, રામગઢમાં 75.8%. રાંચીમાં 71.98%, સાહિબગંજમાં 72.01% અને 65.53% મતદાન થયું છે.
ઝારખંડનો ચૂંટણી ઈતિહાસ
Jharkhand Exit Poll LIVE: વર્ષ 2000 માં બિહારથી અલગ થઈ ઝારખંડ રાજ્ય બન્યા બાદથી સાત રાજનેતા રાજ્યના મુખ્યમંત્રી બની ચુક્યા છે. પરંતુ માત્ર એક રઘુદાસ સતત પાંચ વર્ષ સુધી આ પદ પર બન્યા રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ વિધાનસભાઓમાં કોઈ પણ પાર્ટીને તેમના દમ પર બહુમત મળ્યું નથી. ભાજપ અને ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) રાજ્યમાં પ્રમુખ રાજનૈતિક ખેલાડી બનેલું છે.