Jammu Kashmir Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં થયેલા લેટેસ્ટ એન્કાઉન્ટર બાદ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. જે વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં શાંતિ છે, ત્યાં આવી ઘટના ફરી એકવાર નવી ચર્ચાને જન્મ આપે છે કે આવું સતત કેમ થઈ રહ્યું છે? 2021 થી, પૂંછ, રાજૌરી અને જમ્મુ સહિત પીર પંજાલ રેન્જની દક્ષિણે આવેલા વિસ્તારોમાં આતંકવાદ સંબંધિત કેસોમાં વધારો થયો છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભટ્ટા દેસાના જંગલોમાં બુધવારે સવારે ફરી એકવાર ફરાર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે.
જાન્યુઆરીમાં પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ સ્વીકાર્યું હતું કે, 2003 સુધીમાં આ વિસ્તારમાં આતંકવાદ પર અંકુશ હતો અને 2017-18 સુધી આ ક્ષેત્રમાં શાંતિ હતી. જો કે હવે આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ વધી રહી છે.
2022-23 માં ત્રણ હુમલા, આ વર્ષે અત્યાર સુધીમાં છ હુમલા
2022 અને 2023 માં જમ્મુ ક્ષેત્રમાં સુરક્ષા દળો પર ત્રણ-ત્રણ હુમલા થયા હતા. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં છ હુમલા નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 2022 માં અલગ-અલગ હુમલામાં સુરક્ષાદળોના છ જવાનો શહીદ થયા હતા. ગયા વર્ષે આ સંખ્યા વધીને 21 થઈ હતી અને આ વર્ષે વધીને 11 થઈ ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં આ વિસ્તારમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. 2023માં આ આંકડો 20 હતો અને 2022માં 14 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે હુમલામાં 11 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.
જમ્મુ આતંકવાદના મામલા કેમ સતત વધી રહ્યા?
ઈન્ડિયન એક્સપ્રેસે સુરક્ષા સૂત્રો તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીઓ સાથે હિંસામાં થયેલા આ વધારા પછાળના કારણોને સમજવા માટે વાત કરી. તેમણે કેટલાક સંભવિત કારણો તરફ ધ્યાન દોર્યું, તે અહીં સમજીએ.
સુરક્ષાદળો પર હુમલાની સંખ્યા | એક વર્ષ |
03 | 2022 |
03 | 2023 |
06 | 2024 |
શહીદોની સંખ્યા | |
06 | 2022 |
21 | 2023 |
11 | 2024 |
માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા | |
14 | 2022 |
20 | 2023 |
05 | 2024 |
જમ્મુ વિસ્તારમાં કેટલાક સમયથી શાંતિ હતી. અને ઘાટી વિસ્તારમાં સેના વધુ સક્રિય બની હતી. આ દરમિયાન જમ્મુ ડિવિઝનમાં તૈનાત દળોને એવું લાગવા લાગ્યું કે, હવે અહીં શાંતિ છે અને આતંકવાદીઓ પોતાના મૂળિયા મજબૂત નથી કરી રહ્યા.
જમ્મુના પશ્ચિમ ભાગમાં આવેલા કઠુઆ-સામ્બા વિસ્તારમાં થયેલા હુમલાઓ હવે દર્શાવે છે કે, આતંકવાદીઓ સરહદી વિસ્તારોમાં તેમની પ્રવૃત્તિ વધારી રહ્યા છે. આ વિસ્તારો, જમ્મુનો હિસ્સો હોવા છતાં, સેનાના પશ્ચિમી કમાન્ડ હેઠળ આવે છે, જે આતંકવાદ વિરોધી અભિયાન નથી ધરતા. શક્ય છે કે, હવે સેના અહીં પોતાની સંખ્યા વધારશે પરંતુ પહેલા તેમને ટ્રેનિંગ આપવી પડશે.
રાજ્ય પોલીસના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, જમ્મુને હવે સુનિયોજિત રણનીતિ હેઠળ આતંકવાદી સંગઠનો દ્વારા સુરક્ષા દળો વિરુદ્ધ ઓપરેશન માટેનું નવું થિયેટર બનાવવામાં આવ્યું છે. હવે સેનાએ પણ અહીં ખાસ રણનીતિ બનાવવી પડશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલાઓનું નેતૃત્વ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
એક ટોચના સુરક્ષા અધિકારીએ એમ પણ કહ્યું કે, ટેક્નોલોજી પર વધતી જતી નિર્ભરતાને કારણે ગ્રાઉન્ડ સંપર્ક ઘટવો એ પણ શક્યતા છે, જેના કારણે કનેક્ટિવિટી ઓછી થઈ છે.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક અધિકારી સહિત ચાર જવાન શહીદ, ઓપરેશન ચાલું
જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રોએ જમ્મુમાં આતંકવાદી હિંસાની ઘટનાઓમાં વધારાને સુરક્ષા દળો પાસે માનવ દ્વારા મળતી ગુપ્ત માહિતીના અભાવ સાથે પણ જોડી છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે, જમ્મુ ક્ષેત્રમાં લગભગ તમામ હુમલા વિદેશી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ કહ્યું, “તેઓ મુખ્યત્વે કઠુઆ અને સાંબાના ભાગોનો ઉપયોગ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવા અને આ હુમલાઓ કરવા માટે ગાઢ જંગલનો ઉપયોગ કરી રહ્યા છે.